વેનેઝુએલાની જેલમાં રમખાણઃ ૬૮ કેદીને ફૂંકી માર્યા

વેનેઝુએલાની જેલમાં રમખાણઃ ૬૮ કેદીને ફૂંકી માર્યા

વેનેઝુએલાના ઉત્તરમાં આવેલા વૈલેંસિયાની જેલમાં કેદીઓ વચ્ચે ફાટી નીકળતા તોફાનો દરમિયાન આગ લાગવાથી ૬૮ લોકોના મોત નિપજયાં હતાં. ઘટનાની જાણકારી વૈંલેંસિયાના એટોર્ની જનરલે આપી હતી.

તોફાનોમાં માર્યા ગયેલા લોકોના પરિવારના સભ્યો જેલની બહાર એકત્ર થયા ત્યાર બાદ સમગ્ર ઘટના ત્યારે સામે આવી હતી. જેલમાં કેદીઓ વચ્ચે ફાટી નિકળેલા તોફાનો વચ્ચે પોલીસે ગોળીબાર કરવાની ફરજ પડી હતી.

જેલમાં આટલા મોટા પ્રમાણમાં તોફાનો કઈ રીતે ફાટી નિકળ્યાં તેની હાલ કોઈ જ જાણકારી બહાર આવી નથી. એટોર્ની જનરલ તારક સાબએ જણાવ્યું હતું કે, ઘટનાની તપાસ ચલાવવામાં આવી રહી છે. ચાર પ્રોસિકયૂટર આ કેસની તપાસ કરી રહ્યાં છે. પોલીસ સ્ટેશનની નજીક જ બનાવવામાં આવેલી આ જેલમાં ૬૦ કેદીઓ રાખવાની ક્ષમતા હતી, પરંતુ અહીં જેલની ક્ષમતા કરતા વધારે કેદીઓ રાખવામાં આવતા હતાં.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ જેલમાં કેદીઓ ડ્રગ્સ, મશીનગન અને હથિયારો રાખતાં હતાં. ફોરેન્સિક ટીમ આ દિશામાં પણ તપાસ ચલાવી રહી છે.

જેલની બહાર એકત્ર થયેલા મૃતક કેદીઓના પરિજનોને સાંજ સુધી પોલીસે કોઈ જ માહીતી આપી ન હતી અને અંતે અશ્રુ ગેસના સેલ છોડીને તેમને ત્યાંથી ખદેડી દીધા હતાં. જેલ તોફાનોમાં માર્યા ગયેલા એક કેદીના પરિજને ટ્વિટ કરીને જણાવ્યું છે કે, ‘તેમને ન્યાય જોઈએ છે. અમે જાણવા માંગીએ છીએ કે આખરે થઈ શું રહ્યું છે.’ તારિક સાબે જણાવ્યું કે ચાર પ્રોસિકયુટર આ મામલાની તપાસ કરી રહ્યા છે.

 તેમણે જણાવ્યું કે આ જેલ પોલીસ સ્ટેશનથી નજીક હતી અને તેમાં આશરે ૬૦ કેદીઓ રાખવાની જગ્યા હતી, પરંતુ ક્ષમતાથી વધારે કેદીઓ રાખવામાં આવ્યા હતા. જેલોની પરિસ્થિતિ પર નજર રાખનારા ગ્રુપ વેનેઝુએલા ઓબ્ઝર્વેટરી ઓફ પ્રિઝનના જણાવ્યા પ્રમાણે, અહીંની જેલોમાં ક્ષમતાથી વધુ કેદીઓ હોવાના સમચાર આવતા હોય છે.

કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે જેલમાં કેટલાક કેદીઓની વચ્ચે ધક્કા-મુક્કીએ દંગાનું રૂપ લઇ લીધું. કેદીઓએ પોલીસ પર પણ હુમલો કરી દીધો. કેટલાક કેદીઓએ જેલમાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો. પોલીસના જણાવ્યા પ્રમાણે, તેમણે પરિસ્થિતિને કાબૂમાં કરવા માટે ફાયરિંગ કર્યું હતું.