સોની બીબીસી અર્થ મેટ્રોમાં નં. ૧ ફેક્ચ્યુઅલ એન્ટરટેઈનમેન્ટ ચેનલ છે!

સોની બીબીસી અર્થ મેટ્રોમાં નં. ૧ ફેક્ચ્યુઅલ એન્ટરટેઈનમેન્ટ ચેનલ છે!

નેશનલ, ૨૬ માર્ચ, ૨૦૧૮
લોન્ચ કર્યાની એક વર્ષમાં જ ફેક્ચ્યુઅલ એન્ટરટેઈનમેન્ટ ચેનલ સોની બીબીસી અર્થ નવા બીએઆરસી આંકડાઓ* અનુસાર મેટ્રોમાં નં. ૧ ચેનલ તરીકે ઊભી આવી છે. આને લઈ સોની બીબીસી અર્થ ઈન્ફોટેઈનમેન્ટ શ્રેણીમાં સૌથી ઝડપથી વૃદ્ધિ પામતી ચેનલમાંથી એક છે.
એક વર્ષ પૂર્વે તે લોન્ચ કરાઈ ત્યારે નં. ૬ ચેનલ પરથી આ ચેનલની વ્યુઅરશિપ એકધારી વધી રહી છે, જે તેની કામગીરી પરથી સાફ પ્રદર્શિત થાય છે. સોની બીબીસી અર્થ મજબૂત વિતરણ નેટવર્ક, વ્યૂહાત્મક કન્ટેન્ટ લાઈન- અપ અને મજબૂત માર્કેટિંગ નાવીન્યતાઓના આધાર સાથે ૨૨ ટકા બજાર હિસ્સો હસ્તગત કરીને નં. ૧ સ્થાને છે.
તેનલ ન્યૂ યોર્ક ટાઈમ્સના બેસ્ટસેલિંગ લેખક, નામાંકિત ટીવી પ્રસ્તુતકર્તા અને એવોર્ડ વિજેતા મેડિકલ જર્નલિસ્ટ ડો. માઈકલ મોસલે સાથે આ સિદ્ધિની ઉજવણી કરી રહી છે.
ડો. મોસલે વિજ્ઞાનને જીવંત કરવાના જોશ સાથેના ભારતમાં જન્મેલા આંતરરાષ્ટ્રીય લીજન્ડ છે. તેઓ આરોગ્ય સંબંધી પ્રશ્નોના વ્યાખ્યાત્મક ઉત્તરો આપવા માટે પોતાની પર પ્રયોગો કરે છે અને ખાદ્ય, ફિટનેસ અને આરોગ્ય સંબંધી ઘણી બધી ખોટી માન્યતાઓને દૂર કરી છે. તેમના શો ટ્રસ્ટ મી આઈ એમ ન ડોક્ટર, મીટ ધ હ્યુમન્સ, ધ ટ્રુથ અબાઉટ એક્સરસાઈઝ વગેરે આંતરરાષ્ટ્રીય સ્તરે અત્યંત લોકપ્રિય છે અને સોની બીબીસી અર્થ પર ભારતમાં ખાસ પ્રસારણ થાય છે.
આ ઉજવણીમાં ઉમેરો કરતાં ફિટનેસ અને હેલ્ધી લિવિંગ નિષ્ણાત શિલ્પા શેટ્ટીની હાજરી હતી. પોતપોતાનાં ક્ષેત્રોમાં નિષ્ણાત શિલ્પા અને માઈકલે ઉત્તમ જીવન જીવવામાં મદદરૂપ થતા આરોગ્ય અને ફિટનેસ સંબંધી લાંબી સ્થાયી ખોટી માન્યતાઓને દૂર કરવાનું કામ કરે છે.