મેકડોનાલ્ડ્સ દ્વારા આણંદમાં પ્રથમ રેસ્ટોરાં શરૂ કરાઈ, જે ગુજરાતમાં તેનો 36મો સ્ટોર છે

પ્રતીકાત્મક સુવર્ણ કમાનોએ આણંદમાં પ્રવેશ કર્યો

~ મેકડોનાલ્ડ્સ દ્વારા આણંદમાં પ્રથમ રેસ્ટોરાં શરૂ કરાઈ, જે ગુજરાતમાં તેનો 36મો સ્ટોર છે ~

આણંદ, 26મી માર્ચ, 2018: ગુજરાતમાં પોતાની પહોંચ વધારવાના લક્ષ્ય સાથે મેકડોનાલ્ડ્સે આજે ભારતની દૂધની રાજધાની આણંદમાં પ્રવેશની જાહેરાત કરી હતી. મોકાના સ્થળ મારુતિ સોલારિસ ખાતે સ્થિત પ્રથમ મેકડોનાલ્ડ્સ સ્ટોર સ્વાદિષ્ટ ખાદ્યો અને કક્ષામાં ઉત્તમ અનુભવ સાથે આણંદવાસીઓનું સ્વાગત કરવા માટે સુસજ્જ છે.

3000 ચોરસફૂટમાં પથરાયેલી આ ડ્રાઈવ- થ્રુ રેસ્ટોરાંમાં 100 મહેમાનોને સમાવી શકે તેટલી ક્ષમતા છે. આઉટલેટમાં બર્થડે અને પ્રાઈવેટ પાર્ટીઓ માટે અલગ જગ્યા પણ છે, જ્યાં 30 મહેમાનો સ્ટાઈલમાં તેમના વિશેષ દિવસની ઉજવણી કરી શકે છે.

આણંદના નાગરિકો મેકડોનાલ્ડ્સના ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈઝ, વિશ્વવિખ્યાત બર્ગર્સ અને ઘણાં બધાં ખાદ્યો સપ્તાહના કોઈ પણ  દિવસે સવારે 9થી રાત્રે 11 વચ્ચે માણી શકશે. સ્ટોર અમુક અત્યંત વહાલી અને લોકપ્રિય પ્રોડક્ટોમાં મેકઆલૂ ટિક્કી, ચટપટા નાન, મેકસ્પાઈસી પનીર, બિગસ્પાયસી પનીર રેપ અને સોસી રેપ્સના અન્ય પ્રકાર પણ માણી શકશે.

ગ્રાહકો મેકડિલિવરી અપ થકી ઓર્ડર આપીને ઘેર બેઠાં બેઠાં આરામથી મેકડોનાલ્ડ્સમાંથી સ્વાદિષ્ટ ખાદ્યો મગાવીને માણી શકાશે. સ્ટોરે રેસ્ટોરાંની કામગીરીનું સંચાલન કરવા માટે કંપની દ્વારા તાલીમબદ્ધ 50 જણને રાખ્યા છે.

આ લોન્ચ વિશે બોલતાં હાર્ડકેસલ રેસ્ટોરાં પ્રા. લિ.ના બિઝનેસ ઓપરેશન્સ (રેસ્ટ ઓફ વેસ્ટ) આદિત્ય ખારવાએ જણાવ્યું હતું કે ગુજરાત મેકડોનાલ્ડ્સ માટે મુખ્ય બજાર છે. અમે આણંદની બજારમાં અમારું પદાર્પણ કરવા માટે ભારે રોમાંચિત છીએ, કારણ કે ગુજરાતમાં અમારી પહોંચ વધારવામાં તે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મેકડોનાલ્ડ્સ તેના ગ્રાહકોને મૂલ્ય અને ગુણવત્તા પૂરાં પાડવાની કટિબદ્ધતા માટે ઓળખાય છે. આથી આ શહેરમાં અમને વિશ્વ કક્ષાનો મેકડોનાલ્ડ્સનો અનુભવ આપવાની બેહદ ખુશી છે. અમને ખાતરી છે કે અન્ય બજારોમાંથી અમને મળે છે તેવો જ પ્રોત્સાહનજનક પ્રતિસાદ અહીંથી મળશે.

ભારતમાં આરંભથી મેકડોનાલ્ડ્સે બજાર માટે યોગ્ય સંવેદનશીલતા જાળવી રાખી છે. બધી મેકડોનાલ્ડ્સ રેસ્ટોરાં શાકાહારી અને માંસાહારી રસોડું અલગ રાખે છે. શાકાહારી ખાદ્યો પ્રાપ્તિ, પકવવાથી પીરસવા સુધી વિવિધ તબક્કામાં અલગ રાખવામાં આવે છે. ઉપરાંત ભારત એકમાત્ર એવી બજાર છે જ્યાં મેકડોનાલ્ડ્સ બીપ અને પોર્ક પ્રોડક્ટો પીરસતી નથી. આટલું જ નહીં, ભારતમાં બધી મેકડોનાલ્ડ્સ રેસ્ટોરાંમાં માયોનીઝ અને સોફ્ટ સર્વ્સ 100 ટકા શાકાહારી હોય છે.

તો વાટ કોની જુઓ છો, તમારા શહેરમાં અવિસ્મરણીય અનુભવ માટે આવેલી પ્રથમ મેકડોનાલ્ડ્સમાં જરૂર પધારો.

વેસ્ટલાઈફ ડેવલપમેન્ટ લિશે:

વેસ્ટલાઈફ ડેવલપમેન્ટ લિમિટેડ (BSE: 505533) તેની સબસિડિયરી હાર્ડકેસલ રેસ્ટોરાં પ્રા. લિ. (એચઆરપીએલ) થકી ભારતમાં ક્વિક સર્વિસ રેસ્ટોરાં (ક્યુએસઆર) સ્થાપવા અને ચલાવવા પર કેન્દ્રિત છે. કંપની પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં મેકડોનાલ્ડ્સની રેસ્ટોરાંની શૃંખલા ચલાવે છે, જેમાં મેકડોનાલ્ડ્સ ભારતીય સબસિડિયરી થકી મેકડોનાલ્ડ્સ કોર્પોરેશન યુએસએ સાથે માસ્ટર ફ્રેન્ચાઈઝી સંબંધો ધરાવે છે. તેના અવ્વલ રોકાણકારોમાં એરિસેગક ઈન્ડિયા ફંડ લિ., એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ, ટ્રી લાઈન એશિયા માસ્ટર ફંડ (સિંગાપોર) અને વાર્ડ ફેરી ફંડ તથા ડબ્લ્યુડીએલમાં અન્ય હિસ્સાધારકોનો સમાવેશ થાય છે.

હાર્ડકેસલ રેસ્ટોરાં વિશે:

હાર્ડકેસલ રેસ્ટોરાં પ્રા. લિ. (એચઆરપીએલ) ભારતની પશ્ચિમ અને દક્ષિણની બજારોમાં મેકડોનાલ્ડ્સ રેસ્ટોરાં વસાવવા અને ચલાવવાના અધિકારો સાથે મેકડોનાલ્ડ્સની ફ્રેન્ચાઈઝી છે. એચઆરપીએલ 1996માં આરંભથી ભારતના આ ભાગમાં ફ્રેન્ચાઈઝી ધરાવે છે.

એચઆરપીએલ તેલંગણા, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, તામિલનાડુ, કેરળ, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, ગોવા અને મધ્ય પ્રદેશના અન્ય ભાગો જેવાં રાજ્યોનાં 37 શહેરોમાં તેની 271 (31 ડિસેમ્બર, 2017ના રોજ) મેકડોનાલ્ડ્સની રેસ્ટોરાં ખાતે વાર્ષિક આશરે 200 મિલિયન ગ્રાહકોને સેવા આપે છે અને 8000 જેટલા કર્મચારીઓને સીધો રોજગાર આપે છે. મેકડોનાલ્ડ્સની વિવિધ ફોર્મેટ્સ અને બ્રાન્ડમાં કામગીરીમાં સ્ટેન્ડઅલોન રેસ્ટોરાં, ડ્રાઈવ- થ્રુઝ, 24/7, મેકડિલિવરી, ડેઝર્ટ કિયોસ્ક્સનો સમાવેશ થાય છે. તેના મેનુમાં બર્ગર્સ, ફિંગર ફૂડ્સ, રેપ્સ, હોટ અને કોલ્ડ બેવરેજીસ ઉપરાંત વ્યાપક શ્રેણીનાં ડેઝર્ટસનો સમાવેશ થાય છે. અનેક મેકડોનાલ્ડ્સ રેસ્ટોરાંમાં ઈન-હાઉસ મેકકેફે પણ છે.

મેકડોનાલ્ડ્સના તંત્રના પાયા ગુણવત્તા, સેવા, સ્વચ્છતા અને મૂલ્ય છે, જે એચઆરપીએલ સંચાલન કરે તે દરેક રેસ્ટોરામાં સિદ્ધ છે.