૨૭મી માર્ચ વિશ્વરંગભૂમિ દિવસ અને વિશાલાનો જન્મદિવસ નિમિત્તે ૮૦ વર્ષથી ઉપરના વડીલ નાટ્ય કલાકારો અને ૨ યુવા નાટ્ય કલાકારોનું સન્માન

૨૭મી માર્ચ વિશ્વરંગભૂમિ દિવસ અને વિશાલાનો જન્મદિવસ નિમિત્તે ૮૦ વર્ષથી ઉપરના વડીલ નાટ્ય કલાકારો અને ૨ યુવા નાટ્ય કલાકારોનું સન્માન

અમદાવાદ, તા. ૨૭ માર્ચ,૨૦૧૮ : ૨૭મી માર્ચ વિશ્વ રંગભૂમિ દિવસ અને ૨૭ મી માર્ચ વિશાલાનો જન્મદિવસ એક યોગાનુયોગ છે.આ નિમિત્તે વર્ષ ૨૦૧૨ થી ૮૦ વર્ષથી ઉપરના વડીલ નાટ્ય કલાકારોનું સન્માન કરી અને અવોર્ડ આપવાનું કાર્ય શરૂ કરવામાં આવું છે.
આ વર્ષે ૧૫ જેટલા વડીલ નાટ્ય સમ્રાટોનું અભિવાદન, પૂજન એ સન્માન કરવામાં આવશે. વળી યુવાનો માટે એમ વિચાર કર્યો કે તેમાંથી પ્રતિભાશાળી યુવાન નાટ્ય કલાકાર મિત્રોને પણ સન્માનીત કરીએ. આ વર્ષે ૨ યુવા નાટ્ય કલાકારોને સન્માનિત કરવામાં આવશે.
ખૂબ જ આનંદની વાત છે. કે માનનીય પદ્મશ્રી ડો.પંકજ શાહ અને પદ્મશ્રી ઝવેરીલાલ મહેતા પધારી કલાકારોને સન્માનીત કરશે. ૨૭મી માર્ચ જે કલાકારોનું સન્માન કરવામાં આવનાર છે. તે કલાકારોનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે ઉંમરના આ મુકામે વિશાલના સ્થાપક શ્રી સુરેન્દ્રભાઈ પટેલ દ્વારા અમારૂ સન્માન થાય તે અમારા માટે પ્રશંસનીય અને ગૌરવપૂર્ણ ઘટના બની રહેશે. વળી યુવા કલાકારોનું સન્માન થાય યુવા પેઢી રંગમંચ તરફ આકર્ષાશે.