મમતા સાથે મળીને કેસીઆરે કરી ત્રીજા મોરચાની જાહેરાત

મમતા સાથે મળીને કેસીઆરે કરી ત્રીજા મોરચાની જાહેરાત, મોર્ચાને ગણાવ્યો દેશની જરૂરત

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તેલંગાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ વચ્ચે સોમવારે થર્ડ મોરચાને લઈને મુલાકાત કરી. બંને પાર્ટીઓના નેતાઓએ પ્રેસ કોન્ફ્રન્સ કરીને ગૈર કોંગ્રેસી થર્ડ ફ્રન્ટની જાહેરાત કરી અને આને દેશની જરૂરત ગણાવી હતી.

રાજ્ય મજબૂત બનશે, ત્યારે જ દેશ મજબૂત થશે

બંગાળની મુખ્યમંત્રીએ કહ્યું કે, નવી શરૂઆત છે, મમતાએ કહ્યું કે, રાજનીતિ એક સતત ચાલનાર પ્રક્રિયા છે. તેમને પૂછવામાં આવ્યું કે, બંને નેતાઓ સાથે શું ચર્ચા થઈ તો તેમને કહ્યું કે, તેમની વચ્ચે દેશના વિકાસને લઈને વાર્તા થઈ છે. જ્યારે તેલંગાનાના સીએમે કહ્યું કે, થર્ડ પાર્ટી એક સંયુક્ત નેતૃત્વ હશે. મમતા બેનર્જીએ આશા વ્યક્ત કરી છે કે, ગેર કોંગ્રેસી અને બીજેપી દળ સાથે આવશે. તેમને કહ્યું કે, જ્યારે રાજ્ય મજબૂત અને વિકસિત થશે ત્યારે જ દેશ વિકસિત અને મજબૂત થશે. બેનર્જીએ કહ્યું કે, ટૂંક સમયમાં જ બીજા પક્ષો સાથે ત્રીજા મોરચામાં સામેલ થવાની વાત કરવામાં આવશે.

કોંગ્રેસ અને બીજેપી પર સાધ્યું નિશાન

તેલંગાનાના સીએમે કહ્યું કે, કોંગ્રેસ અને બીજેપી બંને પાર્ટીઓનો નેતૃત્વ દેશ માટે યોગ્ય નથી. કેસીઆરે કહ્યું કે, તેઓ ફેડરલ જોડાણ રજૂ કરવાની યોજના બનાવી રહ્યાં છે. તેમને કહ્યું કે, લોકોએ તેમની સાથે જોડાઈ રહ્યાં છે. રાવે મમતા બેનર્જીની વાતને સમર્થન આપતા કહ્યું કે, ત્રીજા મોરચામાં સામેલ કરવા માટે અન્ય પક્ષોના નેતાઓ સાથે મુલાકાત કરવામાં આવશે.