૯૦ના દાયકામાં ૧કરોડ ફી લેનારી શ્રીદેવી પ્રથમ અભિનેત્રી હતી

૯૦ના દાયકામાં ૧કરોડ ફી લેનારી શ્રીદેવી પ્રથમ અભિનેત્રી હતી

 

 

બોલિવૂડમાં અભિનેતા અને અભિનેત્રીઓ દ્વારા લેવામાં આવતી ફીની હંમેશા ચર્ચા થતી રહેતી હોય છે. જો કે એક સમય હતો જ્યારે શ્રીદેવી આ મામલે સૌથી આગળ હતી. ૯૦ના દાયકામાં શ્રીદેવી એક માત્ર એવી અભિનેત્રી હતી, જે ૧ કરોડ ફી લેતી હતી. ૯૦ના દાયકામાં શ્રીદેવીએ એકથી એક સુપરહિટ ફિલ્મો આપી હતી.બોલિવૂડની ‘ચાંદની’ શ્રીદેવીનું ૫૪ વર્ષની ઉંમરે દુબઈમાં શનિવારે મોડી રાત્રે નિધન થયું છે. શ્રીદેવી પતિ બોની કપૂર અને નાની પુત્રી સાથે દુબઈમાં લગ્ન સમારોહમાં હાજરી આપવી ગઈ હતી, જ્યાં હાર્ટ એટેક આવતા શ્રીદેવીનું નિધન થયું હતું.
શ્રીદેવીનો જન્મ ૧૩ ઑગસ્ટ ૧૯૬૩ના રોજ તમિલનાડુમાં થયો હતો. શ્રીદેવીએ પોતાના કેરિયરની શરૂઆત માત્ર ૪ વર્ષની ઉંમરથી તમિલ ફિલ્મ કંધન કરુણઈથી કરી હતી. શ્રીદેવીએ બાળ કલાકાર તરીકે તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં કામ કર્યું હતું. ૧૯૭૯માં શ્રીદેવીએ ‘સોલહવાં સાલ’ થી હિન્દી ફિલ્મમાં શરૂઆત કરી હતી.બોલિવૂડની સદાબહાર અભિનેત્રી શ્રીદેવીના આકસ્મિક નિધનથી સમગ્ર બોલિવૂડ જગત શોકમાં છે. વડાપ્રધાન મોદી સહિત રાષ્ટ્રપતિ કોવિંદે પણ શ્રીદેવીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.બોલિવૂડના દિગ્ગજ અભિનેતાઓ સાથે શ્રીદેવીએ કામ કર્યું હતું. શ્રીદેવીની જોડી અનિલ કપૂર સાથે ખૂબ જામી હતી. બાદમાં શ્રીદેવીએ અનિલ કપૂરના જ મોટાભાઈ બોની કપૂર સાથે લગ્ન કરી લીધા હતા. શ્રીદેવીએ પોતાનાથી મોટી ઉંમરના અભિનેતા જેમ કે, અમિતાભ બચ્ચન, વિનોદ ખન્ના અને ઋષિ કપૂર સાથે સુપરહિટ ફિલ્મો આપી છે.
શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ (૫ વખત)
૮૦ના દાયકામાં શ્રીદેવી ખૂબ સફળ અભિનેત્રી હતી. તેણે હિંમતવાલા, તોફા, મિસ્ટર ઈન્ડિયા, નાગીન જેવી સુપરહિટ ફિલ્મો આપી હતી. શ્રીદેવીને લોકો લેડી અમિતાભ પણ કહેતા હતા. શ્રીદેવીને ૨૦૧૩માં ચોથા ઉચ્ચતમ નાગરિક પુરસ્કાર પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવી હતી. શ્રીદેવીએ પાંચ વખત ફિલ્મફેર એવોર્ડ પણ મેળવ્યો હતો.શ્રી દેવીના પિતા વકીલ અને માતા હાઉસવાઇફ હતા. શ્રીદેવીને એક બહેન અને બે સાવકા ભાઈ છે. બહેનનું નામ શ્રીલતા અને ભાઈઓના નામ આનંદ અને સતીષ છે.
શ્રીદેવીને બે પુત્રીઓ છે. એક જ્હાનવી કપૂર અને બીજી ખુશી કપૂર છે. જયારે બોની કપૂરની અગાઉની પત્નીનો એક છોકરો છે જેનું નામ અર્જુન કપૂર છે.શ્રીદેવીએ બોલિવૂડના કેરિયરની શરૂઆત વર્ષ ૧૯૭૯માં કરી હતી અને તેમની બોલીવુડમાં પહેલી ફિલ્મ સોલવા સાવન આવી હતી અને શ્રી દેવીએ તેલુગુમાં સૌથી વધુ ફીલ્મો કમલ હસન અને રજનીકાંત સાથે કરી હતી અને હિન્દી ફિલ્મોમાં જીતેન્દ્ર અને અનીલ કપૂર સાથે કરી હતી.શ્રીદેવીની પહેલી ફિલ્મ કરતા ટર્મની બીજી ફિલ્મ કે જે ૧૯૮૩માં રીલીઝ થયેલી હિમ્મતવાલાથી ઓળખ ઉભી કરી હતી. હિમ્મતવાલા ફિલ્મ વર્ષ ૧૯૮૩ની બ્લોકબસ્ટર ફિલ્મ રહી હતી.ત્યાર બાદ ૧૯૮૯માં ચાલબાઝમાં ફિલ્મ આવી હતી તેમાં ડબલ રોલની ભૂમિકા ભજવીને દર્શકોના દિલમાં અનેરું સ્થાન મેળ્યું હતું અને આ ફિલ્મ ૮૦ના દાયકાની આઈકોનિક ફિલ્મોમાંની એક ફિલ્મ હતી. આ ફિલ્મ માટે શ્રીદેવીને માટે પહેલો ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો હતો.૧૯૯૧માં શ્રીદેવી યશરાજની ફિલ્મ લમ્હેમાં જોવા મળ્યા હતા. ફિલ્મ લમ્હે માટે શ્રીદેવીને તેમનો બીજો ફિલ્મ ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો મહત્વનું છે કે શ્રી દેવીને બોલીવુડના પ્રથમ મહિલા તરીકે પણ ઓળખવામાં આવતા હતા જોકે તેમણે હિન્દી ફિલ્મોની પહેલી સુપરસ્ટાર ગણવામાં આવતા હતા પરંતુ ભારત સરકારે તેને વર્ષ ૨૦૧૩માં પદ્મશ્રીથી નવાજીયા હતા.ફિલ્મ ચાંદની પછી તેમણે લોકો ચાંદનીના નામથી બોલાવવા લાગ્યા હતા.શ્રીદેવી ચાંદની સિવાઈ પણ બીજા નામ તરીકે ઓળખે છે જેમ કે ‘મિસ હવા હવાઈ’ આ નામ ફિલ્મ મિસ્ટર ઈન્ડિયા માંથી મળ્યું હતું.હાર્ટ એટેક આવવાના કારણે આ દુનિયાને અલવિદા કહેનારી શ્રીદેવી પોતાના પતિ બોની કપૂરની એકદમ નજીક હતી. તેમની લવસ્ટોરી અને ખૂબસૂરત તસવીરો હંમેશા જ ખબરોમાં રહેતી હતી. શ્રીદેવીની ફિલ્મ મોમના પ્રમોશન દરમિયાન બોની કપૂરે શ્રીદેવી માટે આવી વાત કહી કે બધા તેમની દિવાના થઈ ગયા હતાં.આ પ્રસંગ બોની કપૂર અને શ્રીદેવી બંન્ને માટે ઘણો જ ખાસ હતો. કારણ કે વર્ષ ૨૦૧૭માં તે ઈન્ડસ્ટ્રીમાં ૫૦ વર્ષ પુરા કરી રહી હતી. સાથે જ મોમ તેમના કેરિયરની ૩૦૦મી ફિલ્મ હતી. આ ફિલ્મના પ્રમોશન માટે આખી ટીમ દિલ્હીમાં હતી. બોની કપૂર પણ ઘણાં હળવા મૂડમાં હતાં. પ્રેસ કોન્ફરન્સમાં બધાને હસી હસીને મળી રહ્યાં હતાં.ફિલ્મથી જોડાયેલ મુદ્દો પર જ્યારે એમની સાથે વાત કરતાં અમારી ટીમે તેમને પુછ્યું કે શ્રીદેવીના ૫૦ વર્ષ પુરા થવાના હેતુ સાથે આ ફ્લ્મિને રિલીઝ કરવામાં આવે છે? ત્યારે બોની એકદમ ખડખડાટ હસી પડ્યાં અને કહ્યું ફિલ્મને તો રિલીઝ કરવાની જ હતી. રિલીઝ ડેટ નક્કી થયા બાદ મીડિયામાંથી જ ખબર પડી કે આ દિવસે શ્રીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ૫૦ વર્ષ પુરા થાય છે. તો સમજી લો કે આ તેમના માટે ભેટ જ છે.અમારી ટીમે પુછ્યું કે ફિલ્મની જ ભેટ કેમ? તો બોની કપૂરે સ્મિત સાથે કહ્યું કે,’ જો હું શાહજહાં હોત તો તેમના માટે તાજમહેલ બનાવી દેત. પેંઈન્ટર હોત તો તેમની ખૂબસૂરત પેઇન્ટિંગ બનાવી દેત પરંતુ હું ફિલ્મો બનાવું છું તો તેમને આનાથી સારી ગિફ્ટ કઈ આપી શકું?’
શ્રીદેવી ભલે અવસાન પામ્યા હોય પણ તેમણે બોલિવુડ તેમજ અન્ય ભાષા જેવી કે તમિલ, તેલુગુ , મલયાલમ ફિલ્મોમાં નીભાવેલા કિરદાર એમને હંમેશા આપણી વચ્ચે જીવંત રાખશે . એક બાળકલાકાર તરીકે ફક્ત ૪ વર્ષની ઉમરમાં તેમણે તેમનું ફિલ્મી કેરિયર શરૂ કર્યું હતું. તેમના ઘણા મુવીમાંથી મને આ થોડાક બોલીવુડ મુવી અને તેમાં તેમણે બોલેલા ડાયલોગ હંમેશા યાદ રહેશે.
સદમા
સદમામાં શ્રીદેવીના ભોળપણ દર્શાવતા દમદાર અભિનયને હંમેશા લોકો યાદ રાખશે અને આજે જ્યારે શ્રીદેવી આપણી વચ્ચે નથી ત્યારે આ મુવી નું એ ગીત હંમેશા યાદ આવશે એય જીદગી ગલે લગા લે કદાચ શ્રીદેવીની કારકિર્દીનો આ શ્રેષ્ઠ અભિનય હતો.
નગીના
તમે ગમે તેટલી ટીવી સિરિયલો કે મુવીમાં નાગિન જોઈ લો પરંતુ ‘નાગિન’ શબ્દ જ્યારે તમારા મગજમાં આવે ત્યારે તમારા મગજ માં ફોટો તો નગીનાની શ્રીદેવી નો જ આવશે. એ સમયે એક અલગ જ કોન્સેપ્ટ પર બનેલી આ ફિલ્મ નું નાગિન નું પાત્ર એટલે શ્રીદેવી જ એવી છાપ છોડી ગયું હતું . જેનો બીજો ભાગ પણ ‘નિગાહે’ (૧૯૮૯) માં રજુ થયો હતો . આજે પણ અંતાક્ષરી રમવા બેસો અને ‘’મ’’ આવે ત્યારે મૈ તેરી દુશ્મન દુશ્મન તું મેરા મૈ નાગિન તું સપેરા ગીત હંમેશા યાદ આવશે આ ગીતમાં શ્રીદેવીનું પરફોર્મન્સ જોરદાર હતું.
મિ.ઇન્ડિયા
શ્રીદેવીનું ફિલ્મનું ચયન હંમેશા જોરદાર રહ્યું છે સદમા , નાગિન અને એના પછી મિ.ઇન્ડિયા(૧૯૮૭) આ ફિલ્માં “હવા હવાઈ” અને “કાટે નહીં કટતે એ દિન યે રાત” એ વખતે તો આવું બોલ્ડ સોગ કરવું ખુબ અઘરું હતું મોટા ભાગે આપણને ગીત જ યાદ રહે છે એનો વિડીયો યાદ રહેતો નથી પણ આ એવા ગીત હતા કે જે શ્રીદેવીનાં કારણે વિડીયો પણ યાદ રહેતા હતા. એ વખતે નાગિન અને મિસ્ટર ઇન્ડીયા માટે શ્રીદેવી ને ફિલ્મ ફેર એવોર્ડ પણ મળેલો.
ચાલબાઝ
જ્યારે મુવીમાં રજનીકાંત અને સની દેઓલ જેવા બે જોરદાર એક્ટર હોય તેમ છતાં આ મુવી માટે નોધ તો ફક્ત શ્રીદેવીના જોરદાર અભિનયની જ લેવાઈ હતી ડબલરોલ માં શ્રીદેવી અંજુ અને મંજુ છવાઈ ગઈ હતી. “ના જાને કહા સે આઈ હૈ ના જાને કહા કો જાયેગી દિવાના કિસે બનાએગી યે લડકી” આ ગીતથી શ્રીદેવી એ લોકોને દિવાના બનાવી દીધા હતા . ૧૯૯૦માં આ ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસ નો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. એક બાજુ ઈનોસન્ટ અને બીજી બાજુ તોફાની એવા અંજુ અને મંજુ નાં જોરદાર અભિનય હમેશા લોકો ને યાદ રહી ગયો છે આ ફિલ્મ ની આજે પણ રીપીટ વેલ્યુ છે.
ચાંદની
“રંગ ભરે બાદલ સે તેરે નૈનો કે કાજલ સે મેને ઇસ દિલ પે લિખ દિયા તેરા નામ ‘’ચાંદની’’ ઓ મેરી ચાંદની” આ મુવી નું નામ આવે એટલે શ્રીદેવી નો ચાંદની તરીકે નો ચહેરો તમારી સામે આવીને ઉભો રહી જાય.
લમ્હે
લમ્હેમાં અને દિકરી બન્નેનાં કિરદાર એક જ મુવીમાં શ્રીદેવીએ નિભાવ્યા હતા . ટૂંકમાં ચાલબાઝ મુવી પછી બે રોલ પણ આ ફિલ્મમાં શ્રીદેવીએ એક એજેડ મહિલાનો અને એક યંગ છોકરીનો રોલ બખૂબી ભજવીને પોતે ખરા અર્થમાં વર્સેટાઈલ એક્ટ્રેસ હતા એ સાબિત કરી આપ્યું હતું.
ખુદાગવાહ
સુપર સ્ટાર અમિતાબ બચ્ચન જોડે હોવા છતાં આ ફિલ્મ માં શ્રીદેવી એ પોતાના અભિનય થી લોકો નાં દિલ જીત્યા હતા અને અહીં પણ યુવાન અને વૃદ્ધ એમ બે પ્રકારના રોલ કરીને પોતાની સમર્થતા ફરીથી પ્રસ્થાપિત કરી હતી.
જુદાઇ
એક મેરીડ મિડલ ક્લાસ સ્ત્ર ની પૈસાદાર થવાની ઘેલછા અને પૈસાદાર થયા પછી ફરીવાર પ્રેમ અને પરિવાર ને પામવાની ઈચ્છા વચ્ચે જોલા ખાતી સ્ત્રીનું જોરદાર ચિત્રણ શ્રીદેવી એ પોતાના અભિનય થી કર્યું હતું.
ઇંગ્લિશ વિંગ્લિશ
લોકો કહે છે કે આ તેમનું કમબેક મુવી હતું પણ શ્રીદેવી તો ક્યારેય તેમના ચાહકો નાં દિલમાંથી ગયા જ નથી . “મેરે ફેવરેટ સબ્જેક્ટ મેં ફેલ હોકે દુસરે સબ્જેક્ટમેં પાસ હોને કા ક્યા ફાયદા ?”
મોમ
શ્રીદેવી અંગે અગાઉ કીધું એમ કે તેઓ એકલા હાથે મુવી ખેચવાની તાકાત રાખે છે જોરદાર થ્રીલીગ મુવી અને એવો જ જોરદાર અભિનય શ્રીદેવી દ્રારા “ભગવાન હર જગહ નહીં પહોચ સકતા ઉસી લિયે ઉસને મા કો બનાયા હૈ” જેવા દમદાર ડાયલોગ હંમેશા યાદ રહેશે.આમ તો શ્રીદેવી ની બેસ્ટ દસ હિન્દી ફિલ્મોનું સિલેકશન કરવું અઘરું છે કેમકે એવી ઘણી મુવી છે જેમાં એમનો અભિનય બેસ્ટ રહ્યો છે.શ્રીદેવીનું ફિલ્મ અને રોલ સિલેકશન કમાલનું હતું દરેક ફિલ્મ માં એક અલગ જ ભૂમિકામાં જોવા મળે અને ટિપિકલ બોલીવુડ એકટ્રેસ ની જેમ મુવીમાં શો પીસ નહીં પણ પોતાના ખભા પર મુવી અને થીયેટર સુધી ઓડિયન્સ ખેચવાની તાકાત એમને અલગ બનાવતી હતી. તેઓને શ્રદ્ધાંજલિ આપવાનો આ એક પ્રયાસ માત્ર છે બાકી તેઓ પોતાના અભિનય થી આપણા દિલો માં હમેશાં જીવંત રહેવાના છે.