બીજી એક મોટી બેંકની છેતરપીંડી બિલ્ડર શૈલેષ ભટ્ટે ફોડ્યો ભાંડો

બિલ્ડર પાસેથી ૧૭ કરોડની મોટી રકમનો તોડ કરવાના મામલામાં બિલ્ડર શૈલેષ ભટ્ટ દ્વારા વધુ એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. જેમાં તેણે પોતાના પાર્ટનર કિરીટ પાલડીયા પર ગંભીર આરોપ લગાવ્યા છે. શૈલેષે પોતાના વીડિયોમાં કહ્યું છે કે કિરીટ પાલડીયાએ પોલીસ દ્વારા તોડ કર્યો છે. તેણે નેઝા નામનો કોઈન બનાવી વિદેશથી ડમી રજિસ્ટ્રેશન કરી નેકસા કરન્સી બહાર પાડી છે અને ટુંક સમયમાં તે બેંક ફ્રોડ કરે તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીમાં સુરતના બિલ્ડર સાથે થયેલા કરોડોના તોડ મામલે સીઆઇડી તપાસ ચાલી રહી છે.

ફેબ્રુઆરીમાં સુરતના બિલ્ડર સાથે થયેલા કરોડોના તોડ મામલે સીઆઇડી તપાસ ચાલી રહી છે. સીબીઆઈ પીઆઇ સુનિલ નાયર અને અમરેલીના ઇન્ચાર્જ પીઆઇ અનંત પટેલ સામે ૧૭ કરોડના તોડની ફરિયાદ થઈ છે. જેમાં બિલ્ડર શૈલેષ ભટ્ટના કહેવા મુજબ આખા પ્રકરણનો માસ્ટર માઇન્ટ કિરીટ પાલડીયા છે. થોડા દિવસ અગાઉ પોતાની આપબીતી અંગે એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. ફરી એક વાર શૈલેષે કિરીટ પર આરોપ મુકતો વિડીયો વાયરલ કર્યો છે. જેમાં તેને કહ્યું છે કે કિરીટે જે મારી સાથે કર્યું છે તે બીજાની સાથે ન કરે એ માટે હું આ વીડિયો વાયરલ કરી રહ્યું છું.

શૈલેષે પોતાના વીડિયોમાં કહ્યું છે કે કિરીટ પાલડીયાએ પોલીસ દ્વારા તોડ કર્યો છે. તેણે નેઝા નામનો કોઈન બનાવ્યો છે. જેનું રજિસ્ટ્રેશન ફોરેનમાં ડમી કરવામાં આવ્યું છે. કિરીટ પોતાના લેપટોપ થકી વેપાર કરતો હતો.જેમાં નાનાં માણસો, રત્નકલાકાર દ્વારા રોકાણ પણ કરાવતો હતો અને દલાલો પાસે પૈસા ઉઘરાવતો હતો.શૈલેષે એ પણ આરોપ વિડીયો દ્વારા કર્યા છે કે તેના અન્ય બેંકોમાં બોગસ એકાઉન્ટ છે અને એક મિલ ના નામે તેણે ૬૦ કરોડની લૉન લીધી છે જેમાં તેનો ઈરાદો બેંક સાથે ફ્રોડ કરવાનો છે.