the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

વેરા સિન્થેટીક્સ એનએસઈ એસએમઇ આઈપીઓ સમીક્ષા

વેરા સિન્થેટીક્સ એનએસઈ એસએમઇ આઈપીઓ સમીક્ષા (ટાળો)

વેરા સિન્થેટીક્સ લિમિટેડ (વીએસએલ) મત્સ્યઉદ્યોગ નેટ્‌સ, પીપી યાર્ન, પીપી / એચડીપીઈ રોપ્સ, પી.પી. ટ્‌વેન્સ અને નાયવરના ઉત્પાદનમાં રોકાયેલ છે. કંપની અમારા ફ્લેગશિપ બ્રાન્ડ “સુજલોન” હેઠળ તેના ઉત્પાદનોનું ઉત્પાદન અને વેચાણ કરે છે અને મુખ્યત્વે માછીમારી ક્ષેત્ર અને અને અન્ય આનુસંગિક ઉપયોગમાં લેવામાં આવે છે. તેની ઉત્પાદન સુવિધાને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે, જેમ કે ડિવિઝન ૧ અને વિભાગ ર (બંને મામસા, ગુજરાત)
હાલમાં વીએસએલ દેશના જુદા જુદા પ્રદેશોમાં તેના , વેપારીઓ અને ડિસ્ટ્રીબ્યુટર્સ સાથે સ્થાનિક બજારોમાં કાર્ય રત છે જેથી આ રીતે વ્યાપક ભૌગોલિક હાજરીનો ફાયદો ઉઠાવી શકે છે. હાલમાં તે વેપારીને / ડીસ્ટ્રીબ્યુટરો, માછીમારોને અથવા ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, પંજાબ, તમિલનાડુ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, દિલ્હી, રાજસ્થાન વગેરેમાં સીધું વેચાણ કરે છે. તેણેે તાજેતરમાં નિકાસ બજારોમાં પ્રવેશ કર્યો છે.
તેની કાર્યકારી મૂડી અને સામાન્ય કોર્પસ ફંડની જરૂરિયાત માટે અંશતઃ ફંડ એકત્રિત કરવા માટે માટે આ કંપની મેઈડન આઈપીઓ દ્વારા તેનો રૂ. ૧૦ નો એક એવા ૧૩૩૫૦૦૦ ઈકવીટી શેર, શેર દીઠ રૂ. ૪૦ ના મુકરર ભાવથી ઓફર કરીને પ.૩૪ કરોડ એકત્રિત કરવા મૂડી બજારમાં આવેલ છે. જાહેર ભરણા માટે આ ઈસ્યુ તા. ૨૮.૦૩.૨૦૧૮ ના રોજ ખુલશે અને તા. ૦૪.૦૩.૨૦૧૮ના રોજ બંધ થશે. ઓછામાં ઓછી અરજી ૩૦૦૦ શેર્સ માટે અને તેના પછીના ગુણાંકમાં કરવાની રહેશે. ફાળવણી પછી તેમના શેર એન એસ ઈ એસ એમ ઈ પર લીસ્ટ થશે. આ ઈસ્યુના લીડ મેનેજર પેન્થોમેથ કેપિટલ એડવાઈઝર્સ લી છે જયારે રજીસ્ટ્રાર લીન્ક ઈનટાઈમ ઈન્ડિયા પ્રા. લિ છે. આ ઈસ્યુ, ઈસ્યુ પછીની તેમની ભરપાઈ થયેલ મૂડીના ૨૭.૦૫ ટકા હિસ્સો આપશે. તેમણે બધા શેર ભાવોભાવ આપેલ છે અને ઓકટોબર ર૦૧૭ મુ એક શેર પર એક બોનસ શેર આપેલ છે.પ્રમોટરો દ્વારા સંપાદિત શેરની સરેરાશ કિંમત શેર દીઠ રૂ. ૦.૪૪ અને રૂ. ૨.૧૯ છે. આ ઈસ્યુ પછી તેમની હાલની ભરપાઈ થયેલ મૂડી જે રૂ. ૩.૬૦ કરોડ છે તે વધીને રૂ. ૪.૯૪ કરોડ થશે.
દેખાવને મોરચે, આ કંપનીનું ટર્ન ઓવર /નફો અનુક્રમે રૂ. ૧૯.૭૬ કરોડ / રૂ. ૦.૩૩ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૪), રૂ. ૨૪.૪૯ કરોડ / રૂ. ૦.૦૫ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૫), રૂ. ૨૧.૯૫ કરોડ / રૂ. ૦.૨૭ કરોડ (નાણાકીય વર્ષ ૧૬) અને રૂ. ૧૮.૪૪ કરોડ / રૂ .૦.૩૪ કરોડ (નાણાકીય વર્ષ ૧૭) નોંધાવેલ છે. ચાલુ નાણાકીય વર્ષના પૂર્વાર્ધમાં આ કંપનીએ રૂ.૯.૭૨ કરોડના ટર્નઓવર પર રૂ. -(૧.૩૩) કરોડ નુકશાન દર્શાવેલ છે. આ રીતે આ કંપની ટપલાઈનની ઘટતી જતી રૂખ વચ્ચે દેખાવમાં અસાતત્ય દર્શાવે છે. અને આ રીતે તેણે ચાલુ નાણાકીય વર્ષના પૂર્વાર્ધમાં ભરે નુકશાન બતાવેલ છે, જેણે કદાચ છેલ્લા પાંચ વર્ષની કમાણીને ધોઈ નાખી છે.છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં ં તેણે શેર દીઠ સરાસરી આવક રૂ. ૦.૭૫ અને સરેરાશ આર ઓ એન ડબલ્યુ, રૂ. ૫.૮૧ દર્શાવેલ છે. પૂર્વાર્ધમાં તેણે નકારાત્મક શેર દીઠ આવક -(૨.૮૬) અને આર ઓ એન ડબલ્યુ – (૨૭.૨૫%) દર્શાવેલ છે. તા. ૩૦.૯.૨૦૧૭ના એન એ વી રૂ. ૧૦.૫૧ના આધારે ઈસ્યુનો ભાવ ૩.૮૧ના પી/બીવીથી આવે છે અને ઈસ્યુ પછીના એન એ વી રૂ. ૧૮.૪૯ મુજબ ર.૧૬ ના પી /બીવી થી આવે છે. નકારાત્મક આવકને કારણે, પી/ઈ પણ નકારાત્મક રહેશે. તેમણે જણાવેલ છે કે ‘ગારવેર વેલ’ તેમના લીસ્ટેડ હરિફ છે જેઓના શેર ર૧ના પી ઈ રેશિયોથી (બી એસ ઈ પર તા. ૨૧.૦૩.૧૮નો બંધ) વેચાઈ રહેલ છે.
મર્ચંટ બેંક મોરચે, છેલ્લા ત્રણ વર્ષમાં આ તેમની ૬૬ મી કામગીરી છે, તેમના ૧૦ લીસ્ટીંગમાંથી લીસ્ટીંગના દિવસે ૧ ડીસ્કાઉન્ટ ભાવે, એક માત્ર ઓફર ભાવ કરતાં રૂ. ૦.૦પ ના વધારે ભાવે, અને સાત ૪% થી ર૦ % ના પ્રિમિયમથી અને એક (મેઈન બોર્ડ આઈ પી ઓ ) ૧૩૦%ના પ્રિમિયમથી ખુલેલ હતો.
નિષ્કર્ષ / ઇન્વેસ્ટમેંટ સ્ટ્રેટેજી
કંપની અસંગત કામગીરી ધરાવે છે અને ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં તેણે ખોટ કરી છે. ઇશ્યૂ ભાવ વધારે પડતા છે આ ઈસ્યુને છોડી દેવામાં કોઈ નુકસાન નથી.