આગામી રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા વધુ 18 ઉમેદવારોની જાહેરાત કરાઈ છે જે પૈકી સૌથી વધુ ઉત્તરપ્રદેશમાં 7, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં 2-2 તેમજ છત્તીસગઢ, ઉતરાખંડ, હરિયાણા, કર્ણાટક અને ઝારખંડમાં 1-1 ઉમેદવારની જાહેરાત કરી છે.
છત્તીસગઢમાં સરોજ પાંડેને ટિકીટ અપાઇ છે જયારે ઉતરાખંડમાં અનિલ બલુનીને ઉમેદવાર બનાવાયા છે. રાજસ્થાનમાંથી કિરોડીલાલ મીણા અને મદનલાલ સૈની, મહારાષ્ટ્રમાંથી નારાયણ રાણે અને વી. મુરલીધરન, હરિયાણામાંથી ડી.પી. વત્સ, મધ્યપ્રદેશમાંથી અજય પ્રતાપ સિંહ અને કૈલાશ સોની, ઉત્તર પ્રદેશમાંથી અશોક વાજપેઈ, વિજયપાલસિંહ તોમર, સકલદીર રાજભર, કાંતા કર્દમ, અનિલ જૈન, જીવીએલ નરસિમ્હા રાવ, હરનાથસિંહ યાદવ, કર્ણાટકમાંથી રાજીવ ચંદ્રશેખર અને ઝારખંડમાંથી સમીર ઉરાંવના નામની જાહેરાત કરાઇ છે.
ભાજપના રાજ્યસભાના ઉમેદવારોની યાદી નીચે મુજબ છે
રાજ્ય ઉમેદવાર
છત્તીસગઢ સરોજ પાંડે
ઉત્તરાખંડ અનિલ બલુની
રાજસ્થાન કિરોડીલાલ મીણા
રાજસ્થાન મદનલાલ સૈની
મહારાષ્ટ્ર નારાયણ રાણે
મહારાષ્ટ્ર વી.મુરલીધરન
હરિયાણા ડી.પી.વત્સ
મધ્યપ્રદેશ અજય પ્રતાપ સિંહ
મધ્યપ્રદેશ કૈલાશ સોની
ઉત્તર પ્રદેશ અશોક વાજપાઇ
ઉત્તર પ્રદેશ વિજયપાલ સિંહ તોમર
ઉત્તર પ્રદેશ સકલદીપ રાજભર
ઉત્તર પ્રદેશ કાંતા મર્દમ
ઉત્તર પ્રદેશ અનિલ જૈન
ઉત્તર પ્રદેશ જીવીએલ નરસિમ્હા રાવ
ઉત્તર પ્રદેશ હરનાથસિંહ યાદવ
કર્ણાટક રાજીવ ચંદ્રશેખર
ઝારખંડ સમીર ઉરાંવ