ભારતમાં હાઈબ્રિડ તથા અન્ય વાહનોના પારસ્પરિક સપ્લાય માટે ટોયોટા અને સુઝુકી વચ્ચે પાયાગત કરાર

ભારતમાં હાઈબ્રિડ તથા અન્ય વાહનોના પારસ્પરિક સપ્લાય માટે ટોયોટા અને સુઝુકી વચ્ચે પાયાગત કરાર

ટોયોટા મોટર કોર્પોરેશન (ટોયોટા) અને સુઝુકી મોટર કોર્પોરેશન (સુઝુકી)એ ભારતીય માર્કેટ માટે એક-બીજાને હાઇબ્રિડ અને અન્ય વ્હીકલ્સના સપ્લાય માટે પાયાગત કરાર કર્યો છે.
સુઝુકી તરફથી ટાયોટાને બલેનો અને વિટારા બ્રેઝા વ્હીકલ મોડેલ્સ સપ્લાય કરવામાં આવશે. જ્યારે ટોયોટા તરફથી સુઝુકીને કોરોલા વ્હીકલ સપ્લાય કરાશે. પ્રત્યેક મોડલની ડીટેલ જેમ કે સપ્લાય શરૂ કરવાનું શિડ્‌યુલ, સપ્લાય કરવાના યુનિટ્‌સની સંખ્યા, વ્હીકલ સ્પેસિફિકેશન અને સપ્લાય પ્રાઇસિંગ પર આગામી તબક્કે વિચાર કરવામાં આવશે. આ મોડલ્સને ટોયોટાની પોતાની ભારતીય પેટાકંપની અને સુઝુકીના પોતાના સેલ્સ નેટવર્ક મારફત વેચવામાં આવશે. પારસ્પરિક સુધારાની સાથે એકબીજાને પડકાર અને હરીફાઇ આપીને ટોયોટા અને સુઝુકીનો હેતુ ભારતીય ઓટોમોટિવ માર્કેટને મજબૂત કરીને ગ્રાહકો માટે પોતપોતાની પ્રોડક્ટ્‌સ અને સર્વિસીસને વધારવાનો છે.
ટોયોટા અને સુઝુકી ૬ ફેબ્રુઆરી, ૨૦૧૭ના રોજ બિઝનેસ પાર્ટનરશીપ માટે સમજૂતિપત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. ત્યારથી બંને કંપનીઓ પર્યાવરણ ટેકનોલોજી, સેફ્‌ટી ટેકનોલોજી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને પ્રોડક્ટસ તથા કોમ્પોનન્ટસના પરસ્પર સપ્લાય જેવા ક્ષેત્રોમાં સહયોગ માટે પ્રોજેક્ટ્‌સ શોધી રહ્યા છે.
નવેમ્બર ૨૦૧૭માં બંને કંપનીઓએ ભારતમાં આશરે ૨૦૨૦ સુધીમાં ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ બેટરીને રજૂ કરવા માટે કો-ઓપરેટિવ સ્ટ્રક્ટર પર વિચાર કરવા માટે એમઓયુની જાહેરાત કરી હતી. આજની જાહેરાત ટોયોટા અને સુઝુકી બંને સાથે હોવાનું એક પરિણામ છે અને તેનો હેતુ ભારતીય ઓટોમોટિવ માર્કેટમાં બંને કંપનીઓની પ્રોડક્ટ્‌સને વેગવાન બનાવી સ્પર્ધાને ઉત્તેજન આપવાનો છે.
બેઝિક એગ્રીમેન્ટમાં સામેલ મોડલ્સ માટે વધુને વધુ ઘરેલુ કોમ્પોનન્ટ્‌સ ખરીદવામાં આવશે જેથી સરકારના ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનને હાંસલ કરી શકાય. ટોયોટા અને સુઝુકી એ વાત પર સંપૂર્ણ રીતે પ્રતિબધ્ધ છે કે ભારતના પર્યાવરણને સુરક્ષિત રાખવા અને એનર્જી સિક્યોરિટીને વધારવામાં મદદ કરવા માટે ઓછા ફ્યુઅલનો ઉપયોગ કરતા વ્હીકલ્સને બનાવવામાં આવે.
૬ ફેબ્રુઆરી, ૨૦૧૭ના રોજ જાહેર કરાયેલી સમજૂતિ અનુસાર બંને કંપનીઓ અન્ય સહયોગી પ્રોજેક્ટ્‌સની તકોને શોધવાનું ચાલુ રાખશે કે જેનાથી મુક્ત અને ન્યાયી સ્પર્ધા સુનિશ્ચિત થાય તે રીતે સાતત્યપૂર્ણ મોબાઈલ સમાજની પ્રાપ્તિમાં યોગદાન આપવાનું ચાલુ રાખશે.