the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis visit.www.nirmalmetro.com

મેઘાલય : ૨૧ સીટ જીતીને પણ કોંગ્રેસ સત્તાથી દૂર રહી

શિલોંગ,તા.૪ : મેઘાલયમાં ૨૧ સીટો જીતીને પણ કોંગ્રેસ સત્તાથી દૂર રહી ગઈ છે જ્યારે ભાજપ માત્ર બે સીટો જીતીને પણ સરકારમાં સામેલ થવા જઇ રહી છે. બિન કોંગ્રેસી મોરચાએ રાજ્યપાલ ગંગાપ્રસાદની સામે સરકાર રચવાનો દાવો કરી દીધો છે. ભાજપ, એનપીપી, યુડીપી, એચએસપીડીપી અને એક અપક્ષની સાથે મળીને ૩૪ ધારાસભ્યોના સમર્થન પત્રો સાથે રાજ્યપાલને પત્રો સોંપી દેવામાં આવ્યા છે. ભાજપ ગઠબંધને ૩૪ ધારાસભ્યોની સાથે સરકાર બનાવવાનો દાવો કરી દીધો છે. રાજભવન તરફથી સત્તાવારવાર રીતે જણાવવામાં આવ્યું છે કે, મુખ્યમંત્રી તરીકે કોનરાડ સંગમા રહેશે. કોનરાડ સંગમા મંગળવારના દિવસે સવારે ૧૦.૩૦ વાગે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. રાજ્યપાલ સાથે મુલાકાત કર્યા બાદ કોનરાડ સંગમાએ કહ્યું હતું કે, અમે ૩૪ ધારાસભ્યોના સમર્થનની સાથે સરકાર બનાવવા જઇ રહ્યા છે. સરકારની અવધિ સાતમી માર્ચના દિવસે પુરી થઇ રહી છે. રાજ્યના આગામી મુખ્યમંત્રી બનશે કે કેમ તે અંગે પૂછવામાં આવતા સંગમાએ કહ્યું હતું કે, બીજા પક્ષોના નેતાઓએ તેમના સમર્થનમાં સરકાર બનાવવા માટે સમર્થન આપી દીધું છે. પ્રથમ વખત રાજ્યના મુખ્યમંત્રી બનવા જઇ રહેલા કોનરાડ માટે અનેક પક્ષોને સાથે લઇને ચાલવાની બાબત સરળ રહેશે નહીં. તેઓ પોતે પણ આનાથી વાકેફ છે. તેમણે કહ્યું છે કે, ગઠબંધન સરકાર ચલાવવાની બાબત તેમના માટે સરળ નથી પરંતુ વિશ્વાસ છે કે, જે ધારાસભ્યો અમારી સાથે છે તે રાજ્ય અને પ્રજા માટે સમર્પિત છે. રાજ્યના વિકાસ માટે કામ કરવામાં આવશે. આસામના મંત્રી અને ભાજપના નેતા હેમંત વિશ્વશર્માએ કહ્યું છે કે, રાજ્યમાં કોઇ નાયબ મુખ્યમંત્રી રહેશે નહીં. બીજી બાજુ કેન્દ્રીયમંત્રી કિરેન રિજ્જુએ કહ્યું છે કે, ક્ષેત્રિય પક્ષો સાથે આવી રહ્યા છે તે સારી બાબત છે