the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

સોની સોયા એનએસઈ એસએમઈ આઈપીઓ રીવ્યુ

સોની સોયા એનએસઈ એસએમઈ આઈપીઓ રીવ્યુ (અન્ય)

સોની સોયા પ્રોડક્ટ્‌સ લિમિટેડ (એસએસપીએલ) ઓર્ગેનિક અને નોન-આનુવંશિક રીતે સુધારેલા જીવવિજ્ઞાન (નોન જીએમઓ) જેવા સોયા, મકાઈ (કોર્ન), ઘઉં, ફ્લેક્સ બીજ અને મસ્ટર્ડ, ઓઇલ, ચોખા, કઠોળ, જડીબુટ્ટીઓ, મસાલા, અને અન્ય અનાજ વગરેના પ્રોસેસીંગ અને ટ્રેડીંગના બીઝનેસ સાથે જોડાયેલ છે. તેઓ યુ એસ ફૂડ અને ડ્રગ એડમીનીસ્ટ્રેશનમાં ફેડરલ ફૂડ ડ્રગ કોસ્મેસ્ટિક એકટ, કે જેને ૨૦૦૨ ના બાયોટેરરિઝમ એક્ટ હેઠળ સુધારવામાં આવેલ છે અને એફડીએ ફૂડ સેફ્ટી મોડર્નનાઇઝેશન એક્ટ અને ભારત સરકાર (એપેડા) ના એક્ષપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરીટી પાસે તેમનાં ઉત્પાદનો એપેડાના તે સાથે રજીસ્ટર્ડ થયેલ છે ૧૯૮પના કાયદા હેઠળ નિકાસ કરવા માટે નોંધાયેલ છે.
આ ઉપરાંત, અન્ય વિવિધ પ્રમાણપત્રો જેમ કે, નેશનલ પ્રોગ્રામ ફોર ઓર્ગેનિક પ્રોડક્શન (એનપીઓપી), ભારત અને નેશનલ ઓર્ગેનીક પ્રોગ્રામ (એનઓપી) તકનિકી ધોરણો (યુએસએ) અને ઇન્ડૉકર્ટ નોન ઇયુ દેશ ઓપરેટર્સ માટે ઓર્ગેનિક સ્ટાન્ડર્ડ પણ મેળવેલ છે. એસએસપીએલનો ગ્રાહક આધાર વિશ્વભરમાં ફેલાયેલો છે, જેમાં કેનેડા, દુબઈ, દક્ષિણ કોરિયા, શ્રીલંકા, યુનાઈટેડ સ્ટેટ્‌સ ઑફ અમેરિકા જેવા દેશોના ેસમાવેશ થાય છે. વેચાણની મોટાભાગની આવક સીધી નિકાસ દ્વારા થાય છે, જે અનુક્રમે ૩૧ માર્ચ, ૨૦૧૫, ૨૦૧૬ અને ૨૦૧૭ ના રોજ પૂરા થયેલા નાણાંકીય વર્ષ માટે અનુક્રમે ૯૭.૭૧ ટકા, ૮૨.૦૫ ટકા અને ૬૭.૮૪ ટકા ફાળો આપે છે.
તેમની કાર્યકારી મૂડી અને સામાન્ય કોર્પસ ખર્ચ માટે ફંડ એકત્રિત કરવા આ કંપની મેઈડન આઈપીઓ દ્વારા તેનો રૂ. ૧૦ નો એક એવા ૧૮૦૦૦૦૦ ઈકવીટી શેર, શેર દીઠ રૂ. ૨પ ના મુકરર ભાવથી ઓફર કરીને ૪.પડ કરોડ એકત્રિત કરવા મૂડી બજારમાં આવેલ છે. જાહેર ભરણા માટે આ ઈસ્યુ તા. ૨૮.૦૩.૨૦૧૮ ના રોજ ખુલશે અને તા. ૦૪.૦૩.૨૦૧૮ના રોજ બંધ થશે.ઓછામાં ઓછી અરજી ૬૦૦૦ શેર માટે અને તે પછી તેના ગુણાંકમાં કરવાની રહેશે. ફાળવણી પછી તેમના શેર એન એસ ઈ એસ એમ ઈ ઈમર્થ પર લીસ્ટ થશે. આ ઈસ્યુ તેમની ભરપાઈ થયેલમૂડીના ૩૪.૯૨ ટકા હિસ્સો આપશે. આ ઈસ્યુના લીડ મેનેજર પેન્થોમેથ કેમિટલ એડવાઈઝર્સ પ્રા. લી. છે જયારે રજીસ્ટ્રાર બીગશેર સર્વિસીસ પ્રા. લિ છે. શરુઆતમાં ભાવોભાવ શેર આપ્યા પછી, તેમણે રૂ. રપ થી રૂ. રપ૦ ના ભાવે બીજા ઈકવીટી આપેલ હતા. તેમણે ઓગષ્ટ ર૦૧૭ માં એક શેર પર ૧પ શેર બોનસ આપેલ હતા. પ્રમોટરો દ્વારા સંપાદિત શેરની સરેરાશ કિંમત શેર દીઠ રૂ.૧૦.૧૩, અને રૂ. ૧૦.૩૪ છે. આ ઈસ્યુ પછી તેમની હાલની ભરપાઈ થયેલ મૂડી જે રૂ. ૩.૩૬ કરોડ છે તે વધીને રૂ. ૫.૧૬ કરોડ થશે.
દેખાવને મોરચે, આ કંપનીનું ટર્ન ઓવર /નફો અનુક્રમે રૂ. કામગીરીના મોરચે, એસએસપીએલએ ટર્નઓવર / રૂ. ૮.૦૦ કરોડ / રૂ. ૦.૨૧ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૫), રૂ. ૧૫.૧૯ કરોડ / રૂ. ૦.૦૮ કરોડ (નાણાકીય વર્ષ ૧૬), રૂ. ૨૮.૭૭ કરોડ / રૂ. ૦.૫૦ કરોડ (નાણાકીય વર્ષ ૧૭) નોંધાવેલ છે. ચાલુ નાણાકીય વર્ષના પૂર્વાર્ધમાં આ કંપનીએ રૂ.૩૫.૨૨ કરોડના ટર્નઓવર પર રૂ. ૦.૭૫ કરોડ નફો દર્શાવેલ છે, જે આશ્ચર્ય ઉભરાવે છે. બોટમ લાઈનમાં અસાતત્ય સાથે વધતું જતું ટર્નઓવર ચિંતાનો વિષય છે. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં તેમને શેરદીઠ આવક રૂ. ૧.૪૦ અને સરેરાશ આર ઓ એન ડબલ્યુ ર૭.૮૩ દર્શાવેલ છે. તા. ૩૦.૯.૧૭ ના રોજ રૂ. ૧૬.પ૯ એન એ વી ના આધારે આ ઈસ્યુનો ભાવ ૧.પ૧ પી/બીવીથી આવે છે, અને ઈસ્યુ પછીના એન એ વી રૂ. ૧૮.૧૬ ના આધારે ૧.૧૮ પી/બીવીથી આવે છે. જો આપણે તેમની છેલ્લી કમાણીને, ઈસ્યુ પછીના તમામ શેરને આધારે વહેંચીએ તો માગવામાં આવેલ ભાવ લગભગ ૯ના પી / ઈ રેશિયોથી આવે છે,જે સામે આ ઉદોગનોપી ઈ રેશિયો ર૪ છે. તેમણે રૂચી સોયા, એલટી ફુડ્‌સ, ગોકુલ એગ્રો, ક્રિટી નૂતરી, શાંતિ ઓવરસીઝ અને સનવરીયા કન્ઝ્યુમરને તેમની હરિફ લિસ્ટેડ પેઢીઓ તરીકે દર્શાવ્યાં છે, જે (તા. ૨૧.૩.૨૦૧૮ના રોજ બી એસ ઈ પર બંધ થતા ભાવ મુજબ – (૦.૦૯), ૫૮,૧૯,૧૮,૭ અને ૧૧ આસપાસના પી / ઇ પર વેપાર કરે છે. જો આપણે આ કંપનીના નજીકના હરિફ રૂચી, શાન્તિ અને સનવેરીયાનો વિચાર કરીએ તો આ ઈસ્યુ પૂર્ણ ભાવનો છે.
મર્ચંટ બેંક મોરચે, છેલ્લા ત્રણ વર્ષમાં આ તેમની ૬૭ મી કામગીરી છે, તેમના ૧૦ લીસ્ટીંગમાંથી લીસ્ટીંગના દિવસે ૧ ડીસ્કાઉન્ટ ભાવે, એક માત્ર ઓફર ભાવ કરતાં રૂ. ૦.૦પ ના વધારે ભાવે, અને સાત ૪% થી ર૦ % ના પ્રિમિયમથી અને એક (મેઈન બોર્ડ આઈ પી ઓ ) ૧૩૦%ના પ્રિમિયમથી ખુલેલ હતો.
નિષ્કર્ષ / ઇન્વેસ્ટમેંટ સ્ટ્રેટેજી
પૂર્ણ ભાવની આ ઓફર વિષે વિચારતાં, જેમના હાથ પર વધારાની રોકડ હોય અને જોખમ પ્રત્યે સજાગ હોય તેવા રોકાણકારો તેમના પોતાના જોખમે રોકાણ કરવા વિચારી શકે.