the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

શેરબજારમાં તીવ્ર તેજી : સેંસેક્સ ૬૧૧ પોઇન્ટ ઉછળીને બંધ રહ્યો

એસએન્ડપી બીએસઈ સેંસેક્સ ૩૩૯૧૮ની સપાટી પર બંધ રહ્યો
શેરબજારમાં તીવ્ર તેજી : સેંસેક્સ ૬૧૧ પોઇન્ટ ઉછળીને બંધ રહ્યો
ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન એક વર્ષમાં ઇન્ડેક્સમાં સૌથી મોટો ઉછાળો નોંધાતા આશા જાગી : નિફ્ટી ૧૯૫ પોઇન્ટ ઉછળીને ૧૦૪૨૧ની સપાટીએ

મુંબઇ,તા. ૧૨
શેરબજારમાં આજે એકાએક જોરદાર તેજીનું મોજુ ફરી વળ્યું હતું. ચાવીરુપ એશિયન બજારમાં તેજીની સીધી અસર ભારતીય શેરબજારમાં પણ જોવા મળી હતી. બીએસઈ સેંસેક્સ ૬૧૧ પોઇન્ટ ઉછળીને ૩૩૯૧૮ની સપાટી પર પહોંચી ગયો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ૧૯૫ પોઇન્ટ ઉછળીને ૧૦૪૨૧ની સપાટીએ રહ્યો હતો. છેલ્લા એક વર્ષના ગાળામાં ઇન્ડેક્સ માટે ઇન્ટ્રાડેના ગાળા દરમિયાન આજે સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારોમાં પણ તેજી રહી હતી. નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સમાં ૨.૬૨ ટકાનો ઉછાળો રહ્યો હતો. આઈટીસી, તાતા ગ્લોબલ બેવરેઝના શેરમાં મોટો ઉછાળો રહ્યો હતો. આવી જ રીતે નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં ૨.૧૪ ટકાનો ઉછાળો રહ્યો હતો. જિંદાલ સ્ટેનલેસ, જિંદાલ સ્ટીલ એન્ડ પાવર અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના શેરમાં ઉછાળો રહ્યો હતો. શુક્રવારના દિવસે સેંસેક્સ ૪૪ પોઇન્ટ ઘટીને ૩૩૩૦૭ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૬ પોઇન્ટ ઘટીને ૧૦૨૨૭ની નીચી સપાટીએ રહ્યો હતો. ફેબ્રુઆરી ૨૦૧૮ માટે ડબલ્યુપીઆઈનો આંકડો બુધવારના દિવસે જારી કરવામાં આવનાર છે. ડબલ્યુપીઆઈ આધારિત ફુગાવો જાન્યુઆરી મહિનામાં ૨.૮૪ ટકાની છ મહિનાની નીચી સપાટીએ રહ્યો હતો. રિટેલ ફુગાવાનો આંકડો જારી કરવામાં આવ્યા બાદ તેને લઇને પણ શેરબજાર ઉપર અસર થઇ શકે છે. ડબલ્યુપીઆઈ ફુગાવો ખાદ્યાન્ન ચીજવસ્તુઓના ભાવ નીચા રહેવાથી ૨.૮૪ ટકા રહ્યો હતો જે છ મહિનાની નીચી સપાટી છે. મૂડીરોકાણકારો શનિવારના દિવસે યોજાયેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવાયેલા નિર્ણયને ધ્યાનમાં લઇને આગળ વધી શકે છે. કાઉન્સિલની બેઠકમાં વધુ સરળ પ્રક્રિયા સાથે આગળ આવવામાં સફળતા મળી ન હતી. આ નિર્ણય આગામી બેઠક ઉપર મોકૂફ કરી દેવામાં આવ્યો હતો. સરળ જીએસટી અંગે કોઇ નિર્ણય થયો ન હતો. જો કે, ઇ-વે બિલને પહેલી એપ્રિલના દિવસે અમલી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અમેરિકી અર્થતંત્રમાં ફેબ્રુઆરી મહિનામાં તેજી રહી છે. ૩૧૩૦૦૦ નોકરીના આંકડા ઉમેરાઈ ગયા છે. બેંક ઓફ જાપાનની બેઠક આવતીકાલે મંગળવારના દિવસે યોજાનારી છે. છેલ્લી મિટિંગમાં રેટ યથાવત રાખવામાં આવ્યા હતા. ડિફેન્સ સાધનો બનાવતી કંપની ભારત ડાયનામિક્સ (બીડીએલ) દ્વારા ૯૬૦ કરોડ રૂપિયા ઉભા કરવા માટે ૧૩મી માર્ચના દિવસે આઈપીઓ લાવવામાં આવનાર છે. આ ઇશ્યુની પ્રાઇઝબેન્ડ પ્રતિશેર ૪૧૩ રૂપિયાથી લઇને ૪૨૮ રૂપિયા રાખવામાં આવી છે. આ ઇશ્યુ ૧૫મી માર્ચના દિવસે બંધ થશે. આવી જ રીતે કોલકાતા સ્થિત બંધન બેંક દ્વારા પણ ૪૪૭૩ કરોડ રૂપિયા ઉભા કરવાના હેતુસર ઇશ્યુ લોંચ કરવામાં આવનાર છે. બંધન બેંક દ્વારા પ્રતિ ઇક્વિટી શેર ૩૭૦થી ૩૭૫ રૂપિયાની પ્રાઇઝ બેંડ નક્કી કરવામાં આવી છે. ફેસ વેલ્યુ ૧૦ રૂપિયા રહેશે. ૧૧.૯૨ કરોડ શેરનું કુલ કદ રહેનાર છે. આ ઉપરાંત સરકારી હિન્દુસ્તાન એરોનોટિક્સનો ૪૨૦૦ કરોડ રૂપિયાનો આઈપીઓ ૧૬મી માર્ચના દિવસે ખુલ્યા બાદ ૨૦મી માર્ચના દિવસે બંધ થશે. અન્ય કંપની કાર્ડા કન્સ્ટ્રક્શન દ્વારા ૧૬મી માર્ચના દિવસે આઈપીઓ લાવનાર છે. આ કંપની ૭૭.૪૦કરોડ રૂપિયા ઉભા કરવાની યોજના ધરાવે છે. આનો મતલબ એ થયો કે, આ સપ્તાહમાં એક પછી એક આઈપીઓ બજારમાં આવનાર છે જેથી કારોબારીઓની નજર નવા આઈપીઓમાં નાણા રોકવા ઉપર કેન્દ્રિત રહેશે. હાલમાં જારી કરાયેલા આંકડામાં વર્ષ ૨૦૧૭-૧૮ના ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથ રેટ ૭.૨ ટકા રહ્યો હતો. વર્ષ ૨૦૧૭-૧૮ના બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી દર ૬.૫ ટકા રહ્યો હતો. આ ત્રિમાસિક ગાળામાં સ્થાનિક અને અન્ય વૈશ્વિક કારણોસર દેશનો જીડીપી ગ્રોથ રેટ ઓછો રહેવાનો અંદાજ હતો. જીડીપી જુલાઈ-સપ્ટેમ્બરના ગાળામાં ૬.૩ ટકા સુધી રહ્યો હતો. એપ્રિલ-જૂનના ત્રિમાસિક ગાળામાં ૫.૭ ટકાની ત્રણ વર્ષની નીચી સપાટીએ રહ્યા બાદ જુલાઈ-સપ્ટેમ્બરના ગાળામા તેમાં ઉછાળો નોંધાયો હતો. તે પહેલા ૭.૫ ટકાનો આંકડો રહ્યો હતો. સાતમી ફેબ્રુઆરીના દિવસે દેશની સર્વોચ્ચ બેંક આરબીઆઈની નાણાંકીય નીતિ સમીક્ષાના પરિણામ અને નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં મોનિટરી પોલિસી કમિટિએ રિવર્સ રેપોરેટ,બેંક રેટ, સીઆરઆરને યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. એમએસસીઆઈના એશિયા પેસિફિક શેર ઇન્ડેક્સમાં તેજી રહી હતી. જાપાનના કારોબારમાં ઉછાળો નોંધાયો હતો. જાપાનના નિક્કીમાં ૧.૬ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. અમેરિકામાં જોબ ડેટામાં જણાવવામાં આવ્યું છે કે, ગયા મહિને ૩૧૩૦૦૦ નવી નોકરીઓ આપવામાં આવી છે. આમા ૨.૬ ટકાનો વધારો થયો છે.