the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

બીજેપી માટે પેટાચૂંટણીમાં હારનો શું છે અર્થ?

બીજેપી માટે પેટાચૂંટણીમાં હારનો શું છે અર્થ?

 

 

ગોરખપૂર અને ફૂલપુર વિધાનસભા પેટાચૂંટણીના પરિણામો આવી ચુક્યા છે અને આ હાર બીજેપી માટે મહત્વની છે કારણ કે આમાંથી એક સીટ સીએમ યોગી અને બીજી ડેપ્યુટી સીએમની છે. આ પેટાચૂંટણીના પરિણામોની રાજનૈતિક વ્યાખ્યાઓ પણ થઈ શકે છે. કેટલાક લોકો મુદ્દાઓને જવાબદાર ગણાવશે જ્યારે કેટલા બ્રાહ્મણ-ઢાકુરવાળા જાતીય સમીકરણનો પણ હવાલો આપી શકે છે. જો કે આમાં ૩૯ સામે ૪૪ ટકાની લડાઈ કહેવું સૌથી સારું છે.

શું થયું છે ફુલપુર-ગોરખપુરમાં

અહીંયાની વાત આપણે સમજવી હોય તો પહેલા આપણે ૧૯૯૩ના વર્ષને યાદ કરવું પડશે. આ એ વર્ષ હતું જ્યાં પહેલીવાર સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ સાથે મળીને ચૂંટણી લડતા હતાં. ત્યારે સપાની આગેવાની મુલાયમ સિંહ યાદવ અને બસપાનું નેતૃત્વ કાશીરામના હાથમાં હતું. તે વખતે પણ બીજેપી રાજ્યમાં સિંગલ લાર્જેસ્ટ પાર્ટી હતી પરંતુ સરકાર સપા-બસપાએ જ બનાવી હતી.

બીજેપીએ અત્યાર સુધી યુપીમાં જે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે તે ૨૦૧૭ના વિધાનસભાની ચૂંટણીમાં જ કર્યું હતું. ત્યારે બીજેપીને ૩૯.૭ ટકા જ્યારે સપાને ૨૨.૨ ટકા અને બસપાને ૨૧.૮ ટકા વોટ મળ્યાં હતાં. ત્યારે કોંગ્રેસે ૬.૩ ટકા વોટ મળ્યાં હતાં. તેની પરથી એ ખબર પડે કે બીજેપી અહીંયા સૌથી સારા પ્રદર્શનમાં ૩૯ ટકાથી આગળ નથી વધી શકતી જ્યારે સપા-બસપા ૪૪ ટકા વોટ બેંકની સાથે મળીને તેની પર ભારે છે.

માયાવતીની તાકાત આવી બહાર
આ પેટાચૂંટણીમાં સપાને સમર્થન આપ્યાં પછી સૌથી મોટો પડકાર બસપા સુપ્રીમો માયાવતીની સામે હતી. ૨૦૧૭ના પરિણામો પછી સતત બસપા અને માયાવતી પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યાં છે. ત્યારે આ ચૂંટણી વખતે એ જોવાનું હતું કે હજું માયાવતી પાસે પોતાના વોટ બેન્ક ટ્રાન્સફર કરવાની તાકાત બચી છે કે નહીં? આના પરિણામોથી તેમણે સાબિત કરી દીધું કે તેમની આ તાકાત હજી જેમની તેમ જ છે. માયાવતીએ સાબિત કરી દીધું કે બસપાનો ચહેરો નસીમુદ્દીન જેવા નેતા ક્યારેય ન હતાં કે પછી સપાનો ચહેરો શિવપાલ નહીં અખિલેશ છે.

કોંગ્રેસ સાથે આવશે તો મુશ્કેલીઓ વધશે

આ પેટાચૂંટણીમાં એકલા લડીને કોંગ્રેસે એ ચેક કરી લીધું કે યુપીમાં ફિલહાલ કેટલી જમીન બચી છે. આ પરિણામોએ એ નક્કી કરી દીધું કે કોંગ્રેસ હજી યુપીમાં પોતાની જાતે ચાલી શકે તેવી પાર્ટી બની નથી શકી. હવે જ્યારે કોંગ્રેસની આ સ્થિતિ સ્પષ્ટ થઈ ચુકી છે ત્યારે ૨૦૧૯ના લોકસભા ચૂંટણીમાં સપા-બસપા-કોંગ્રેસ એક ગઠબંધન કરીને બીજેપીની મુશ્કેલીઓ વધારી શકે છે.

કેટલું નુકશાન થયુ

આ હારના કારણે જે રાજનૈતિક સંદેશો આવ્યો છે તે બીજેપી માટે મુશ્કેલીઓ વધારનારો છે. સીએમ અને ડે.સીએમની સીટ હાર્યા પછી બીજેપીની યુપીમાં સ્થિતિ ફેસલેસ જેવી થઈ ગઈ છે. કોંગ્રેસ-સપા-બસપાનું ગછબંધન ૫૦ ટકાથી વધારે વોટ શેર રાખે છે જ્યારે બીજેપી ૩૯ ટકાથી વધારે થવું મુશ્કેલ દેખાય છે.

બીજેપી પાસે શું છે વિકલ્પ?
૨૦૧૯ની લડાઈમાં અત્યારે બીજેપીની પાસે યુપીમાં ગઠબંધન કરવાનો કોઈ વિકલ્પ નથી. સપા અને બસપાનો સામનો કરવા માટે બીજેપી પાસે માત્ર સોશિયલ એન્જિનીયરીંગનો વિકલ્પ વધ્યો છે. બસપા સામે ટકવા માટે દલિત અંબ્રેલામાં સામેલ ૪૦-૫૦ જાતીઓમાંથી ગેર-જતાવ જાતીઓ લઈ લે આવું કરવાથી સપા બસપાનો વોટ શેર ઓછો થઈ શકે છે. આનો સીધો ફાયદો બીજેપીને થશે.

ન ચાલ્યો અતીક મોહમ્મદનો ફોર્મ્યુલા

મળતી જાણકારી પ્રમાણે ફુલપુરમાં બીજેપીએ પાછળથી જ અતીક અહેમદને સપોર્ટ કર્યો હતો પરંતુ તે પણ કોઈ ખાસ કમાલ દેખાડી ન શક્યા. જો અતીકના વોટ એકલાખથી વધારે આવ્યાં હોત તો પરિણામો કાંઈક અલગ જ હોત. આનાથી એ સાફ થાય છે કે ફુલપુરના મુસ્લિમ મતદાતામાં પણ અખિલેશ-માયાવતીની સાથે આવવાથી બીજેપીને હરાવવાની આશા દેખાઈ હતી. ૨૦૧૭ના વિધાનસભા ચૂંટણીમાં પણ વોટ પરસેન્ટ અને સમીકરણ આ જ હતા પરંતુ તે વખતે સપા-બસપાએ અલગ ચૂંટણી લડી હતી જેનો સીધો ફાયદો બીજેપીને થયો હતો.

રાજ્યસભા ચૂંટણી પર પણ પડશે અસર

યુપીની ૧૦ સીટો પર ચૂંટણી છે જેમાં બીજેપી ૮ પર અને ૧ પર સપા નક્કી છે. યુપીમાં એક રાજ્યસભા સીટ જીતવા માટે ૩૭ વોટ જોઈએ. બીએસપીના ૧૯ વિધાયક છે અને ૧૮ બીજા જોઈએ. સપાના ૪૭ વિધાયક છે અને જયા બચ્ચનને વોટ આપીને તેના દસ વોટ બચે છે. સપાએ પહેલા બીએસપીને સમર્થનની જાહેરાત કરી હતી. કોંગ્રેસ સાત અને આરએલડીના એક વિધાયકને વોટ મળાવીને બસપા ઉમેદવારની જીત નક્કી છે. જો કે બીજેપીની પાસે ઉમેદવારોને જીતાવ્યાં પછી ૨૮ વોટ બચે છે. તે અત્યારે ચાર નિર્દલીયોના સમર્થન અને કેટલાર વિધેયકોની ક્રોસ વોટિંગથી આશા હતી તે હવે પુરી થતી દેખાઈ રહી છે.