the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

રાજકીય વિરોધીઓ ભણી ય આદર ધરાવતા વાજપેયી

રાજકીય વિરોધીઓ ભણી ય આદર ધરાવતા વાજપેયી

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધનના સમાચાર સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યાં છે. તેમાં કહેવાઇ રહ્યું છે કે વાજપેયીનું નિધન ૨૯મી માર્ચના રોજ થયું. કેટલાંય લોકોએ તેમને શ્રદ્ધાંજલિ સુદ્ધા આપી દીધી છે. મેસેજમાં લખવામાં આવી રહ્યું છે કે ભાજપે અટલ બિહારી વાજપેયીના નિધનની પુષ્ટિ કરી છે.પરંતુ અમે તમને જણાવી દઇએ કે આ સમાચાર ખોટા છે. આ પ્રકારની મહિતી ભાજપે આપી નથી. આ એક અફવા જ છે. અમે આપને અપીલ કરીએ છીએ કે આવા પ્રકારની અફવા પર ધ્યાન ના આપો.ઉલ્લેખનીય છે કે પહેલાં પણ અટલ બિહારી વાજપેયીના નિધનની અફવા ઉડી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે ઓરિસ્સાના બાલાસોર જિલ્લામાં એક પ્રાઇમરી સ્કૂલના પ્રિન્સિપાલ કમલકાંત દાસે તેમના નિધનની માહિતી આપી હતી. ત્યારબાદ આ વિસ્તારની કેટલીય સ્કૂલના બાળકોને રજા પણ આપી દીધી હતી. તે સમયે ઘટનાની જયારે કલેકટરને ખબર પડી તો પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.આપને જણાવું કે અટલ બિહારી વાજપેયી ડિમેંશિયા નામની બીમારીથી ઝઝૂમી રહ્યાં હતા. તેઓ ૨૦૦૯થી વ્હિલચેર પર છે. થોડાંક સમય પહેલાં જ ભારત સરકારે તેમને ભારત રત્નથી સમ્માનિત કર્યા હતા.અટલ બિહારી વાજપેયીનો જન્મ ક્રિસમસના દિવસે એટલે ૨૫ ડીસેમ્બર ૧૯૨૪માં થયો હતો.તેમની માતાનું નામ કૃષ્ણા વાજપેયી હતું.તેમના પિતા કૃષ્ણા અધ્યાપક ઉપરાંત હિન્દી અને વ્રજ ભાષાના પારંગત હતા.તેમણે કાનપુરમાં ડી.એ.વી કોલેજમાંથી રાજનીતિશાસ્ત્રમાં એમ.એની ડીગ્રી ફર્સ્ટ ક્લાસ સાથે મેળવી હતી.તેમણે પિતાજી સાથે કાનપુરમાં જ એલ.એલ.બીનો અભ્યાસ કર્યો,પરંતુ તેને વચ્ચે છોડીને સંપૂર્ણ નિષ્ઠાથી સંઘકાર્યમાં જોડાઈ ગયા હતા.આ દિવસને ભારતમાં મોટો દિવસ કહેવામાં આવે છે.તેમણે લગ્ન નહોતા કર્યા.અટલ બિહારી વાજપેયીની એક ટીપ્પણી ખાસ જાણીતી છે,જેમાં એવું ભારત જે ભૂખ અને ડરથી,નિરક્ષરતા અને અભાવથી મુક્ત હોય.અટલ બિહારી વાજપેયી ભારતીય જનસંઘની સ્થાપના કરનારા એક છે,જે પછી ભારતીય જનતા પાર્ટી નામથી રાજકીય પાર્ટી બની.૧૯૬૮થી ૧૯૭૩ સુધી અટલ જનસંઘના અધ્યક્ષ રહ્યા હતા અને જીવનભર ભારતીય રાજનીતિમાં સક્રિય રહ્યા હતા.તેમણે લાંબા સમય સુધી રાષ્ટ્રધર્મ,પાંચજન્ય અને વીર અર્જુન જેવા રાષ્ટ્રીય ભાવનાથી ઓતપ્રોત તેમના પત્ર-પત્રિકાઓમાં સંપાદન કાર્ય પણ કર્યું હતું.રાજનીતિમાં તેમણે પહેલું ડગલું ઓગસ્ટ ૧૯૪૨માં મુક્યું હતું,જયારે તેમને અને તેમના ભાઈને ભારત છોડો આંદોલન દરમિયાન ૨૩ દિવસ માટે પકડી લેવામાં આવ્યા હતા.૧૯૫૧માં તે ભારતીય જનસંઘમાં જોડાયા હતા.બોલવાની છટા અને સંગઠન મજબુત હોવાના કારણે તે ટૂંક સમયમાં જનસંઘનો ચહેરો બની ગયા હતા.દીનદયાળ ઉપાધ્યાયના મૃત્યુ પછી જનસંઘની જવાબદારી નવયુવાન વાજપેયીના માથે આવી ગઈ હતી.તે ૧૯૬૮માં તેના અધ્યક્ષ બન્યા હતા.ચેસ્ટ ઇન્ફેકશન અને તાવના કારણે વાજપેયીને ૨૦૦૯માં એમ્સમાં ભરતી કરવામાં આવ્યા હતા.તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા.પરંતુ તબિયત સુધરતા તેમને ડીસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા.અટલ બિહારી વાજપેયી આ દિવસોમાં ભલે પેરાલીસીસના કારણે બોલી ના શકતા હોય,પરંતુ ઈશારામાં તે પોતાની વાત સમજાવવાના પ્રયત્ન કરે છે.વીતેલા ૨૦ વર્ષમાં વાજપેયી પર ૧૦ સર્જરી થઇ છે.અટલ બિહારી વાજપેયીના નજીકના મિત્ર અને સગાઓ તેમને બાપજી કહે છે.તેમની દત્તક લીધેલી પુત્રી નમિતા છે.વાજપેયીને કુદરત સાથે ઘણો લગાવ છે અને તેમને રજાઓ પહાડ પર વિતાવવાનું ગમે છે.હિમાચલપ્રદેશમાં મનાલી તેમના આરામની જગ્યા છે અને તે અવારનવાર ત્યાં જતા હતા.છેક ૧૯૫૭થી લઈને આજ લગી રાજકારણમાં જ નહીં, સમાજકારણ અને સાહિત્ય સર્જનકારણમાં પણ અટલજી કે કવિ કૈદીરાયનું નામ પોતાનો આગવો પ્રભાવ પાડનારું રહ્યું છે. આજે એ લોકનજરથી ઓઝલ થવા જેવી નાજુક આરોગ્યથી સ્થિતિમાં હોવા છતાં સત્તા પક્ષ કે વિપક્ષ, દેશની પ્રજામાં કે વિદેશના લોકોમાં ભાવ સાથે, આદર સાથે, હૃદયના ઉમળકાથી જેમનું નામ લેવાય એવા અટલ બિહાર વાજપેયી ૧૯૫૭માં લોકસભે આવ્યા ત્યારથી સંસદનાં બેઉ ગૃહોમાં પોતાની અમીટ છાપ મૂકી ગયા છે.ભાષાની ગરિમા અને સંયમ, વિપક્ષ ભણીનો આદર અને અંગત સંબંધોના ઉદ્યાન ખીલવતા રહેલા અટલજી, કાશ્મીર કોકડાંની વાત હોય કે ઈશાન ભારતની સમસ્યાઓની, વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી હોય કે પૂર્વ વડા પ્રધાનો પંડિત જવાહરલાલ નેહરુથી લઈને પી. વી. નરસિંહ રાવ સહિતના હોય, અટલજી કાયમ સૌને યાદ આવે જ આવે. થવું હતું તો અધ્યાપક, પણ થઈ ગયા રાજનેતા. રાજનેતા કરતાં રાજપુરુષ વધુ ગણાય. રાજનેતા ચૂંટણીઓ જીતીને સત્તા સુધી પહોંચવાની ટૂંકી દૃષ્ટિ ધરાવતો હોય છે. રાજપુરુષ (સ્ટેટ્‌સમેન) તો ભાવિ પેઢીઓના ભવિષ્યને ઊજ્જવળ બનાવવાના ધખારા ધરાવતો હોય છે. સ્વના સ્વાર્થ વિનાનો.‘હમારે સામને એક લક્ષ્ય હૈ, કેવલ કુર્સી કી લડાઈ નહીં હૈ…’, ૧૯૮૦માં મુંબઈના વાંદરા ખાતેના રેક્લેમેશનમાં ઊભાં કરાયેલા ‘સમતાનગર’માં ભારતીય જનતા પક્ષ (ભાજપ)નું પ્રથમ અધિવેશન મળ્યું ત્યારે અટલજી એના પ્રથમ અધ્યક્ષ તરીકે, નેહરુ અને ઈંદિરા ગાંધીની સરકારમાં પ્રધાન અને મુંબઈની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રહેલા જસ્ટિસ મોહમ્મદ કરીમ ચાગલા (મર્ચેન્ટ – કચ્છી ગુજરાતી) સાથેના મંચ પરથી બોલી રહ્યા હતાઃ ‘અભી હમારે સાથી મુઝે લેકર નારે લગા રહે થે, આપ કે પ્રેમ કી મૈં કદ્ર કરતા હૂં. મગર હમેં વ્યક્તિપૂજા કો બઢાવા નહીં દેના હૈ. અંધેરા હૈ, ઘનીભૂત અંધકાર હૈ, હમ એક અંધેરી ગલી મેં ઘુસ રહે હૈ. પ્રકાશ-કિરણ દિખાઈ નહીં દેતી, મગર ઈસ અંધેરે કો ચીરને કે લિયે એક ચિનગારી સે કામ નહીં ચલેગા. હમ મેં હરેક કો અપની-અપની જગહ પર ચિનગારી બન જાના હૈ.’ મુંબઈમાં રાષ્ટ્રીય સમાચાર સંસ્થાના હિંદી વિભાગના બાલ્ય-સંવાદદાતા તરીકે ‘ગાંધીવાદી સમાજવાદ’ને અપનાવતા અને પાછળથી ફગાવતા ભાજપના એ પાયાના પથ્થરોને નજીકથી નિહાળવાનો રોમાંચ કાંઈક અનેરો હતો. જસ્ટિસ ચાગલાએ ભાજપમાં ભારતનું ભવિષ્ય નિહાળીને નિર્લેપભાવે આશીર્વાદ આપવાનું પસંદ કર્યું હતું.સ્વજનોના ઘા ઝીલ્યા છતાં વિવેક ના ચૂક્યા.અનેકવાર સ્વજનોનાં હળાહળ પચાવી જનારા અટલજી ક્યારેક ગુજરાત ભાજપમાં શંકરસિંહ ફેઈમ ખજૂરાહો કાંડના ગાળામાં ઘરની વાત ઘરમાં રાખવા આવ્યા હતા. સ્વજનોએ જ ‘ધોતી બિકી આઠ કરોડ મેં’ના નારા લગાવીને જનસંઘ અને ભાજપના આ પિતાતુલ્ય વ્યક્તિત્વને કેટલી હદની વ્યથા પહોંચાડી હતી એ તો કવિ કૈદીરાયની કવિતામાં જ પ્રગટ થઈ શકેઃ
‘કૌરવ કૌન કૌન પાંડવ,
ટેઢા સવાલ હૈ દોનોં ઓર શકુનિ કા ફૈલા કૂટ જાલ હૈ.’
‘અપનોં કે મેલે મેં મીત નહીં પાતા હૂં’ની વ્યથા અનુભવતા અટલજીને સ્વજનો જ સૌથી વધુ ઘા અને છરકા કર્યાંનું ક્યારેક એ અંતરંગોને કહેવાનું ચૂકતા નથી. છતાં પ્રગટપણે એમણે ક્યારેક અવિવેક કર્યો હોય, અન્ય રાજકીય પક્ષના નેતાઓ માટે ય અવિવેકી ભાષા વાપરી હોય એવું ઉદાહરણ અડધી સદી કરતાં પણ લાંબી ચાલેલી એમની રાજકીય યાત્રામાં ભાગ્યે જ મળે છે. વડા પ્રધાન બન્યા પછી ય પોતાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સ્વયંસેવક ગણનાર અટલજી તત્કાલીન સરસંઘચાલક કુપહલ્લી સિતારામૈયા સુદર્શનને આવકારવા દરવાજે આવીને ઊભા રહે અને કહે પણ ખરા, ‘આપને મુઝે બુલા લિયા હોતા.’ત્રણ-ત્રણ વાર ખોડંગાતી કેન્દ્ર સરકારના વડા પ્રધાન બન્યા, પણ એમના યુગમાં કોઈ સાંસદ કે પ્રધાન એલફેલ નિવેદનો કરે નહીં એની પૂરતી તકેદારી રાખે. હાર-જીતને સમભાવથી લેવાની પ્રકૃતિ કેળવનાર વાજપેયી રાજકીય વિરોધીઓને શત્રુ નહીં, પણ સ્વજનભાવે જ નિહાળવાની પ્રકૃતિ ધરાવતા હતા. એટલે જ એમની ઊણપ કે ગેરહાજરી વર્તમાનમાં ય અનુભવાય છે.અટલજીનું વ્યાખ્યાન સંસદમાં કે જાહેર સભામાં સાંભળવું એ લહાવો લેખાતો. અસ્ખલિત કાવ્યમય શૈલીમાં એ શ્રોતાગણને ડોલાવે એવું રસિક વ્યાખ્યાન આપતા રહેતા. પદ્યશૈલી પણ સાવ સરળ, ગાંધીજીના પેલા કોશિયાને ય સમજાય એવી અને સાથે જ રાષ્ટ્રજતન અને સમર્પણનો સંદેશ આપનારી. દા.ત.ભારત જમીન કા ટુકડા નહીં, જીતા-જાગતા રાષ્ટ્રપુરુષ હૈ,
હિમાલય ઈસકા મસ્તક હૈ, ગૌરીશંકર શિખા હૈ. કશ્મીર કિરીટ હૈ, પંજાબ ઔર બંગાલ દો વિશાલ કંધે હૈ, વિંધ્યાચલ કટિ હૈ, નર્મદા કરધની હૈ. પૂર્વી ઔર પશ્ચિમી ઘાટ, દો વિશાલ જંઘાએં હૈ, કન્યાકુમારી ઈસકે ચરણ હૈ, સાગર ઈસકે પગ પખારતા હૈ.પાવસ કે કાલે-કાલે મેઘ ઈસકે કુંતલ કેશ હૈ, ચાંદ ઔર સૂરજ ઈસકી આરતી ઉતારતે હૈ.યહ વદન કી ભૂમિ હૈ, અભિનન્દન કી ભૂમિ હૈ, યહ તર્પણ કી ભૂમિ હૈ, યહ અર્પણ કી ભૂમિ હૈ.ઈસકા કંકર-કંકર શંકર હૈ, ઈસકા બિંદુ-બિંદુ ગંગાજલ હૈ, હમ જિયેંગે તો ઈસ કે લિયે, મરેંગે તો ઈસ કે લિયે.
– આ કવિતા પણ અટલજીના જ એક ભાષણનો જ અંશ છે.
વાજપેયી યુગમાં ક્યારેક ભાજપીનેતા પ્રમોદ મહાજને ઉત્તર પ્રદેશના ‘બાહુબલિ નેતા’ ડી. પી. યાદવને પક્ષમાં લીધા, પણ સાંજ પડતાં સુધીમાં તો એમને રુખસદ આપવી પડી હતી. થોડાક વખત પહેલાં ભાજપના વરિષ્ઠ નેતા (હવે માર્ગદર્શક મંડળમાંના) ડો. મુરલી મનોહર જોશી સાથે વાત થઈ તો કહેઃ ‘હરિભાઈ, પરિવર્તન તો પ્રકૃતિ કા નિયમ હૈ.’ વાત તો સાચી, પણ વાજપેયીયુગનો નોસ્ટાલ્જિયા શેં વીસરાય?ફરીને ભાજપના પ્રથમ અધિવેશનમાંના અટલજીના એ શબ્દો કાનમાં છેઃ ‘શિખર કી રાજનીતિ કે દિન લદ ગયે. જોડ-તોડ કી રાજનીતિ કા અબ કોઈ ભવિષ્ય નહીં રહા. પદ, પૈસા ઔર પ્રતિષ્ઠા કે પીછે પાગલ હોનેવાલોં કે લિયે હમારે યહાં કોઈ જગહ નહીં હૈ. જિન મેં આત્મસન્માન કા અભાવ હોં, વે દરબાર મેં જાકર મુજરે ઝાડે. હમ તો એક હાથ મેં ભારત કા સંવિધાન ઔર દૂસરે મેં સમતા કા નિશાન લેકર મૈદાન મેં જૂઝેંગે. હમ છત્રપતિ શિવાજી મહારાજ કે જીવન ઔર સંઘર્ષ સે પ્રેરણા લેંગે.