the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

સંપૂર્ણ પારિવારિક કોમેડી ફિલ્મ છે ગુજરાતી વેડિંગ ઈન ગોવા

સંપૂર્ણ પારિવારિક કોમેડી ફિલ્મ છે ગુજરાતી વેડિંગ ઈન ગોવા

અમદાવાદ માર્ચ-૨૦૧૮ઃ આજે જ્યારે એક પછી એક ગુજરાતી ફિલ્મો સફળતા ના શિખરો સર કરી છે ત્યારે ગુજરાતી વેડિંગ ઈન ગોવા ૩૦મી માર્ચે રજુ થવા જય રહી છે જે સંપૂર્ણ પારિવારિક કોમેડી ફિલ્મ છે જેને જોતા તમે તમારા હાસ્ય ને રોકી નહિ શકો અને તમારા દરેક ટેંશન એ હાસ્ય માં ખોવાઈ જશે. આ ફિલ્મ માં ગુજરાતી પરિવાર ગોવા માં જઈને લગ્ન કરવાનું વિચારે છે અને ગોવા માં દરેક લગ્ન ની વિધિઓ કરવામાં આવે છે જે તમને કોઈ બૉલીવુડ ફિલ્મ થી ઓછું નહિ લાગે તો જો તમે હાસ્ય, લગ્ન, ગંભીરતા, જેવી અનેક વસ્તુ એકજ સાથે જોવા માંગતા હોવ તો ૩૦મી માર્ચે તમારા નજીક ના સિનેમાઘરો માં જવાનું ચુકતા નહિ.
આ ફિલ્મ આજની યુવાપેઢી ના છોકરા અને છોકરીઓ વચ્ચેનું પ્રેમ,ઝઘડા,ગુસ્સો,પાગલપન એવા જીવન ના અનેક પાસાઓ ને સમાવી લેતી સમગ્ર પરિવાર સાથે જોઇ શકાય તેવી એક સુસંસ્કૃત અને આનંદી કોમેડી ફિલ્મ છે.ફિલ્મ નિતીન થન્કી, ઇન્દ્રસિંઘ રાજપુરોહીત અને ગ્રાંડ ફેમીલી ફિલ્મ દ્રારા રાજહીત પ્રોડક્શન ના સહયોગ થી બનાવ્વામાં આવી છે. આ ફિલ્મ માં મુખ્ય ભૂમિકામાં જય, શીવાંગ બ્રહ્મભટ્ટ, ચન્દ્રેશ, ગીત, ગરીમા, નેહલ, જેની, ભાવીની બેન અને ચિંતન(બીગબોસ માં જલ્લાદ ની ભૂમિકા કરેલ છે) છે.
ફિલ્મ ના ગીતો માં મન નું ગોકુલ મારુ-પાર્થ ઓઝા અને દર્શના ગાંધી,મલી નજર જો નજર થી- જીગરદન ગઢવી,ચાંદ જેવો ચહેરો- પાર્થ ઓઝા, જીગરદન ગઢવી,જલ્પા દવે,નિકીતા શાહ,મયુરી દેસાઇ અને બેલા પટેલ, બેચલર્સ પાર્ટી- સુરજ ચૌહાણ અને રોની રાજહીત,કેમ કરીને મનાવુ- કીર્તીદન ગઢવી, બર્થડે પાર્ટી થીમ- ચોરુસ,ફટના કપલેટ-નિકીતા શાહ અને અભીતા પટેલ અને ગુજરાતી વેડીંગ ઇન ગોવા થીમ- ચોરુસ દ્રારા આપવામાં આવ્યું છે.ફિલ્મ માં સમીર માના દ્રારા સંગીત આપવામાં આવ્યું છે.