મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગનુ નિધન

સ્ટિફન હોકિંગનું નિધન : વિજ્ઞાન જગતમાં ફેલાયેલું આઘાતનું મોજુ હોકિંગનું લંડનના કેમ્બ્રિજમાં પોતાના આવાસ પર અવસાન થયું૧૯૭૪માં બ્લેકહોલ્સ પર અસામાન્ય રિસર્ચ કરીને સ્ટિફન હોકિંગે વિજ્ઞાન જગતમાં નવી ચર્ચા જગાવી હતી : સ્ટિફને ૧૨ માનદ ડિગ્રીઓ મેળવી હતી

લંડન,તા. ૧૪
મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગનુ આજે ૭૬ વર્ષની વયમાં અવસાન થયુ હતુ. હોકિંગના પરિવાર તરફથી આજે સવારે નિવેદન જારીને માહિતી આપવામાં આવ્યા બાદ વિશ્વભરમાં વૈજ્ઞાનિક સમુદાયમાં આઘાતનુ મોજુ ફરી વળ્યુ હતુ. તેમનુ અવસાન લંડનના કેમ્બ્રિજમાં તેમના આવાસ પર થયુ હતુ. હોકિંગના બાળકો લુસી, રોબર્ટ અને ટિમે પોતાના નિવેદનમાં કહ્યુ છે કે અમને પિતાના અવસાનને લઇને ખુભ આઘાત છે. સ્ટીફન હોકિંગે બ્લેક હોલ અને બિંગ બેંગ સિદ્ધાંતની શોધ કરી હતી. સાથે સાથે આ સિદ્ધાંતને સમજવામાં ચાવરૂપ ભૂમિકા અદા કરી હતી. તેમની પાસે ૧૨ માનદ ડિગ્રી હતી. હોકિંગના કાર્યને જોઇને અમેરિકાએ તેમને સૌથી સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યુ હતુ. બ્રહ્યાન્ડના રહસ્મય પર આધારિત તેમના પુસ્તક અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઇમ ખુબ લોકપ્રિય છે. વર્ષ ૧૯૭૪માં બ્લેક હોલ્સ પર અસામાન્ય રિસર્ચ કરીને તેમની થિયેરી મોડ આપનાર સ્ટીફન હોકિગ્સ સાઇન્સની દુનિયામાં સૌથી મોટી હસ્તી તરીકે હતી. હેરાન કરનાર બાબત એ રહી છે કે સ્ટીફન હોકિંગ્સના દિમાગને બાદ કરતા કોઇ શરીરના હિસ્સા કામ કરતા ન હતા. સ્ટીફન હોકિંગે ધ ગ્રેડ ડિજાઇન, યુનિવર્સ ઇન નટશેલ, માઇ બ્રીફ હિસ્ટ્રી, ધ થિયોરી ઓફ એવરિથિંગ જેવા અનેક પુસ્તકો લખ્યા હતા. સ્ટીફન હોકિંગ એક અસામાન્ય બિમારીથી ગ્રસ્ત હતા. આ બિમારીના કારણે તેમના શરીરના જુદા જુદા અંગોએ ધીમે ધીમે કામ કરવાનુ બંધ કરી દીધુ હતુ. હોકિંગ જ્યારે ઓક્સફોર્ડમાં ફાઇનલ વર્ષમાં અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે તેમને સીઢી ચઢવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. ધીમે ધીમે આ સમસ્યા એટલી હદ સુધી વધી હતી કે તેમને બોલવામાં પણ તકલીફ પડતી હતી. એએલએસ નામની બિમારીના કારણે દર્દીનુ મોત થઇ જાય છે. સ્ટીફનને ૨૧ વર્ષની વયે આ બિમારી થઇ ગઇ હતી. એ વખતે તબીબોએ કહ્યુ હતુ કે સ્ટીફન હોકિંગ બે વર્ષથી વધારે સમય સુધી જીવી શકશે નહી. તેમનુ વહેલી તકે અવસાન થઇ જશે. દુનિયાભરમાં લોકપ્રિય રહેલા ભૌતિકશાસ્ત્રના નિષ્ણાત પ્રોફેસર સ્ટિફન હોકિંગને બ્લેકહોલ્સ પર તેમની શોધ માટે ઓળખવામાં આવે છે. ૮મી જાન્યુઆરી ૧૯૪૨ના દિવસે સ્ટિફન હોકિંગનો જન્મ થયો હતો. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન તેમનો જન્મ થયો હતો. તેમના પુસ્તકો સૌથી વધારે વેચાતા પુસ્તકોમાં રહ્યા છે. તેમના કોસ્મોલોજી પરના પુસ્તકની એક કરોડ નકલ વેચાઈ હતી. તમામ જાણકાર લોકો માને છે કે, તેમનામાં અદભુત શક્તિ હતી. અસામાન્ય બિમારી હોવા છતાં સ્ટિફન હોકિંગ્સ વ્હીલચેર મારફતે તમામ મુવ કરી શકતા હતા. તેમના ઉપર આધારિત ફિલ્મ પણ બની ચુકી છે. ૨૦૧૪માં સ્ટિફન હોકિંગ્સની લાઇફ ઉપર આધારિત ફિલ્મ દ થિયરી ઓફ એવરીથિંગ રજૂ કરવામાં આવી હતી. પ્રોફેસર સ્ટિફન હોકિંગ્સે ૧૯૬૫માં પ્રોપર્ટીઝ ઓફ એક્સપેન્ડિંગ યુનિવર્સેસ વિષય પર પીએચડી કરી હતી. રસપ્રદ બાબત એ છે કે, સ્ટિફન ગણિતમાં નિષ્ણાત બનવા ઇચ્છુક હતા પરંતુ તેમના પિતાએ મેડિકલ સાથે જોડાવવા કહ્યું હતું.