૮માં થિયેટર એલમ્પિક્સમાં “ભાનુ ભારતી” નાટક પ્રસ્તુત થયું

૮માં થિયેટર એલમ્પિક્સમાં “ભાનુ ભારતી” નાટક પ્રસ્તુત થયું

અમદાવાદ, માર્ચ, ૨૦૧૮ઃ ચાલી રહેલ ૮માં થિયેટર ઓલિમ્પિક્સ હેઠળ આજે શહેરના લોકોને પ્રસિદ્ધ થિયેટર ડાયરેક્ટર ભાનૂ ભારતીના હિન્દી નાટક તમાશા ના હુઆ નિહાળવા મળ્યું. આ નાટકની શરૂઆત એક થિયેટર ગ્રુપથી થાય છે, જે રવિન્દ્ર નાથ ટાગોરના એક નાટકના રિહર્સલમાં વ્યસ્ત છે, જેની પ્રસ્તુતિ ટાગોરના ૧૫૦માં જન્મદિવસના ઉપક્રમે થવાનું છે. આની વચ્ચે જ કલાકારોમાં એક વિવાદ શરૂ થઇ જાય છે અને આ ઝઘડામાં જ્વલંત સમસ્યાઓથી નીકળે છે, આ ઝઘડો કોઇ પણ પરિણામ પર પહોંચતો નથી અને પરિણામ સ્વરૂપ નાટકની પ્રસ્તુતિ થઇ શકતી નથી.
શુક્રવારે, અમદાવાદના દર્શકોને અબિનાશ શર્માનું અસમી નાટક ‘ચિત્રાંગદા’ જોવાનો અવસર મળશે, જેની પ્રસ્તુતિ દર્પણ ડાંસ એકાદમી, ગુવાહાટી દ્વારા કરવામાં આવશે. તેની સાથે, પ્રખ્યાત નાટકકાર અને થિયેટર સમીક્ષક શ્રી ઉત્પલ ભયાની કાલે આયોજિત ‘માસ્ટર ક્લાસ’ના સત્રની શોભા વધારશે. આ કાર્યક્રમ જેજી કન્વેન્શન હોલ, એએસઆઇઇ કેમ્પસમાં ૨ઃ૩૦ વાગ્યાથી શરૂ થશે.
થિયેટર આલમ્પિક્સ ૨૦૧૮ના અમદાવાદ ચેપ્ટરનું આયોજન રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય દ્વારા સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકારના તત્વાવધાનમાં, અમદાવાદ નગર નિગમ તથા સંસ્કૃતિ વિભાગ, ગુજરાત સરકારના સહયોગથી કરવામાં આવી રહ્યું છે.