સિદ્ઘાર્થ અરોડા કલર્સના “લાડો-વીરપુર કી મર્દાની”માં ડ્રામાને વધુ મસાલેદાર બનાવે છે

સિદ્ઘાર્થ અરોડા કલર્સના “લાડો-વીરપુર કી મર્દાની”માં ડ્રામાને વધુ મસાલેદાર બનાવે છે

કલર્સનો લોકપ્રિય સામાજિક ડ્રામા લાડો-વીરપુર કી મર્દાની એ અનુષ્કાના જીવનમાં નવા વળાંક સાથે દર્શકોને પોતાના ટીવીના પડદાઓસાથે ચોંટાડી રાખેલ છે. તાજેતરમાં, અનુષ્કાએ પોતાની જાતને શેઠી પરિવારમાં પામી છે જેઓ તેણીને એક રાજકુમારીની જેમ પ્રેમ કરે અને પંપાળે છે. શોના ફાળ ભરવાની સાથે, શોમાં નાસીર ખાન, માનિની ડે, ફરીદા દાદી અનેચારુ આસોપા જેવા કલાકારોની આખી હરોળ જોવા મળી રહેલ છે જેઓ અનુષ્કાના જીવનમાં અગત્યની ભૂમિકા ભજવી રહેલ છે. અને, શોમાં તાજેતરનો ઉમેરો અભિનેતા સિદ્ઘાર્થ અરોડા હશે જેણે દર્શકોને ઘણાં બધા શોમાં પોતાના પરફોર્મન્સિસ વડે પ્રભાવિત કરેલા છે. તે જુહીનો બાળપણનો મિત્ર, શૌર્યની ભૂમિકા ભજવી રહેલ છે જે અનુષ્કાના જીવનમાં નવા વળાંક અને ઘુમાવ લઇને આવશે.
શો નો ભાગ હોવા બાબતે પોતાની ઉત્તેજનાને વ્યક્ત કરતાં, સિદ્ઘાર્થ અરોડાએ કહૃાું, “ઘરે પાછા આવ્યાં જેવું લાગે છે કેમ કે કલર્સ સાથે આ મારો ત્રીજો શો છે. યોગાનુયોગે, તમામ શો રાત્રે ૯-૩૦ કલાકના સ્લોટમાં જ રહૃાાં. દરેક અભિનેતા જયોર તે ચોકકસ ભૂમિકા પસંદ કરે છે તો તેમાં એવું કાંઇક અલગ શોધી રહેલ હોય છે. અને મારા માટે શૌર્યનું પાત્ર બિલકુલ જીતી લેવા જેવું હતું કારણ કે તે ઘેલો પ્રેમી છે જે ભૂતકાળમાં કયારેય જોવા મળેલ નથી. શૌર્યની ભૂમિકા માત્ર રસપ્રદ જ નથી પણ આને વિવિધ લાગણીઓથી ભરપૂર વિભિન્ન પરતો છે. આ મને માત્ર મારા નવા મુકામોને ખૂંદવાની જ તક નથી આપતું પણ એક અભિનેતા તરીકેના મારા હુનરને પણ મઠારનાર છે. વધુમાં, હું અવિકા ગોર સાથે કામ કરવા બાબતે સાચે જ રોમાંચિત છું અને એક ભરપુર અનુભવની રાહ જોઇ રહેલ છું.”
બાળપણના મિત્રો શૌર્ય અને જૂહી એક બીજાથી વિખુટાં ન પાડી શકાય તેવા હતાં પણ તેઓના પરિવારો વચ્ચેના વૈમનસ્યએ તેઓને અળગા કરી દીધાં. ઘણાં બધાં વર્ષો પછી પણ શૌર્યપોતાની બાળપણની મિત્રને ભૂલ્યો નથી અને તેણીની શોધ કરી જ રહેલ છે. પણ, એક દિવસ એની પ્રાર્થના ફળી તે પોતાના પ્રેમ જૂહીની સામે આવી જાય છે પણ આ મેળાપ અનુષ્કા માટે આંચકારૂપ નીવડે છે. શું શૌર્ય અનુષ્કાની વાસ્તવિકતાને જાણી જશે? અનુષ્કા આ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરશે?
વધુ જાણવા માટે, લાડો-વીરપુર કી મર્દાની જોતાં રહો દર સોમવારથી શુક્રવાર રાત્રે ૯-૩૦ કલાકે ફક્ત કલર્સ પર