૮માં થિયેટર ઓલિમ્પિક્સના મંચ પર જીવંત થઈ યોદ્ધા રાજકુમારી “ચિત્રાગંદા”ની વાર્તા

૮માં થિયેટર ઓલિમ્પિક્સના મંચ પર જીવંત થઈ યોદ્ધા રાજકુમારી “ચિત્રાગંદા”ની વાર્તા

અમદાવાદ, માર્ચ, ૨૦૧૮ઃ ચાલી રહેલાં ૮માં થિયેટર ઓલિમ્પિક્સમાં શહેરના લોકોને આજે આસામી નાટક “ચિત્રાગંદા” જોવાની તક મળી, જેનું નિર્દેશન અબિનાશ શર્માએ કર્યું છે. આ નાટક રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લિખિત મણીપુરની રાજકુમારી ચિત્રાંગદા અને પાંડવ- અર્જુનના પ્રતિ તેમના પ્રેમની વાર્તા પર આધારિત છે. આ ઉત્કૃષ્ટ મહાકાવ્ય ચિત્રાગંદા અને અર્જુન વચ્ચે ચાલી રહેલ દ્વંદને પણ બતાવે છે અને મહિલા સશક્તિકરણ પર ભાર આપે છે.

શનિવાર ના રોજ અમદાવાદના લોકોને રંધીર કુમાર દ્વારા નિર્દેશિત હિન્દી નાટક આઉટકાસ્ટ નિહાળવા મળશે, જેની પ્રસ્તુતિ રાગા રેપર્ટરી, પટના દ્વારા કરવામાં આવશે. આ સાથે જ, થિયેટરની પ્રખ્યાત હસ્તી અને શિક્ષક શ્રી જનક દવે કાલે આયોજિત થનારા લિવિંગ લેજન્ડ કાર્યક્રમની શોભા વધારશે. આ કાર્યક્રમ બપોરે ૨ઃ૩૦ કલાકેથી જેજી કન્વેશન હોલ, એએસઆઈ કેમ્પસમાં શરૂ થશે.

થિયેટર ઓલિમ્પિક્સ ૨૦૧૮ના અમદાવાદ ચેપ્ટરનું આયોજન રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય દ્વારા સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકારના તત્વાવધાનમાં, અમદાવાદ નગર નિગમ તથા સંસ્કૃતિ વિભાગ, ગુજરાત સરકારના સહયોગથી કરવામાં આવી રહ્યું છે.