the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

મનોજ જોષી અભિનીત ગુજરાતી કોમેડી ફિલ્મ ‘ફેરા ફેરી હેરા ફેરી’ ૧૩મી એપ્રિલે રિલિઝ થવા સજ્જ

મનોજ જોષી અભિનીત ગુજરાતી કોમેડી ફિલ્મ ‘ફેરા ફેરી હેરા ફેરી’ ૧૩મી એપ્રિલે રિલિઝ થવા સજ્જ

અમદાવાદ, ૨૮ માર્ચ, ૨૦૧૮ – દર્શકોને હસાવી હસાવીને લોટપોટ કરનાર તો ક્યારેક અત્યંત ગંભીર ભુમિકા ભજવીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાના અભિનયનો પરચો આપનાર દિગ્ગજ અભિનેતા મનોજ જોષી અભિનીત કોમેડી ગુજરાતી ફિલ્મ ફેરા ફેરી હેરા ફેરી ૧૩મી એપ્રિલ, ૨૦૧૮ના રોજ રાજ્યભરના થિયેટર્સમાં રિલિઝ થવા માટે સજ્જ છે. હાસ્યના રંગથી તરબોળ કરતી ફિલ્મ ફેરા ફેરી હેરા ફેરી એક નવા જ અંદાજમાં દર્શકો સમક્ષ કોમેડી રજૂ કરશે અને પરિવાર સાથે મોજ કરાવવા સાથે વિકએન્ડ પણ એન્ટરટેઇનિંગ બનાવી દેશે.
દરેક વ્યક્તિના જીવનમાં કોઇ સમસ્યા તો હોય જ અને જીવનના અનુભવો આપણને હંમેશા નવા પાઠ ભણાવતા હોય છે. હસમુખલાલ જોબનપુત્રાની ભુમિકા ભજવતા મનોજ જોષીના જીવનમાં પણ કંઇક આવું જ ઘટે છે અને એક સાંધેને તેર તુટે જેવી હાસ્યાસ્પદ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. તેઓ એક સમસ્યામાંથી છુટકારો મેળવે અને બીજી સમસ્યા તેમની રાહ જોતી હોય તેવું લાગે છે. જોકે, હસમુખલાલની સમસ્યામાં દર્શકો તો કોમેડી રોલરકોસ્ટર રાઇડનો જ અનુભવ કરશે.
ફિલ્મના બીજા પાત્રોમાં અર્ચન ત્રિવેદી, આરતી નાગપાલ, બિજલ જોષી, હરેશ ડાગિયા, કુલદીપ ગોર, રિશિલ જોષી, નેત્રી ત્રિવેદી, સંજીવ જોટાંગિયા, સોનિયા શાહ અને શિલ્પા તુલાસ્કરનો સમાવેશ થાય છે. મહત્વપૂર્ણ છે કે ફિલ્મના એક ગીતને સોનુ નિગમે સ્વર આપ્યો છે તથા જાણીતા કોરિયોગ્રાફર ગણેશ આચાર્યએ ફિલ્મની કોરિયોગ્રાફી કરી છે. આ ઉપરાંત સૌપ્રથમવાર સાંઇરામ દવે પણ ફેરા ફેરી હેરા ફેરી દ્વારા ફિલ્મના મોટા પડદે આવી રહ્યાં છે.
ફિલ્મના યુનિટની અથાક મહેનતને પરિણામે માત્ર ૨૯ દિવસમાં ૪૬૦ કલાકમાં જ સમગ્ર ફિલ્મનું શુટિંગ પૂર્ણ કરી દેવાયું હતું, જે દિવસના ૧૭થી ૧૮ કલાકના શુટિંગ શિડ્‌યુલને કારણે આ શક્ય બન્યું છે અને વર્લ્ડ રેકોડ્‌ર્સ ઇન્ડિયાના પાવનભાઇ સોલંકીના હસ્તે ફિલ્મને સૌથી ઝડપથી ફિલ્મ શુટિંગ પૂર્ણ કરવાનું સર્ટિફિકેટ પણ એનાયત કરાયું છે. ફિલ્મના ક્લાયમેક્સ માટે પ્રમાણમાં સારા બજેટની ફાળવણી કરીને ભવ્ય સેટ તૈયાર કરાયો હતો, જેમાં ૮૦૦ લોકોના રિયલ ક્રાઉડનો ઉપયોગ કરાયો છે.
ફિલ્મની વાર્તા – આજથી ૨૪ વર્ષ પહેલા હસમુખલાલ જોબનપુત્રાને મંદાકિની નામની છોકરી જોડે પ્રેમ થયો હતો અને તેની સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં, પરંતુ હસમુખના પિતાશ્રીને તેમના પ્રેમલગ્ન મંજૂર ન હતાં. એટલું જ નહીં તેમણે તેમના મિત્ર જયંતિની દીકરી શ્રીદેવી જોડે હસમુખના લગ્ન નક્કી કરી રાખ્યાં હોવાથી સંજોગોને આધીન થઇ હસમુખે શ્રીદેવી જોડે પણ લગ્ન કરવા પડ્‌યાં હતાં.
સપનાને આકાશથી મળતા રોકવા માટે હસમુખ પાર્થ નામના ગેરેજવાળા છોકરાને આકાશ બનાવીને સપના પાસે મોકલે છે તો ત્યાં પણ દાવ ઉંધો પડે છે. પાર્થ સપના સાથે પ્રેમમાં પડી જાય છે. હવે હસમુખને માથે આ બંન્નેને દૂર કરવાનુ ટેન્શન આવે છે.
આટલું ઓછું હોય તેમ હસમુખને બંન્ને વેવાઇ માથે ભાંગે એવા મળે છે અને હસમુખ ચારેબાજૂથી ઘેરાઇ જાય છે. બંન્ને પત્નિ, બંન્ને બાળકો અને બંન્ને વેવાઇથી બચવું મૂશ્કેલ બની જાય છે. હસમુખ એક પ્રોબ્લેમમાંથી નીકળે છે તો બીજા પ્રોબ્લેમમાં ફસાય છે. ટૂંકમાં હસમુખ જે દિવસથી બે લગ્નના ફેરા ફર્યો છે ત્યારથી હેરાફેરી કર્યા કરે છે. હસમુખની ફેરાફેરી હેરાફેરી હાસ્યપ્રચુર અને મનોરંજક બની રહે છે.