ભાજપ કાર્યકર્તાઓના હત્યારાઓને શોધીને જેલ હવાલે કરાશે : શાહ

કર્ણાટક ચૂંટણી : અમિત શાહના સિદ્ધારમૈયા સરકાર પર આકરા પ્રહારો

ભાજપ કાર્યકર્તાઓના હત્યારાઓને શોધીને જેલ હવાલે કરાશે : શાહ

૨૪ પૈકીની ૨૨ હત્યાઓ એક જ રીતે કરાઈ હોવા છતાં પોલીસ દ્વારા કોઈ પગલા લેવાયા નથી : ભાજપ સરકાર બન્યા બાદ ન્યાય થશે : અમિત શાહ
મૈસુર, તા. ૩૦
કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીને જીત અપાવવાના પ્રયાસોમાં લાગેલા પાર્ટી અધ્યક્ષ અમિત શાહે રાજ્યની વર્તમાન કોંગ્રેસ સરકાર પર આજે આકરા પ્રહારો કર્યા હતા. અમિત શાહે કોંગ્રેસના શાસનમાં બે ડઝનથી વધુ કાર્યકર્તાઓના મોતના મામલે આક્ષેપ કરતા કહ્યું હતું કે, ભાજપ વર્કર્સના હત્યારાઓને પાતાળમાંથી પણ શોધીને જેલ હવાલે કરવામાં આવશે. આ દરમિયાન અમિત શાહે કહ્યું હતું કે, સિદ્ધારમૈયા સરકારનો અંત હવે નિશ્ચિત છે અને ટૂંકમાં જ ભાજપ સરકાર સત્તામાં આવ્યા બાદ ન્યાય કરાશે. અમિત શાહને કોંગ્રેસ સરકાર કો કટઘરેમાં ઉભા રાખીને કહ્યું હતું કે, હત્યાઓ જે સિલસિલો ચાલ્યો છે તેની હું નિંદા કરું છું. રાજનીતિમાં રાજનીતિક વિચારધારાઓના પ્રવાહમાં હિંસાને કોઇ જ સ્થાન નથી. જો કોંગ્રેસ સરકાર સમજે છે કે હિંસાથી અમારી વિચારાધારા રોકી શકશે તો તેમની મોટી ભુલ છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે, ૨૪થી વધુ ભાજપ કાર્યકર્તાઓની હત્યાઓ થઇ ચુકી છે. ૨૨ હત્યાઓ એક જ રીતે કરવામાં આવી છે તેમ છતાં પોલીસે કાર્યવાહી કરી નથી. હત્યારાઓને બચાવવાનું કામ થઇ રહ્યું છે. તેઓ ખુલેઆમ ફરી રહ્યા છે. તેમને ફરીથી હત્યાઓ કરવાના અવસર આપવામાં આવી રહ્યા છે. સિદ્ધારમૈયા સરાકરનો સમય હવે પુરો થવા આવ્યો છે. હવે ભાજપની સરકાર બનશે કે તરત જ તમામ હત્યારાઓને પાતાળમાંથી શોધીને જેલ હવાલે કરવામાં આવશે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે રાહુલ ગાંધી પણ ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે, રાહુલના નેતૃત્વમાં કોંગ્રેસ જેટલી પણ ચૂંટણીઓ લડી છે તે તમામમાં તેમની હાર થઇ છે અને હવે કર્ણાટકનો વારો છે. શાહે કહ્યું હતું કે, હાલમાં જ મારી જીભ લપસી પડી અને કહ્યું કે, સિદ્ધારમૈયાની જગ્યાએ યેદિયુરપ્પાની સરકાર ભ્રષ્ટ છે. કોંગ્રેસ પાર્ટીએ મારા આ નિવેદનથી ઘેલમાં આવી ગઈ છે. રાહુલ ગાંધી અને સિદ્ધારમૈયાને કહેવા માંગુ છુ કે, મારાથી ભુલ થઇ ગઇ પરંતુ કર્ણાટકના લોકોથી ભુલ થશે નહીં. આ પહેલા અમિત શાહે બીએસ યેદિયુરપ્પા સાથે મૈસુરના પૂર્વ રાજઘરાનાના લોકો સાથે મુલાકાત કરી હતી. તેમની સાથે કેન્દ્રીયમંત્રી અનંતકુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. કર્ણાટકના ચૂંટણી મહાસંગ્રામમાં કોંગ્રેસ સરકારના લિંગાયત કાર્ડથી દબાણ હેઠળ આવેલી ભારતીય જનતા પાર્ટીએ હવે પલટવાર કરવાની તૈયારી કરી લીધી છે. રાજ્યમાં કોંગ્રેસ સરકારને સત્તાથી હટાવવા માટે ભાજપને કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના માસ્ટરસ્ટ્રોકને પોત તેમના વિરુદ્ધ ઉપયોગ કરીને હિસાબ બરાબર કરવાની યોજના બનાવી લીધી છે. ભાજપે સિદ્ધારમૈયાના વોટબેંક ગણાતા અહિંદા (માઈનોરિટીઝ, બેકવર્ડ ક્લાસેજ, દલિતોનું કન્નડમાં શોર્ટફોર્મ)ને વિખેરવાના પ્રયાસો હાથ ધર્યા છે.

 

અમિત શાહે શું કહ્યું….
કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીને જીત અપાવવાના પ્રયાસોમાં લાગેલા પાર્ટી અધ્યક્ષ અમિત શાહે રાજ્યની વર્તમાન કોંગ્રેસ સરકાર પર આજે આકરા પ્રહારો કર્યા હતા. અમિત શાહે કોંગ્રેસના શાસનમાં બે ડઝનથી વધુ કાર્યકર્તાઓના મોતના મામલે આક્ષેપ કરતા કહ્યું હતું કે, ભાજપ વર્કર્સના હત્યારાઓને પાતાળમાંથી પણ શોધીને જેલ હવાલે કરવામાં આવશે. આ દરમિયાન અમિત શાહે કહ્યું હતું કે, સિદ્ધારમૈયા સરકારનો અંત હવે નિશ્ચિત છે અને ટૂંકમાં જ ભાજપ સરકાર સત્તામાં આવ્યા બાદ ન્યાય કરાશે. કર્ણાટક ચૂંટણીની સાથે સાથે નીચે મુજબ છે.
* સિદ્ધારમૈયા સરકારનો અંત નજીક છે અને ટૂંક સમયમાં ભાજપની સરકાર બનશે
* કોંગ્રેસ શાસનમાં ભાજપ કાર્યકર્તાઓની હત્યાની નિંદા કરી
* અમિત શાહે યેદિયુરપ્પા સાથે મૈસુરના પૂર્વ રાજઘરાનાના લોકો સાથે મુલાકાત કરી
* ભાજપ સત્તામાં આવતા જ મામલામાં ન્યાય સુનિશ્ચિત કરાશે
* ભાજપે સિદ્ધારમૈયાના વોટ બેંક કહેવાતા અહિંદા સમુદાયને તોડાવાના પ્રયાસો હાથ ધરાયા
* કર્ણાટક ચૂંટણીને ધ્યાનમાં લઇ કોંગ્રેસે લિંગાયત કાર્ડ રમ્યુ તેના દબાણમાં ભાજપે પલટવારની કરવા તૈયારી છે