the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

સૌને સાથે રાખીને ચાલે છે, બસ આવું વ્યક્તિત્ત્વ સફળતા અપાવે છે

સૌને સાથે રાખીને ચાલે છે, બસ આવું વ્યક્તિત્ત્વ સફળતા અપાવે છે

અસરકારક બનવું હોય, કાર્યકુશળ બનવું હોય તો તમારું એક આગવું વ્યક્તિત્વ ઉભું કરવું પડે, આ વ્યક્તિત્ત્વ એટલે પર્સનાલીટી, અંગ્રેજી ડીક્ષનેરીમાંથી ઓલપોર્ટ અને ઓર્બેટ ૧૯૩૬માં આશરે સત્તર હજાર શબ્દો પર્સનાલીટી માટે શોધી કાઢયા હતા, છોડો એ બધા શબ્દો આજે ફકત ખુબખુબ જરૂરી શબ્દોનો વિચાર વિનિયમ કરવો છે, પહેલો શબ્દ છે, એક્ષટ્રાવર્ઝન, આનો મતલબ એ છે કે આવો માણસ સંબંધો બાંધવાની પહેલ કરે છે, એ ખુબ ઘસમસતો છે, સંબંધો બાંધી બેસી રહેતો નથી પણ સંબંધો નિભાવવા માટે બધુ જ કરી છુટે છે, બસ આવી વ્યક્તિ સફળતા મેળવી શકે જો તમે ઈન્ટ્રોવર્ટ હો એટલે કે રીઝર્વ હો, શરમાવશે, બીકણ હો, તો સફળતા દૂર ભાગે છે, બીજો શબ્દ છે, એગ્રીએબલનેસ મતલબ કે આ વ્યક્તિ બધાને સમજવાનો પુરો પ્રયત્ન કરે છે, સૌનો સાથ અને સહકાર વિના સંકોચ મેળવે છે, સૌને સાથે રાખીને ચાલે છે, બસ આવું વ્યક્તિત્ત્વ સફળતા અપાવે છે, ત્રીજો અગત્યનો શબ્દ છે, વિશ્વસનીયતા, વિશ્વસનીયતા વગરનો માણસ જીંદગીમાં સફળતા મેળવતો નથી, જો વિશ્વસનીયતા વગરનો માણસ હોય તો ને વહેલો કે મોડો ફેંકાઈ જાય છે, ચોથું અગત્યનું લક્ષણ તમારી સંવેદના ઉપર સંયમી બનો એટલે કે ઈમોશનલ સ્ટેબીલીટી હોવી જરૂરી છે, જે વ્યક્તિ પોતાની લાગણી પ્રત્યે સભાન હોય અને બીજાની લાગણી પ્રત્યે સંવેદનશીલ હોય તે સફળતા મેળવે છે, અને છેલ્લોે શબ્દ છે, જે વ્યક્તિ નવું નવું જાણવા તત્પર હોય, નવા નવા અનુભવો લેવા અચકાતો ના હોય તેમજ ખચકાતો ના હોય તે સફળતા મેળવી શકે છે. આવી વ્યક્તિને ઓપનનેસ હું એક્ષપીરીયન્સ કહેવાય, બસ આ પાંચ શબ્દોને સાચા અર્થમાં સમજી અમલમાં મૂકો, દોસ્તો સફળ બનવું ઘણું સરળ છે, આ લક્ષણો તમારામાં હોય તો સફળતા તમને મળે છે જ દુનિયામાં સફળતા મેળવી હોય તો આનંદી રહો, ભારેખમ, ચડેલું કે પડેલું મોંના રાખો, સરમુખત્યાર જેવો ચહેરો ના રાખો, તમારા મોં ઉપર ખીલખીલાટ હસતું કુદતું અને દોડતું હાસ્ય રાખો, આનંદી અને ગમ્મતવાળો ચહેરો રાખો, બીજું થોડા સાશીઅલ બનો, બધા સાથે દોસ્તી રાખો, જે કઈ સાચા અને સારા નિર્ણય હોય તેમાં વાર ન કરો પણ ઝડપથી લેતા શીખો, તમારા દરેક નિર્ણયો પીઢ હોવા જોઈએ, છીછરા નિર્ણયો ન હોવા જોઈએ, તમારી ફરજ પ્રત્યે આક્રમક રહેતા શીખો, જે ફરજ છે, તે પ્રત્યે પુરેપુરી જવાબદારી રાખતા શીખો, આજનો માહોલ સતત અનિશ્ચિતતાનો છે, સતત તનાવનો છે, એ સંજોગમાં તમારી આવડત, તમારું જ્ઞાન, તમોને સફળતા અપાવશે, સતત ચિંતા હોય, ડર હોય છતાં મોં હસતું રાખી બોસને ગુડમોર્નીગ કહેવું જ પડે, જીદગીમાં ઓફીસ અને ઘર બંને સામસામાં આવી જાય છે, સાંજના સમયે ઓફીસમાં ખુબ જ અગત્યની મીટિંગ આવી જાય છે તે જ સાંજે તમારા એકના એક દિકરાની બર્થ ડે પાર્ટી હોય છે, ઓફીસમાં રાજકારણ પણ ચાલતું હોય છે, તમારી નિંદા પણ થતી હોય અને તમારી પ્રશંસા પણ થતી હોય, આમ સાનુકૂળ અને પ્રતિકુળ બંને સંજોગો વચ્ચે સ્થિરતા કેળવી સફળતા માટે આગળ વધવું પડે છે.
જીંદગીમાં સફળતા મેળવવા ઓફીસમાં પોલીટીકલ ખેલાતું હોય છે, આ પ્રેકટીસ તમને થોડી ઘણી આવડવી જોઈએ, દરેક સંસ્થામાં તમારી સરખામણી બીજા સાથે સતત થતી હોય છે, આવા સંજોગો વચ્ચે તમે બીજા કરતા સારા છો, પ્રમાણીક છો, મહેનતું છો, અસરકારક છો, સ્માર્ટ છો, એવું સતત બતાવવાની પોલીટીકલ આવડત પણ તમારી પાસે હોવી જરૂરી છે, બીજો અગત્યનો શબ્દ છે, એપલ પોલીશીંગ, જે તમારો બોસ છે, સાહેબ છે, તમારું પ્રમોશન જેના હાથમાં છે તેને માખણ લગાડતા તમને આવડવું જોઈએ, સફળતા મેળવવા રેશીપ્રોકલ ટ્રેકટીસ આવડવી જોઈએ એનો મતલબ એ કે મારા બોસની નજરમાં તું મને સારો દેખાડ અને તારા બોસની નજરમાં હું તને સારો દેખાડું મતલબ કે હું તને મદદ કરું તું મને મદદ કર જે દ્વારા સફળતા મેળવી શકાય છે. તમે જે કંપનીમાં હોવ તે કંપનીમાં ખુબ જ મિત્રો બનાવો, જેટલા મિત્રો વધુ હશે તેટલી તમે વધુને વધુ સફળતાની નજીક પહોંચી શકશો, આજના જમાનામાં તમે તમારી કંપનીના અને તમને સોંપાયેલ જવાબદારી માટે વધુમાં વધુ માહિતગાર હોવા જરૂરી છે, તમે તમારા બોસને એવી માહિતી આપો કે જે તમારી કંપનીમાં કોઈને ખબરના હોય અને તમારા બોસને પણ ખબર ના હોય જેનાથી કંપનીને ફાયદો થતો હોય, આવી માહિતી એકત્રિત કરો, મેળવો અને પહોંચાડો, કોઈ દિવસ ઉચ્ચ મેનેજમેન્ટની ખામીઓ શોધી જાહેરમાં બુમો મારી ડરાવી ધમકાવી ધાક જમાનારા ક્ષણીક સફળ થાય છે આવા લોકો મેનેજમેન્ટની આંખમાં હોય છે જેવો કાયદેસરનો લાગ આવે તમોને ઘેર બેસાડી દેતા હોય છે. તમારી બઢતી, તમારી બદલી, તમારી વાહવાહ તમારી કદર આ બધુ તમારા બોસના હાથમાં છે, એનો મતલબ એ કે તમારે આગળ વધવું હોય તો બોસને ટેકો આપતા રહો, બોસ કઈ રીતે મૂલ્યાંકન કરે છે, તેમને મૂલ્યાંકનનો માપદંડ કયો છે તે બરાબર જાણી લો અને તે પ્રમાણે તમે વર્તો તો સફળતા નજીકમાં આવશે, ધારો કે તમે અત્યારે મુંબઈ છો અને હવે અમદાવાદ સ્થાયી થવું છે જો તમે સીધી રીતે બોસને અમદાવાદ બદલી માટે કહેશો તો કદાચ ના પણ માને પણ તમે બોસને એ સમજાવી શકો કે આપણો ધંધો અમદાવાદમાં હું કેવી રીતે વધારી શકું તેમ છું તે તેમના ગળે ઉતારો તમારી કંપનીમાં જો કોઈ માથાભારે માણસ હોય જેમની છાપ સારીના હોય એટલે કે છાપેલા કાટલા જેવા હોય તેનાથી દૂર રહો, એવા માણસો મેનેજમેન્ટને ગમતા નથી, સાથેસાથે એવા માણસો સાથે દુશ્મની પણ ના કરતા, નહીંતર તમારી સફળતામાં અવરોધક બનશે, તમે જે કંપનીમાં હોય તે કંપનીના કલ્ચર પ્રમાણે રીતભાત કેળવો, તેવા જ કપડા પહેરો, કંપનીની જેવી લીડરશીપ હોય તેવા ઢાંચામાં તમારી જાતને ગોઠવતા જાવ, તમારી કામગીરીથી નહીં પણ બોસનો દ્રષ્ટિકોણ કેવો છે તે આધારે તમારૂં મૂલ્યાંકન થતું હોય છે માટે બોસના દ્રષ્ટિકોણને જાણી લો, મેનેજમેન્ટ એવું માની જાય કે તમારી હાજરી મેનેજમેન્ટને લાભપ્રદ છે અને ગેરહાજરી નુકશાનકારક છે. તો તમારે માટે સાનુકૂળ વાતાવરણ થશે.
પ્રમોદ ગોળકદાસ પરીખ
શીલ્પપાર્ક, બંધુ સમાજની પાછળ, ઉસ્માનપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩
ફોન :- ર૭પપ૧ર૧૩