સેંસેક્સ ૧૩૯ પોઇન્ટ રિકવર થઇને અંતે બંધ

સેંસેક્સ ૧૩૯ પોઇન્ટ રિકવર થઇને અંતે બંધ
ફેડ પોલિસી પરિણામ પૂર્વે શેરબજારમાં રિકવરી રહી
નિફ્ટી ૩૧ પોઇન્ટ રિકવર થઇ ૧૦૧૫૫ની ઉંચી ઉપર રહ્યો : રેટમાં કુલ ત્રણ વખત વધારો કરાય તેવી સંભાવના

મુંબઇ,તા. ૨૧
શેરબજારમાં આજે રિકવરી રહી હતી. સેંસેક્સ અને નિફ્ટી બંનેમાં ઉછાળો નોંધાયો હતો. ફેડરલ રિઝર્વના પરિણામ આજે જાહેર કરવામાં આવનાર છે. જેના ભાગરુપે તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. વૈશ્વિક બજારોમાં હલચલ જોવા મળી હતી. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કોઇ વધારો કરવામાં આવે છે કે કેમ તેના ઉપર રોકાણકારોની નજર કેન્દ્રિત થઇ છે. આજે કારોબારના અંતે સેંસેક્સ ૧૩૯ પોઇન્ટ રિકવર થઇ ૩૩૧૩૬ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૩૧ પોઇન્ટ રિકવર થઇને ૧૦૧૫૫ની સપાટીએ રહ્યો હતો. અમેરિકી સેન્ટ્રલ બેંક દ્વારા ગયા વર્ષે જણાવવામાં આવ્યું હતું કે, ૨૦૧૮માં ત્રણ વખત રેટમાં વધારો કરવામાં આવશે પરંતુ કેટલાક રોકાણકારો માની રહ્યા છે કે, ફિસ્કલ સ્ટીમ્યુલસ અને ફુગાવાના દબાણના સંકેતના લીધે વધુ એક વધારો કરવામાં આવી શકે છે. ગઇકાલેે કારોબારના અંતે સેંસેક્સ ૭૪ પોઇન્ટ રિકવર થઇને ૩૨૯૯૬ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૦૧૨૪ની સપાટીએ રહ્યો હતો તેમાં ૩૦ પોઇન્ટની રિકવરી થઇ હતી. હાલમાં જારી કરાયેલા આંકડામાં વર્ષ ૨૦૧૭-૧૮ના ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથ રેટ ૭.૨ ટકા રહ્યો હતો. વર્ષ ૨૦૧૭-૧૮ના બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી દર ૬.૫ ટકા રહ્યો હતો. આ ત્રિમાસિક ગાળામાં સ્થાનિક અને અન્ય વૈશ્વિક કારણોસર દેશનો જીડીપી ગ્રોથ રેટ ઓછો રહેવાનો અંદાજ હતો. જીડીપી જુલાઈ-સપ્ટેમ્બરના ગાળામાં ૬.૩ ટકા સુધી રહ્યો હતો. એપ્રિલ-જૂનના ત્રિમાસિક ગાળામાં ૫.૭ ટકાની ત્રણ વર્ષની નીચી સપાટીએ રહ્યા બાદ જુલાઈ-સપ્ટેમ્બરના ગાળામા તેમાં ઉછાળો નોંધાયો હતો. તે પહેલા ૭.૫ ટકાનો આંકડો રહ્યો હતો. બજાર સાથે જોડાયેલા લોકો સંસદમાં ઘટનાક્રમ ઉપર પણ નજર રાખી રહ્યા છે. મોટા રાજકીય ઘટનાક્રમના ભાગરુપે ચંદ્રાબાબુ નાયડુના નેતૃત્વમાં ટીડીપી અને જગનમોહન રેડ્ડીના નેતૃત્વમાં વાયએસઆર કોંગ્રેસે મોદી સરકાર સામે અવિશ્વાસ દરખાસ્ત લાવવા તૈયારી કરી છે. આના લીધે રોકાણકારો સાવચેત બનેલા છે. શેરબજારમાં સતત ઉતારચઢાવના કારણે કારોબારીઓ હાલમાં મુડીરોકાણ કરવાની સ્થિતીમાં દેખાઇ રહ્યા નથી. કારણ કે રોકાણને લઇને કારોબારી સાવધાન રહેવા માંગે છે. હાલમાં બેકિંગ ક્ષેત્રોમાં મોટો ઘટાડો થઇ ચુક્યો છે. ગયા સોમવારના દિવસે રિટેલ ફુગાવો અથવા તો કન્ઝ્‌યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ ઉપર આધારિત ફુગાવાના આંકડા જારી કરવામાં આવ્યા હતા. રિટેલ ફુગાવો ઘટીને ચાર મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. રિટેલ ફુગાવો ૪.૪૪ ટકાની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. આવી જ રીતે હોલસેલ આધારિત ફુગાવાનો આંકડો ગયા બુધવારના દિવસે જારી કરવામાં આવ્યો હતો જે ફેબ્રુઆરી મહિનામાં ૨.૪૮ ટકા રહ્યો છે. હોલસેલ ઇંડા, માંસ અને ફિશના ફુગાવામાં ઘટાડો થયો છે. આ ફુગાવો ૦.૩૭ ટકાની સામે માઇનસ ૦.૨૨ ટકા રહ્યો છે. સતત ત્રીજા મહિને ફુગાવામાં ઘટાડો થયો છે. ડબલ્યુપીઆઈ આધારિત ફુગાવો જાન્યુઆરી મહિનામાં ૨.૮૪ ટકાની છ મહિનાની નીચી સપાટીએ રહ્યો હતો.ડબલ્યુપીઆઈ ફુગાવો ખાદ્યાન્ન ચીજવસ્તુઓના ભાવ નીચા રહેવાથી ૨.૮૪ ટકા રહ્યો હતો જે છ મહિનાની નીચી સપાટી છે. સાતમી ફેબ્રુઆરીના દિવસે દેશની સર્વોચ્ચ બેંક આરબીઆઈની નાણાંકીય નીતિ સમીક્ષાના પરિણામ અને નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. શેરબજારમાં સતત પ્રવાહી સ્થિતી હાલમાં જોવા મળી રહી છે. આવી સ્થિતીના કારણે કારોબારી વધારે જોખમ લેવા માટે હાલમાં તૈયાર નથી.