મોદીની ઇમેજ અકબંધ

પેટા ચૂંટણીના પરિણામોએ રાજકારણનો મૂડ બદલી નાખયો છે. ત્રિપુરામાં ભાજપના ભવ્ય વિજ્યના કારણે વિપક્ષ સાઈડમાં ધકેલાઈ ગયો હતો પરંતુ થોડા જ દિવસમાં સમાજવાદી પક્ષ અને બહુજન સમાજવાદી પાર્ટીના જોડાણે ફૂલપુર અને ગોરખપુરનો જંગ જીતી બતાવતાં વિપક્ષો ફરી મોદીનો પગ ખેંચવા લાગ્યા હતા. હવે વિપક્ષો એવા મૂડમાં ફરે છે કે તેમણે ૨૦૧૯નો જંગ જીતી લીધો છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં નામેશીભરી હાર મેળવ્યા છતાં કોંગ્રેસ પોતે હતાશ દેખાવા દેતી નથી. જો કે રાહુલ જે આત્મવિશ્વાસ બતાવે છે તેની પાછળ પણ કોઈ ચોક્કસ કારણ નથી.૨૦૧૯ ના પરિણામો અંગે છૂટી- છવાઈ હાર- જીત પરથી કોઈ આકલન થઈ શકે નહીં. એક તરફ ત્રીજા મોરચાની વાતો ચાલે છે પણ મોદીની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો હોય એવું જોવા મળતું નથી. જો કે વિપક્ષ એમ વર્તે છે કે ૨૦૧૯નો જંગ તો જીતી ગયા છે જયારે સત્તાધારી પક્ષના કેટલાક જૂથ પણ માને છે કે આપણને ચૂંટણીમાં ફટકો પડશે.આવું વિચારતા સત્તાધારીપક્ષના જૂથો એમ માને છે કે મોદી સરકાર તેમની અવગણના કરી છે. અને સત્તામાં સમાવેશ નથી કર્યો. વડાપ્રધાન મોદીની કામ કરવાની સ્ટાઈલ એવી છે કે તેમના ઘણા સાથીઓની તેમના મંત્રાલયમાંજ કામ કરાવી શક્તા નથી. જેના કારણે સીનિયર નેતાઓ નારાજ છે.તેમ છતાં સત્તાધારી પક્ષના દરેક માને છે કે મોદી બીજી ટર્મ માટે પણ જીતશે. મોદીના જેવો કરિશમા રાજકીય ચાતુર્ય અને ઉર્જા ધરાવતા કોઈ નેતા વિપક્ષ પાસે નથી મોદીની સામે ઉભા રહે એવા નેતાની સરખામણી થઈ રહી છે. વિપક્ષનો એક જ ધંધો છે કે આકાશની નીચે બનતી બધી ઘટનાઓ પાછળ મોદી જવાબદાર હોવાનો પ્રચાર કર્યા કરવાનો. જો મોસુલ(ઇરાક)માં આઈએસના ત્રાસવાદીઓ ૩૯ ભારતીઓની હત્યા કરે તો તેના માટે પણ મોદીને જવાબદાર ગણવામાં આવે છે.વિપક્ષો આવી નેગેટીવ વિચારસરણી રાખશે તો મોદીનો સામનો નહીં કરી શકે. ઉત્તર અને પશ્ચિમમાં ખાસ કરીને ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં મોદીથોડી બેઠકો ગુમાવશે જેના કારણે ભાજપની કુલ બેઠકોમાં ૫૦-૬૦ જેટલી બેઠકો ઓછી થઈ શકે છે. જો કે તેના કારણે લોકસભામાં ભાજપ સૌથી વધુ બેઠકો વાળો પક્ષપણ બનશે. જ્યારે કોંગ્રેસના કેસમાં તે ૪૪ પરથી ૭૫-૮૦ બેઠકો સુધી પહોંચી શકે છે. તેમ છતાં કોંગ્રેસ ભાજપની ૨૦૦ થી વધુ બેઠકો સાથે સરખામણી કરે ત્યારે આશ્ચર્ય થાય છે.એટલેજ કોંગ્રેસ મજબુત સાથીની શોધમાં છે. આવા સાથી પણ અશક્ય દેખાય છે. કેમકે કોંગ્રેસના સંસદીય પક્ષના નેતા રાહુલ ગાંધી છે. રાહુલગાંધી ભાજપને હરાવવા મથે છે અને ભગવાની બેઠકો આંચકી લેવા પ્રવાસ કરે છે.અહીં મહત્વનું એ પણ છે કે પોતાના રાજકીય વિરોધીઓથી મોદીએ ડરવાની જરૃર નથી. તેમ છતાં તેમણે વિપક્ષો વોટ મેળવવા પૈસાની થેલીઓ મતદારને લલચાવવા ના લાવે તેનું ખાસ ધ્યાન રાખવું પડશે. મોદીએ દરેક કામમાં ખાતાની જવાબદારી નક્કી કરતાં તેમના દુશ્મનો વધ્યા છે. જે લોકો સરકારી દેવા ના ભરે તેમના માથે તવાઈ તેમજ મનરેગા યોજનામાં ચાલતી લાંચની પ્રવૃત્તિ પર બ્રેક મારવાના કારણે અનેક ભ્રષ્ટ લોકો નારાજ થયા છે.યુપીએના શાસનમાં ધોળે દહાડે બેંક લૂંટનારાના કારણે આર્થિક તંત્ર પર અસર પડી છે. જે લોકો નાણાની હેરાફેરી કરી શક્તા નથી એવા અંગત સ્વાર્થ સાધનારા પ્રચાર કરે છે કે ૨૦૧૯માં મોદી નહીં આવે. જો કે એન્ટી મોદી પ્રચાર કરતો વર્ગ ઓછો છે.