મુંબઈમાં સ્ટુડન્ટ્સ ટ્રેક પર બેસી જતા લોકલ ટ્રેન વ્યવહાર ઠપ્પ

મુંબઈમાં સ્ટુડન્ટ્સ ટ્રેક પર બેસી જતા લોકલ ટ્રેન વ્યવહાર ઠપ્પ

 

મુંબઈમાં આજે વિરોધ પ્રદર્શન કરી રહેલા સ્ટુડન્ટ્સે છત્રપતિ શિવાજી ટર્મિનસ(સીએસટી) અને માટુંગા રેલવે સ્ટેશન ખાતે રેલવે ટ્રાફિક જામ કરી દીધો હતો. આ સ્ટુડન્ટ્સ રેલવેમાં નોકરીની માંગણી કરી રહ્યા છે. સ્ટુડન્ટ્સ સવારથી જ રેલવેના ટ્રેક પર બેસી જતા રેલવે વ્યવહાર ખોરવાઈ ગયો હતો. સ્ટુડન્ટ્સના વિરોધને કારણે લોકલની સેન્ટ્રલ લાઇન ઠપ્પ થઈ ગઈ છે. લાખોની સંખ્યામાં મુસાફરો વિવિધ રેલવે સ્ટેશન્સ પર જ અટવાયા છે.

હજારોની સંખ્યામાં સ્ટુડન્ટ્સ રેલવેમાં સરકારી નોકરી મેળવવાને લઈને આંદોલન કરી રહ્યા છે. રેલવે તંત્ર દ્વારા આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ આવી પહોંચી હતી. સવારે ઓફિસ પહોંચવા માટે રેલવે સ્ટેશન પહોંચેલા નોકરીયાત લોકો ટ્રેન લેટ થવાને કારણે પરેશાન થઈ ગયા હતા. લોકલ ઉપરાંત સીએસટી ખાતે આવતી લાંબા અંતરની ટ્રેન સેવાને પણ અસર પહોંચી છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તંત્ર દ્વારા જાણ કરવામાં આવ્યા બાદ પોલીસ સીએસટી અને માટુંગા રેલવે સ્ટેશન પહોંચી હતી અને વિરોધ પ્રદર્શન કરી રહેલા સ્ટુડન્ટ્સને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. સ્ટુડન્ટ્સને ટ્રેક પરથી ખસેડવા માટે પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો

 મુંબઈમાં આજે વિરોધ પ્રદર્શન કરી રહેલા સ્ટુડન્ટ્સે છત્રપતિ શિવાજી ટર્મિનસ(સીએસટી) અને માટુંગા રેલવે સ્ટેશન ખાતે રેલવે ટ્રાફિક જામ કરી દીધો હતો. આ સ્ટુડન્ટ્સ રેલવેમાં નોકરીની માંગણી કરી રહ્યા છે. સ્ટુડન્ટ્સ સવારથી જ રેલવેના ટ્રેક પર બેસી જતા રેલવે વ્યવહાર ખોરવાઈ ગયો હતો. સ્ટુડન્ટ્સના વિરોધને કારણે લોકલની સેન્ટ્રલ લાઇન ઠપ્પ થઈ ગઈ છે. લાખોની સંખ્યામાં મુસાફરો વિવિધ રેલવે સ્ટેશન્સ પર જ અટવાયા છે.
હજારોની સંખ્યામાં સ્ટુડન્ટ્સ રેલવેમાં સરકારી નોકરી મેળવવાને લઈને આંદોલન કરી રહ્યા છે. રેલવે તંત્ર દ્વારા આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ આવી પહોંચી હતી. સવારે ઓફિસ પહોંચવા માટે રેલવે સ્ટેશન પહોંચેલા નોકરીયાત લોકો ટ્રેન લેટ થવાને કારણે પરેશાન થઈ ગયા હતા. લોકલ ઉપરાંત સીએસટી ખાતે આવતી લાંબા અંતરની ટ્રેન સેવાને પણ અસર પહોંચી છે.મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તંત્ર દ્વારા જાણ કરવામાં આવ્યા બાદ પોલીસ સીએસટી અને માટુંગા રેલવે સ્ટેશન પહોંચી હતી અને વિરોધ પ્રદર્શન કરી રહેલા સ્ટુડન્ટ્સને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. સ્ટુડન્ટ્સને ટ્રેક પરથી ખસેડવા માટે પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો.

એવું કહેવામાં આવી રહ્યું છે કે વિરોધ કરી રહેલા સ્ટુડન્ટ્સ એપ્રેન્ટિસ તરીકે કામ કરી ચુક્યા છે, પરંતુ તેમને નોકરી નથી મળી રહી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પોલીસે સ્ટુડન્ટ્સને ખસેડવા માટે લાઠીચાર્જ કર્યા બાદ સામાપક્ષે અમુક ટ્રેન્સ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

શું છે માંગણી?

વિરોધ પ્રદર્શન કરી રહેલા સ્ટુડન્ટ્સ એપ્રેન્ટિસની પરીક્ષા આપનાર છે. પરીક્ષા માટે ફોર્મ પણ ભરી દેવામાં આવ્યા છે. આ માટે 31મી માર્ચ અંતિમ તારીખ છે. આ સ્ટુડન્ટ્સ પરીક્ષામાં 20 ટકાની અપર લિમિટને હટાવવાની માંગણી કરી રહ્યા છે. તેમની માંગણી છે કે એવા લોકોની જ ભરતી કરવામાં આવે જે પરીક્ષા પાસ કરે.

મુસાફરોને સૂચના

સેન્ટ્રલ રેલવેએ હેલ્પલાઇન નંબર 23061763 જાહેર કર્યો છે. સાથે જ રેલવે તરફથી મુસાફરોને સૂચના આપવામાં આવી છે કે તેઓ વેસ્ટર્ન લાઇન અથવા હાર્બર લાઇનનો ઉપયોગ કરે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સીએસટી અને ખોપોલી વચ્ચે ટ્રેન વ્યવહાર સંપૂર્ણ રીતે ઠપ્પ થઈ ગયો છે. ટ્રેન ફક્ત કુર્લા સુધી જ જઈ રહી છે.

સેન્ટ્રલ લાઇન ઠપ્પ

સ્ટુડન્ટ્સના આંદોલનને પગલે મુંબઈ લોકલની સેન્ટ્રલ લાઇન ઠપ્પ થઈ ગઈ છે. સેન્ટ્રલ લાઇનની 60 ટ્રેન રદ કરવામાં આવી છે. દાદર અને માટુંગા વચ્ચે રેલવે વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. બેસ્ટ દ્વારા મુસાફરોની સુવિધા માટે વધારાની બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સ્ટુડન્ટ્સના વિરોધને પગલે લાખો લોક રેલવે સ્ટેશન પર જ ફસાઈ ગયા છે.