હવે નવું પગારપંચ નહીં : ‘ઓટોમેટિક પે રીવીઝન સિસ્ટમ ”લાગુ થશે’

નવી દિલ્હી :કર્મચારીઓને 1 એપ્રિલથી સાતમા પગાર પંચ અનુસાર વધતી સેલેરી મળશે.કેન્દ્ર સરકાર સરકારી કર્મચારીઓ માટે પગારને 18 હજારથી 21 હજાર સુધી રાખવાનું આયોજન કરી રહ્યા છે. નાણાં મંત્રી અરૂણ જેટલી પણ જુલાઈ 2016માં સંસદમાં વિશે જાહેરાત કરી ચૂક્યા છે. નાણાં મંત્રાલયના સૂત્રો અનુસાર આવતા મહિને એપ્રિલથી નિર્ણયને મંજૂરી મળી શકે છે. કેન્દ્ર સરકાર કર્મચારીઓ માટે સાતમા પગાર પંચની ભલામણોની આગળ વધીને નિર્ણય કરી શકે છે. જોકે વચ્ચે એક ચોંકાવનારી વાત સામે આવી છે. સાતમા પગાર પંચ બાદ હવે પગારપંચ આવશે નહીં. ઘણી ચોંકાવનારી ખબર છે

   સરકાર દિશામાં કામ કરી રહી છે કે 68 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 52 લાખ પેન્શન ધારકો માટે એક એવી વ્યવસ્થા બનાવવામાં આવે જેમાં 50 ટકાનો વધારો ડીએ થવા પર સેલરીમાં ઓટોમેટિક વધી જાય. વ્યવસ્થાનેઓટોમેટિક પે રિવિઝન સિસ્ટમના નામથી શરૂ કરવામાં આવી શકે છે.કર્મચારીઓનું માનવુ છે કે વેતન વૃદ્ધિની હાજર ભલામણોથી તેમના માટે સન્માનપૂર્વક જીવવુ મુશ્કેલ થશે. હવે પ્રશ્ન છે કે સાતમા પગાર પંચની મુશ્કેલીઓ કેવી રીતે ઉકેલ આવશે. માટે 1 એપ્રિલ સુધી રાહ જોવી પડશે

સરકારી કર્મચારીઓને સમાચાર એપ્રિલમાં મળનાર છે. દાવો પણ છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓના મિનિમમ પે સ્કેલમાં 3000 રૂપિયાનો વધારો થશે. 18000 રૂપિયાની જગ્યાએ હવે મિનિમમ બેઝિક પે 21000 રૂપિયા મળશે. જેને 1 એપ્રિલ 2018થી લાગુ કરી શકાય છે