માયા બાદ અખિલેશ લાલુની સાથે હાથ મિલાવવા ઇચ્છુક

કેટલાક વિશ્વાસુ લોકોને જવાબદારી સોંપાઇ
માયા બાદ અખિલેશ લાલુની સાથે હાથ મિલાવવા ઇચ્છુક
વર્ષ ૨૦૧૯માં ભાજપનો મુકાબલો મજબુતરીતે કરવા માટે અખિલેશ યાદવ લાલુ યાદવની સહાય લેવા ઇચ્છુક

લખનૌ,તા. ૧૯
ઉત્તરપ્રદેશમાં હાલમાં ફુલપુર અને ગોરખપુર લોકસભાની પેટાચૂંટણીમાં સાથે મળીને જીત મળ્યા બાદ ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન અખિલેશ યાદવ આશાવાદી દેખાઇ રહ્યા છે. બહુજન સમાજ પાર્ટી સાથે હાથ મિલાવ્યા બાદ હવે અખિલેશ હવે આરજેડીના નેતા લાલુ યાદવના સંપર્કમાં છે. લાલુ યાદવ સાથે હાથ મિલાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી ચુક્યાછે. અખિલેશે હવે પાર્ટીના નાયબ અધ્યક્ષ કિરણમોય નંદાને લાલુ અને તેજસ્વી યાદવ સાથે મુલાકાત કરવા માટે જવાબદારી સોંપી દીધી છે. વર્ષ ૨૦૧૯માં વધારે તાકાત સાથે ભાજપનો સામનો કરવા તમામ વિરોધ પક્ષો હાલમાં ભેગા થઇ રહ્યા છે. ગોરખપુર અને ફુલપુરમાં ભાજપને મળેલી હારને ભાજપ માટે મોટા ફટકા સમાન ગણવામાં આવે છે. અખિલેશ યાદવ ભાજપ સામે લડવા તમામ વિપક્ષી પાર્ટીઓને એક મંચ પર લાવવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. નંદા લાલુ યાદવ સાથે ૨૪મી માર્ચના દિવસે બેઠક કરનાર છે. આ બેઠક રાજેન્દ્ર ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાઇન્સમાં થશે અથવા તો રાંચની બિરસા મુન્ડા જેલમાં થનાર છે. લાલુ હાલમાં હોસ્પિટલમાં દાખલ છે. નંદીએ કહ્યુ છે કે જેલના અધિકારઓને મળીને લાલુ સાથે વાતચીત કરવાની મંજુરી લઇ લેવામાં આવી છે.
લાલુને મળ્યા બાદ તેજસ્વી યાદવની સાથે વાતચીત કરવામાં આવનાર છે. આ વાતચીત માત્ર સામાન્ય શિષ્ટાચાર તરીકે જોવામાં આવે છે. લાલુ હમેંશા સમાજવાદી પાર્ટીની સાથે ભુતકાળમાં રહ્યા છે. કેન્દ્રની મોદી સરકાર લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. વર્ષ ૨૦૧૪માં ખેડુતોની આવકને બે ગણી કરવાની ખાતરી આપવામાં આવી હતી. જો કે હજુ સુધી ખેડુતો દેશના જુદા જુદા રાજ્યોમાં પરેશાન થયેલા છે. તેમની આવકના પુરતા પૈસા પણ ખેડુતોને મળી રહ્યા નથી.