વડોદરાઃ SOG પોલીસે ડ્રગ્સ-કૌભાંડ ઝડપ્યું, બે આરોપીની અટકાયત

વડોદરાઃ SOG પોલીસે ડ્રગ્સ-કૌભાંડ ઝડપ્યું, બે આરોપીની અટકાયત

વડોદરાઃ SOG પોલીસે ડ્રગ્સ-કૌભાંડ ઝડપી પાડવાના સમાચાર મળ્યા છે. ડ્રગ્સની હજાર જેટલી કેપ્સ્યૂલ સાથે 2 શખસની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી પેટાઝોસિન અને પેન્ટાલેબ નામનાં ઈન્જેક્શનો પણ જપ્ત કરી લેવામાં આવ્યાં છે.

મળતી વધુ વિગત મુજબ, વડોદરામાં યાકુતપુરા હજરત એપાર્ટમેન્ટમાં રહેતા નદીમ ભોલુ દાઢી અને રફીર શૈખ ઉત્તરપ્રદેશથી ડ્રગ્સની હજાર કેપ્સ્યૂલ, ઇન્જેક્શન લાવતા હતા. આરોપીઓ રૂ.5.49ના ઇન્જ્કેશન રૂ.200માં વેચતા હતા. માહિતીને આધારે બંને આરોપીઓ પર વોચ રાખી આજે તમને રંગેહાથે ઝડપી લીધા હતા. આરોપીઓ પાસેથી પેટાઝોસિન અને પેન્ટાલેબ નામનાં ઇન્જેક્શન જપ્ત કરી લેવામાં આવ્યાં છે. SOG પોલીસે પકડાયેલા આરોપીઓ સામે એનડીપીએસનો કેસ દાખલ કર્યો છે. પોલીસ હાલ તો પકડાયેલા બંને આરોપીઓની વધુ તપાસ કરી રહી છે