હવે તો જી એસ ટી માં પણ રૂ. ૩૪૦૦૦ કરોડનું કૌભાંડ

નવી દિલ્હી, તા. ૧૨ :. શું જીએસટીનું ચુકવણુ કરતી વેળાએ વેપારીઓ પોતાની ટેકસ જવાબદારી ઓછી દેખાડી રહ્યા છે ? જીએસટી સંગ્રહ અપેક્ષા મુજબ ન થવાના કારણે તિજોરી ભરવા માટે મહેનત કરી રહેલા દેશના ટોચના ટેકસ અધિકારીઓના મનમાં આ સવાલ સતાવી રહ્યો છે. કેન્દ્ર સરકારના અધિકારીઓએ જીએસટીના શરૂઆતના ૭ મહિનાઓના રીટર્નનું વિશ્લેષણ કર્યુ છે. જેનાથી જણાય છે કે મોટા ઉદ્યોગપતિઓ અને વેપારીઓએ જીએસટીઆર-૧ તથા જીએસટીઆર-૩ બી માં જે જવાબદારી બતાડી છે તેમાં ૩૪૦૦૦ કરોડ રૂ.નું અંતર છે. આ મુદ્દો શનિવારે મળેલી જીએસટી કાઉન્સીલની બેઠકમાં ઉભો થયો હતો હવે એવા વેપારીઓને નોટીસ મોકલવામાં આવશે જેઓએ જીએસટી રીટર્ન ૧ અને જીએસટીઆર ૩બી માં અલગ અલગ જવાબદારી બતાડી હોય.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીબીઈસી અને જીએસટીએન એ હવે અત્યાર સુધી દાખલ થયેલા જીએસટી રીટર્નના આધાર પર જે આંકડાઓનું જે વિશ્લેષણ કર્યુ છે જેમા ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. બેઠકમાં આ તથ્યો સામે રાખવામાં આવ્યા હતા. જીએસટીમાં નોંધાયેલા વેપારીઓ અને ઉદ્યોગપતિઓએ જીએસટી ચુકવતી વખતે ફોર્મ જીએસટીઆર ૩બી ભરવાનું હોય છે જ્યારે ફોર્મ જીએસટીઆર-૧ માં તેઓએ પોતાના વેચાણની વિગતો આપવાની હોય છે. હવે એવી આશંકા છે કે જીએસટીનું ચુકવણુ કરતી વખતે અનેક વેપારીઓએ પોતાની ટેકસ જવાબદારી (લાયબીલીટી) ઓછી બતાડી છે. જો કે અધિકારીઓનું એવુ પણ કહેવુ છે કે વેપારીઓ પાસે રીટર્ન ભરાવતી વખતે તૃટીને કારણે પણ આવુ થઈ શકે છે કારણ કે ૩બી પહેલા ભરાવાયુ હતુ જ્યારે જીએસટીઆર-૧ બાદમાં ભરવામા આવ્યુ હતુ.

ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે જીએસટીઆર-૧માં આપવામાં આવેલા વેચાણની વિગતનુ મેળવણુ જીએસટીઆર-૨ માં આપવામાં આવેલા ખરીદીની વિગત સાથે થાય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટેકસ અધિકારીઓએ જુલાઈથી ડીસેમ્બર સુધીના ૭ મહિનાઓમાં ૫૧.૯૬ લાખ વેપારીઓના જીએસટીઆર ૩બી અને જીએસટીઆર-૧ ફોર્મમાં બતાડવામાં આવેલી જીએસટીની જવાબદારીના આધાર પર આ અંતર જોયુ છે. આ અંતર ટેકસ અધિકારીઓ માટે રહસ્ય બન્યુ છે.

એવુ માનવામાં આવે છે કે કેન્દ્ર અને રાજ્યના અધિકારીઓ આવતા દિવસોમાં આ વિશ્લેષણના આધાર પર કર ચોરીના ઈરાદાથી જીએસટીની જવાબદારી ઓછી બતાડનારા વેપારીઓ વિરૂદ્ધ પગલુ ઉઠાવી શકે છે.

એક અધિકારીએ ઉદાહરણ આપ્યુ હતુ કે, એવા લોકો પર ખાસ ભાર આપવાનો છે જેમણે બન્ને રીટર્ન ફાઈલીંગમાં મોટું અંતર બતાડયુ હોય. અધિકારીઓએ રીટર્નનુ વિશ્લેષણ કર્યા બાદ જણાવ્યુ હતુ કે, આયાતીત પ્રોડકટની કિંમત ઘણી ઓછી બતાડવામાં આવી છે. એક અધિકારીએ એવુ ઉદાહરણ આપ્યુ હતુ કે, ૧૦ હજારના મોબાઈલની કિંમત ૭ હજાર રૂ. બતાડવામાં આવી હોય આવુ કરી ઓછો જીએસટી ચૂકવ્યો પણ હોય.

જીએસટી કલેકશન ઘટી રહ્યુ છે જેથી સરકાર ચિંતિત છે. અધિકારીઓનું કહેવુ છે કે અનેક વેપારીઓને એવુ લાગ્યુ કે સરકાર રીટર્ન-૧ અને ૩બીનું મેળવણુ નહીં કરે. આજ કારણે વેપારીઓએ બન્નેમાં અલગ અલગ આંકડા ભર્યા