શહેરના ઉત્તરીય વિસ્તારમાં નોર્થ વે પ્રોપર્ટી એક્સ્પો ૨૦૧૮નું આયોજન

શહેરના ઉત્તરીય વિસ્તારમાં નોર્થ વે પ્રોપર્ટી એક્સ્પો ૨૦૧૮નું આયોજન

અમદાવાદ, ૨૯ માર્ચ, ૨૦૧૮ઃ અદભૂત શહેર અમદાવાદ ચાર ઝોન ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમમાં વહેંચાયેલું છે. જે ઝડપથી વિકસિત થઈ રહ્યા છે અને હજારો એકર જમીનમાં પથરાયેલ છે. શહેરનો ઉત્તર ભાગ પણ હવે ખૂબ ઝડપથી વિકાસ પામી રહ્યો છે અને ત્યાં અનેક નવા રહેણાંક કોમ્પ્લેક્સીસ અને કમર્શિયલ હબ બની રહ્યા છે. અહીં મેટ્રો જેવા નવી સુવિધાઓ પણ ખૂબ ઝડપથી આગળ વધી રહી છે અને શહેરના અન્ય લેન્ડમાર્ક્સ જેમકે નેશનલ હાઈવે, એરપોર્ટ, હોસ્પિટલ્સ સાથે કનેક્ટિવિટી હજુ પણ ભવિષ્યમાં વધશે. આ ઉપરાંત અનોખું મોડર્ન સ્ટેડિયમ પણ શહેરના અન્ય લેન્ડમાર્ક સમાન છે.
ઉત્તરીય વિસ્તારમાં થઈ રહેલા વિકાસ અને પ્રગતિ અંગે જાગૃતિ ફેલાવવા માટે સિટી સ્પર્શ ઈવેન્ટ દ્વારા નોર્થવે પ્રોપર્ટી એક્સ્પો ૨૦૧૮ની અમદાવાદમાં ઘોષણા કરવામાં આવી હતી. આ એક્ઝિબિશનમાં ૪૦થી વધુ ડેવલપર્સ સામેલ થઈ રહ્યા છે. પ્રોપર્ટી શોનું આયોજન ૨૮ એપ્રિલ અને ૨૯ એપ્રિલ દરમિયાન ટ્‌વીન સિટી રોડ, અમદાવાદ ખાતે થવાનું છે.
આ શોમાં ૧૦૦થી વધુ પ્રોપર્ટીઝ ૪૦થી વધુ ડેવલપર્સ દ્વારા રજૂ કરાશે જેમાં તમામ પ્રકારના પ્રોજેક્ટ્‌સ જેમકે વિવિધ પ્રકાર, સાઈઝ, લોકેશન તથા સ્કેલના પ્રોજેક્ટ્‌સ સિંગલ પ્લેટફોર્મ પર રજૂ થશે. આ શોમાં ૧૫થી વધુ ઈન્ડસ્ટ્રી પ્રોફેશનલ્સ સામેલ થશે જેઓ તકો મેળવશે. અમને આશા છે કે આ એક્ઝિબિશનમાં ૨૫૦૦૦થી વધુ લોકો આવી શકે છે.
સ્પર્શ ઈવેન્ટના સાગર શાહે કહ્યું હતું, ‘અમદાવાદ નોર્થ રેસિડેન્સિયલ માર્કેટ બની રહ્યું છે અને શહેરમાં અનેક જાણીતા કિફાયત ઘરોનું સ્થાન બની રહ્યું છે. આ વિસ્તાર પર કેટલાક રિયલ એસ્ટેટ ડેવલપર્સ, રોકાણકારો અને એન્ડ યુઝર્સે લક્ષ આપ્યું છે. કેટલાક સ્થળોથી ઈન્ટરનેશનલ એરપોર્ટ સુધીનું જોડાણ છે અને સાથે અહીં ઈન્ડસ્ટ્રીઝ અને મલ્ટી નેશનલ કંપનીઝની હાજરી પણ છે જે રેન્ટર્સને પણ આકર્ષે છે. તમામ ઉત્તરીય વિસ્તારમાં રિસર્ચ પછી એ આ એક્સ્પો યોજી રહ્યા છીએ જેમાં ગ્રાહકોને યોગ્ય વેલ્યુ સાથે યોગ્ય સમયે યોગ્ય લોકો તરફથી ઓફરિંગ્સનો લાભ મળી શકે છે.
વિવિધ ગ્રૂપ્સના ડેવલપર્સ પણ પત્રકાર પરિષદમાં હાજર હતા અને તેમણે કહ્યું હતું કે આ સન્માનીય અવસર છે કે અમે શહેરના વિકાસ માટેના એક્સ્પોમાં સામેલ છીએ. અમને આનંદ છે કે આ પ્રોપર્ટી શોમાં અનેક લોકો અને ડેવલપર્સને લાભ થશે. તે ગ્રાહકોને પ્રોપર્ટી વિશે એક છત્ર નીચે જાણકારી મેળવવામાં મદદ કરશે અને ડેવલપર્સ તરીકે અમે એ માટે પૂરતા પ્રયાસો કરીશું.