લાલુની સામે ઘાસચારા કાંડનાં ચોથા કેસમાં ૧૯મીએ ચુકાદો

ડુમકા ઉચાપત કેસ સાથે સંબંધિત ચુકાદો ૧૯મી સુધી મોકુફ
લાલુની સામે ઘાસચારા કાંડનાં ચોથા કેસમાં ૧૯મીએ ચુકાદો

રાંચી,તા. ૧૭
આરજેડીના નેતા અને બિહારના પૂર્વ મુખ્યપ્રધાન લાલુ પ્રસાદ યાદવ સામે ઘાસચારા કૌભાંડનાં ચોથા કેસમાં રાંચીની ખાસ સીબીઆઈ કોર્ટ હવે ૧૯મી માર્ચના દિવસે તેનો ચુકાદો જાહેર કરશે. મુળભૂર્ત રીતે સમગ્ર દેશને હચમચાવી મુકનાર ડુમકા ઘાસચારા કૌભાંડ કેસમાં આજે ચુકાદો આપવામાં આવનાર હતો. પરંતુ આજે ચુકાદો મોકુફ કરી દેવામાં આવ્યો હતો. આ કેસમાં સુનાવણી પાંચમી માર્ચના દિવસે પૂર્ણ કરી લેવામાં આવી હતી પરંતુ ચુકાદો લાલુ યાદવ દ્વારા વારંવાર નવેસરની અરજી દાખલ કરવાના કારણે ચુકાદો મોકુફ કરી દેવામાં આવ્યો હતો. ચોથો કેસ ડુમકા તિજોરીમાંથી ૩.૧૩ કરોડ રૂપિયાની ઉચાપત સાથે સંબંધિત છે. એ વખતે લાલુ યાદવ બિહારના મુખ્યમંત્રી હતા. આ કેસમાં બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રા અને અન્ય ૨૯ લોકો પણ આરોપી છે. લાલુને ઘાસચારા કૌભાંડના ત્રણ કેસમાં પહેલાથી જ સજા આપવામાં આવી ચુકી છે. જ્યારે મિશ્રાને ઝારખંડમાં જુદી જુદી કોર્ટ દ્વારા બે ઘાસચારા કૌભાંડ કેસમાં અપરાધી જાહેર કરાયા છે. અત્રે નોધનીય છે કે, ૨૪મી જાન્યુઆરીના દિવસે સનસનાટીપૂર્ણ ઘાસચારા કોંભાડ સાથે જોડાયેલા અન્ય એક કેસ ચાઇબાસા તિજોરીમાંથી ઉચાપતના કેસમાં લાલુને દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. ઘાસચારા કૌભાંડના ત્રીજા કેસમાં લાલૂને સજા કરવામાં આવી હતી. સ્પેશિયલ સીબીઆઈ જજ એસએસ પ્રસાદે અગાઉ લાલૂ અને અન્ય ૫૦ અપરાધીઓને આ કેસમાં દોષિત ઠેરવ્યા હતા. વર્ષ ૧૯૯૨-૧૯૯૩માં ચાઈબાસા તિજોરીમાં ૩૩.૬૭ કરોડ રૂપિયાની ઉચાપત સાથે સંંબંધિત આ કેસ હતો. લાલૂની સાથે પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાને પણ જેલની સજા કરવામાં આવી હતી. તેમને પાંચ વર્ષની જેલની સજા કરવામાં આવી હતી. લાલૂ અને મિશ્રા બંનેને રાંચીની કોર્ટે પાંચ-પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. એવો આક્ષેપ હતો કે, બનાવટી ફાળવણી પત્રોનો ઉપયોગ કરીને ૩૩.૬૭ કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા. ૭.૧૦ લાખ રૂપિયાની મંજુર કરવામાં આવેલી રકમના બદલે આ રકમ ઉપાડવામાં આવી હતી. ત્રીજા કેસમાં બે સરકારી કર્મચારીઓ અને ચારામાં ચાર સપ્લાયર્સને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા.ઘાસચારા કોંભાડ સાથે સંબંધિત આ ત્રીજો કેસ હતો. આ મામલામાં બિહારના પૂર્વ મુખ્યપ્રધાન જગન્નાથ મિશ્રાને પણ દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. ચાઇબાસા ઉચાપતના કેસમાં કોર્ટે ૫૬ આરોપીઓ પૈકી ૫૦ને દોષિત જાહેર કર્યા હતા. ઘાસચારા કૌભાંડના મામલાઓ પૈકીના એક એવા દેવઘર તિજોરીમાંથી ઉચાપત સંબંધિત મામલામાં સીબીઆઈની ખાસ અદાલતે આરજેડી વડા અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવને છઠ્ઠી જાન્યુઆરીના દિવસે સાડા ત્રણ વર્ષની જેલની સજા ફટકારી હતી. એ વખતે કોર્ટે લાલૂ ઉપર પાંચ લાખ રૂપિયાનો દંડ પણ લાગૂ કર્યો હતો.લાલૂને જામીન પણ આપવામાં આવ્યા ન હતા. દેવઘર તિજોરીમાં ગેરકાયદેરીતે ૮૯.૨૭ લાખ રૂપિયાની ઉચાપત સાથે સંબંધિત મામલામાં આ ચુકાદો આપવામાં આવ્યો હતો. વિડિયો કોન્ફરન્સિંગ મારફતે લાલૂ સહિત ૧૬ દોષિતોએ રાંચીની બિરસામુંડા જેલમાં એક સાથે બેસીને આ ચુકાદો સાંભળ્યો હતો. ચુકાદો ત્રીજી જાન્યુઆરીના દિવસે આવવાનો હતો પરંતુ તારીખ એક એક દિવસ ટળી રહી હતી પરંતુ આખરે સજા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, લાલૂ પ્રસાદ યાદવ પરિવારને ૨૩મી ડિસેમ્બરના દિવસે મોટો ફટકો પડ્યો હતો. બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડીના વડા લાલૂ યાદવને ઘાસચારા કૌભાંડમાં વધુ એક મામલામાં રાંચીની સીબીઆઈ કોર્ટે દોષિત જાહેર કર્યા હતા. અલબત્ત કોર્ટે ૨૨ આરોપીઓમાંથી પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રા સહિત છ લોકોને નિર્દોષ છોડી મુક્યા હતા. ૧૯૯૬માં થયેલા આ કૌભાંડ સાથે જોડાયેલા એક મામલામાં ૨૦૧૩માં નિચલી અદાલતે લાલૂ યાદવને દોષિત જાહેર કર્યા હતા. આ કૌભાંડમાં એવા લોકો ઉપર અલગ અલગ છ કેસો ચાલી રહ્યા છે. ૨૩મી ડિસેમ્બરે ખાસ અદાલતે દેવઘરની સરકારી તિજોરીમાંથી ૮૪.૫૩ લાખ રૂપિયાની ગેરકાયદેરીતે ઉચાપતના મામલામાં લાલૂ યાદવને દોષિત જાહેર કર્યા હતા. જાન્યુઆરી ૧૯૯૬માં આશરે ૯૫૦ કરોડ રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો તે વખતે તત્કાલીન અધિકારી અમિત ખરેએ પશુપાલન વિભાગની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. ત્યારે એવા દસ્તાવેજ મળ્યા હતા જેનાથી જાણવા મળ્યુ કે વર્ષ ૧૯૯૦માં એવી કંપનીઓને સરકારી ભંડોળથી ચારા પુરવઠાના નામ પર પૈસા જારી કરવામાં આવ્યા હતા. જે કંપનીઓ હતી જ નહી. માર્ચ ૨૦૧૨માં ઘાસચારા કૌભાંડ સાથે સંબધિત કેસમાં ૪૪ લોકોની સામે ચાર્જશીટ દાખલ કરાઇ હતી. ઘાસચારા કૌભાંડમાં લાલુ મુશ્કેલીમાં છે.

ત્રણ કેસોમાં લાલુને પહેલાથી જ દોષિત ઠેરવાયા
લાલૂ કેસમાં મહત્વની વાતો
આરજેડીના નેતા અને બિહારના પૂર્વ મુખ્યપ્રધાન લાલુ પ્રસાદ યાદવ સામે ઘાસચારા કૌભાંડનાં ચોથા કેસમાં રાંચીની ખાસ સીબીઆઈ કોર્ટ હવે ૧૯મી માર્ચના દિવસે તેનો ચુકાદો જાહેર કરશે. મુળભૂર્ત રીતે સમગ્ર દેશને હચમચાવી મુકનાર ડુમકા ઘાસચારા કૌભાંડ કેસમાં આજે ચુકાદો આપવામાં આવનાર હતો. પરંતુ આજે ચુકાદો મોકુફ કરી દેવામાં આવ્યો હતો. લાલુ કેસમાં મહત્વની બાબતો નીચે મુજબ છે.
જ્ઞ્ લાલુ યાદવ સામે ચારા કૌભાંડના ચોથા કેસમાં ચુકાદો ૧૯મી માર્ચના દિવસે જાહેર કરાશે. આ કેસમાં સુનાવણી ૫મી માર્ચના દિવસે પૂર્ણ કરવામાં આવી હતી. પરંતુ લાલુ દ્વારા નવેસરની અરજીઓના પરિણામ સ્વરૂપે ચુકાદો મોકુફ રખાયો હતો. આ કેસ ડુમકા તિજોરીમાંથી ૩.૭૬ કરોડ રૂપિયાના ઉચાપત સાથે સંબંધિત છે. આ રકમ ૧૯૯૫થી ૧૯૯૬ વચ્ચે ઉપાડવામાં આવી હતી. આ મામલાની તપાસ સીબીઆઈએ ૧૧મી માર્ચ ૧૯૯૬ના દિવસે પૂર્ણ કર્યા બાદ અહેવાલ રજુ કર્યો હતો. ઘાસચારા કૌભાંડમાં લાલુની સામે પાંચ કેસો ચાલી રહ્યા છે
* ડુમકા તિજોરીમાંથી ઉચાપત સાથે સંબંધિત મામલામાં લાલુની સાથે સાથે આ કેસમાં પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રા અને અન્ય ૨૯ આરોપીઓ છે. જેમાં પૂર્વ આઈએએસ ઓફિસરનો પણ સમાવેશ થાય છે
* ઘાસચારા કૌભાંડના ત્રણ કેસોમાં લાલુ યાદવને અપરાધી જાહેર કરવામાં આવી ચુક્યા છે. જ્યારે મિશ્રાને બે કેસોમાં ઝારખંડમાં જુદી જુદી કોર્ટ દ્વારા દોષિત ઠહેરવામાં આવ્યા છે
* ૨૪મી જાન્યુઆરીના દિવસે ચારા કૌભાંડના જ ત્રીજા કેસ ચાઈબાસા તિજોરીમાંથી ૩૩.૬૭ કરોડ રૂપિયાની ઉચાપતના મામલામાં લાલૂને પાંચ વર્ષની સજા કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે, ઘાસચારા કોંભાડમાં પાંચ કેસોનો સામનો કરી રહ્યા છે જે પૈકી ત્રણ પેન્ડિંગ છે. અગાઉ લાલુ યાદવ સામે ઘાસચારા કૌભાંડના પાંચ કેસો રહેલા છે જે પૈકી દેવઘર તિજોરીમાંથી ઉચાપતના મામલામાં સાડા ત્રણ વર્ષની સજા કરવામાં આવી હતી
* આ ઘાસચારા કૌભાંડના ચાઈબાસા તિજોરીમાંથી ઉચાપતના કેસમાં કુલ ૫૬ લોકો આરોપી હતા જેમાં આરજેડીના વડા અને બિહારના પૂર્વ મુખ્યપ્રધાન લાલુ પ્રસાદ યાદવનો સમાવેશ થાય છે તેમાં પૂર્વ મુખ્યપ્રધાન જગન્નાથ મિશ્રા પણ સામેલ હતા. ૫૬ આરોપીઓ પૈકી ૫૦ને દોષિત ઠેરવવામાં આવ્યા છે. લાલૂ અને જગન્નાથ મિશ્રાને પાંચ-પાંચ વર્ષની સજા કરાઈ હતી
* વર્ષ ૨૦૧૪માં ઝારખંડ હાઇકોર્ટે એવા આધાર પર પેન્ડિંગ કેસો પૈકી ચારમાં લાલુ સામે ટ્રાયલ પર સ્ટે મુક્યો હતો કે એક કેસમાં અપરાધી જાહેર કરવામાં આવેલી વ્યક્તિને એક જ પુરાવા અને સાક્ષીઓના આધાર પર આવા જ કેસમાં ફરી અપરાધી જાહેર કરી શકાય નહી. જો કે સુપ્રીમ કોર્ટે આ આદેશને ફગાવી દીધો હતો અને તમામ પેન્ડિંગ રહેલા ચારા કોંભાડ કેસોમાં ટ્રાયલનો સામનો કરવા લાલુ અને અન્યોને આદેશ કર્યો હતો