વિવાહ દરમિયાનના સોગંદ ફક્ત વચન માત્ર જ નથી- અલિશા પંવાર

વિવાહ દરમિયાનના સોગંદ ફક્ત વચન માત્ર જ નથી- અલિશા પંવાર

કલર્સનો શો ઈશ્ક મેં મરજાવાં અર્જુન બિજલાની અને અલીશા પંવારની યજમાનીમાં વધુ એક ગ્રાન્ડ એપિસોડનો સાક્ષી બનવા જઈ રહેલ છે. સ્ટોરીલાઈનમાં વળાંક જોવા મળશે અને દર્શકગણ આરોહી અને દીપને એકવાર ફરી પ્રતિજ્ઞા લેતાં શોમાં એક વિશેષ વિવાહ સમહારોહ જોશે. આમાં આરોહી મહેંદીની રસમ અને હલ્દીની રસમ પૂરી કરવા માટે તારાનો સહારો લેશે.
વિવાહના વચનો વિશે બોલતાં અલીશાએ કહ્યું, “વિવાહ ફક્ત બે વ્યક્તિઓનું મિલન નથી, આ આનાથી વધું કાંઈક છે. અને લગ્ન સમયના વચન માત્રથી કાંઈક વધુ છે. આ જીવનભરની પ્રતિબદ્ધતા છે જે તમારા લગ્નનો પાયો નાંખે છે. મારા અનુસાર, એક આદર્શ પુરુષ એ છે જે પોતાની સ્ત્રીનો આદર કરે અને તેણીના મહત્વને સમજે. મારો આદર્શ પુરુષ મારા પિતા છે.”
શો પર, તારા કોઈક પ્રકારે આરોહી પર પ્રભુત્વ મેળવી લેશે. શું આરોહી ફરી એક વખત બાજી ઉલટાવી દેશે?
વધુ જાણવા માટે, જોતાં રહો ઈશ્ક મેં મરજાવાં, દર સોમવારથી શુક્રવાર સાંજે ૭-૩૦ કલાકે, ફક્ત કલર્સ પર