ભક્તોએ ૧૦૦૮ કિલો ખીચડી બનાવવી નવો રેકોર્ડ સ્થાપ્યો

Rang_avadhoot_darbar_world_record_khichdiપ.પૂ. શ્રી જગદિશાનંદજી મહારાજની ૬૫મી વર્ષગાંઠ નિમિત્તે  ભક્તોએ ૧૦૦૮ કિલો ખીચડી બનાવી નવો રેકોર્ડ સ્થાપ્યો

અમદાવાદ, ૧૧ માર્ચ, ૨૦૧૮ઃ પરમ પૂજ્ય શ્રી જગદિશાનંદજી મહારાજની ૬૫મી વર્ષગાંઠ નિમિત્તે રંગ અવધૂત દરબાર, કપડવંજ અને શ્રી રંગ અવધૂત યુવા શક્તિ ગ્રુપ અમદાવાદ દ્વારા સોલા ભાગવત ખાતે ૧૦૦૮ કિલો અવધૂતી ખીચડી બનાવવાનો નવો રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો. સર્વ જન સમૂદાય સેવા કેન્દ્રોમાં ૪૦૦૦થી વધુ શ્રદ્ધાળુઓને આ મહા પ્રસાદનું વિતરણ કરાયું હતું. ઉલ્લેખનીય છે કે શ્રી જગદિશાનંદજી મહારાજની વર્ષગાંઠ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જે અંતર્ગત ૧૦૦૮ કિલો ખીચડી બનાવ્યાં બાદ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતાં. વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાના સ્થાપક પાવન સોલંકીના હાથે આ રેકોર્ડનું સર્ટિફિકેટ એનાયત કરાયું હતું.
મહત્વપૂર્ણ છે કે અવધૂત દરબાદ કપડવંજ દ્વારા અવધૂત વિચારધારાનો પ્રસાર અને સમાજ ઉત્કર્ષ સેવા, જરૂરિયાતમંદ પરિવારોને કપડાં, અન્નકીટ, દવા અને આરોગ્ય સેવાઓ, વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આર્થિક સેવા સહાય, દવાખાનામાં જરૂરિયાતમંદ દર્દીઓને ભોજન-ફળફળાદી અને આર્થિક સેવા, કુદરતી આપત્તિના સમયે સહાય, વ્યસન મુક્તિ અંગે જાગૃતિ, વૃક્ષા રોપણ અને રક્તદાન કેમ્પ સહિતની સેવાકીય પ્રવૃત્તિઓનું નિયમિત આયોજન કરવામાં આવે છે.

આ પ્રસંગે મેનેજિંગ ટ્રસ્ટી (નારેશ્વર) શ્રી ધીરૂભાઇ જોષી, મુ. શ્રી યોગેશભાઇ વ્યાસ, શ્રી ભાગવતઋષિજી, શ્રી તપસ્વી મહારાજ, શ્રી પ્રદિપ્તા નંદજી અને શ્રી દરથભાઇ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં તેમજ પરમ પૂજ્ય વિશ્વનાથ અવધૂતજી (અવધૂત આશ્રમ, રાંદેર, સુરત) અને પરમ પૂજ્ય જગદિશાનંદજી (રંગબાળ)એ આશીર્વચન પાઠવ્યાં હતાં.