the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

મોદીની પણ થઈ’તી પૂછપરછ – ઈશરત જહાં કેસમાં, વણઝારાનો ઘટસ્ફોટ: કહ્યું-

1978ના બેન્ચના ગુજરાત કૈડરના આઈપીએસ અધિકારી ડીજી વણઝારા એન્કાઉન્ટ સ્પેશિયાલિસ્ટ માનવામાં આવે છે. પહેલાં તેઓ ક્રાઈમ બ્રાન્ચમાં હતા અને ત્યારપછી તેઓ ગુજરાત એટીએસમાં પણ રહ્યા હતા. વર્ષ 2002થી 2005 દરમિયાન વણઝારાએ અંદાજે 20 લોકોનું એન્કાઉન્ટર કર્યું હતું. પરંતુ જ્યારે તપાસ થઈ ત્યારે ખબર પડી કે તે દરેક નકલી એન્કાઉન્ટર હતા. આ મામલે 2007માં વણઝારાની ધરપકડ કરી લેવામાં આવી હતી અને તેમને જેલમાં પુરવામાં આવ્યા હતા.

– મુંબઈની 19 વર્ષની ઈશરત, જાવેદ શેખ ઉર્ફે પ્રાણેશ પિલ્લાઈ, અમજદ અલી અકબરઅલી રાણા અને જીશાન જૌહરનું 15 જૂન 2004ના રોજ અમદવાદ બહારના વિસ્તારમાં એક નકલી એન્કાઉન્ટર દરમિયાન મોત થયું હતું. ગુજરાત પોલીસે તે સમયે દાવો કર્યો હતો કે ઈશરત અને તેના ત્રણ સાથી તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરવા અમદાવાદ આવ્યા હતા.

જોકે આ એન્કાઉન્ટરને ગુજરાત હાઈકોર્ટના આદેશથી બનાવવામાં આવેલી એસઆઈટીએ નકલી ગણાવી હતી. તે સાથે જ આ એન્કાઉન્ટરની તપાસનો આદેશ પણ આપ્યો હતો. ઈશરત જહાં એન્કાઉન્ટરને લઈને ખૂબ હોબાળો થયો હતો. તે સમયે આ હોબાળો એટલો વધી ગયો હતો કે, તે સમયે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના રાજીનામાની પણ માગણી કરવામાં આવી હતી. આ નકલી એન્કાઉન્ટરમાં માત્ર ડિજી વણઝારા જ નહીં પરંતુ અન્ય પણ ઘણાં પોલીસવાળાઓ ફસાયા હતા. તેમાં ડીએસપી જેજી પરમાર, એસીપી એનકે અમની અને એડીજીપી પીપી પાંડે પણ સામેલ હતા.

ગુજરાત પોલીસે તે સમયે દાવો કર્યો હતો કે ઈશરત અને તેના ત્રણ સાથી તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરવા અમદાવાદ આવ્યા હતા.