મેઘાલયઃ કોંગ્રેસે સરકાર બનાવવા દાવો કર્યો

 

સિનિયર કોંગ્રેસ નેતાઓ કમલનાથ, સીપી જોશી અને અહેમદ પટેલે શનિવારે મેઘાલયના ગવર્નર ગંગા પ્રસાદ સાથે મુલાકાત કરી

શિલોંગ
સિનિયર કોંગ્રેસ નેતાઓ કમલનાથ, સીપી જોશી અને અહેમદ પટેલે શનિવારે મેઘાલયના ગવર્નર ગંગા પ્રસાદ સાથે મુલાકાત કરી. બંને નેતાઓએ ગવર્નરને કહ્યું કે કોંગ્રેસે ચૂંટણીમાં સૌથી વધુ સીટ્‌સ જીતી છે. સૌથી મોટી પાર્ટી હોવાને કારણે તેઓ સરકાર બનાવવા માટે કોંગ્રેસને બોલાવે. શનિવારે આવેલા પરિણામોમાં કોંગ્રેસને મેઘાલયમાં ૨૧, બીજેપીને ૨ અને નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી)ને ૧૯ સીટ્‌સ મળી છે. ૬૦ સીટોની વિધાનસભામાં ૫૯ સીટ્‌સ પર ચૂંટણી થઇ હતી. સરકાર બનાવવા માટે ૩૧ સીટ જરૂરી છે.ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, કમલનાથે કહ્યું, “અમે શનિવારે ગવર્નર સાથે મુલાકાત કરી. કોંગ્રેસ ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી છે. અમે ઇચ્છીએ છીએ કે કોંગ્રેસને સરકાર બનાવવાનું આમંત્રણ મળે.લોકોના અવાજનું સન્માન થવું જોઇએ. બીજેપીએ ફક્ત ૨ સીટ્‌સ જીતી છે. દેખીતું છે કે જનતાએ પાર્ટીને રદિયો આપ્યો છે.ઉલ્લેખનીય છે કે મેઘાલયમાં કોંગ્રેસ છેલ્લાં ૧૦ વર્ષોથી સત્તામાં છે.બીજી બાજુ મેઘાલય કોંગ્રેસના વર્કિંગ પ્રેસિડેન્ટ વિન્સેન્ટ એચ પાલાએ કહ્યું કે અમને ભરોસો છે કે ક્ષેત્રીય પાર્ટીઓના સહયોગથી સરકાર બનાવી લઇશું.આ દરમિયાન રવિવારે અપક્ષના ઉમેદવાર સેમ્યુઅલ એસ સંગમાએ હેમંત બિસ્વ સરમા સાથે મુલાકાત કરીને બીજેપીને સપોર્ટ આપવાની વાત કરી છે.જે પરિણામો આવ્યા, તેમાં વિખરાયેલો બહુમત મળ્યો છે. હવે લોકોએ જોવાનું છે કે તેમને કેવી સરકાર જોઇએ છે. બીજેપી અથવા અન્ય ક્ષેત્રીય પાર્ટીઓએ ચૂંટણી પહેલા કોઇ ગઠબંધન કર્યું ન હતું. તેમણે એકલા ચૂંટણી લડી. પરિણામે કોંગ્રેસ જ સૌથી મોટી પાર્ટી છે.સંગમાએ અંપાતી સીટ પર સતત છઠ્ઠી વાર ચૂંટણી જીતી છે.