the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis visit.www.nirmalmetro.com

મેકપાવર સીએનસી મશીન્સ લિ. એ યોજ્યો લિસ્ટિંગ સમારંભ

મેકપાવર સીએનસી મશીન્સ લિ. એ  યોજ્યો લિસ્ટિંગ સમારંભ

• રાજકોટ સ્થિત મેકપાવર સીએનસી મશીન્સ લિ.નો લિસ્ટિંગ સમારંભ અમદાવાદની હોટેલ હયાત રીજન્સીમાં ગુરુવાર, ૨૨ માર્ચ, ૨૦૧૮ના સાંજે ૭.૩૦ વાગ્યે ગુજરાતના સન્માનનીય મુખ્ય મંત્રી શ્રી વિજય રૂપાણીની વિશેષ હાજરી.
• આ કંપની તા. ૧૨ માર્ચ, ૨૦૧૮ ના રોજ રૂ. ૪૨.૫૬ કરોડનો આઈપીઓ (ઈનિશિયલ પબ્લિક ઓફર) લાવી હતી

માર્ચ, ૨૦૧૮- રાજકોટ સ્થિત મેકપાવર સીએનસી મશીન્સ લિ (મેકપાવર કે કંપની ) ઈક્વિટી શેર દીઠ રૂ. ૧૪૦ની અપ્પર પ્રાઈસ બેન્ડ સાથે રૂ. ૨૬,૧૫,૦૦૦ના ઈક્વિટી શેરોની ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ સાથે એસએમઈ મૂડીબજારમાં આઈપીઓ લાવેલ હતી.જાહેર ભરણામાટે આ આઈપીઓ ૧૨ માર્ચ, ૨૦૧૮થી ૧૪ માર્ચ, ૨૦૧૮ દરમ્યાન ખુલ્લો રહેલ, અને કંપનીના એમ ડી ના જણાવ્યા મુજબ લગભગ પ ગણો ભરાયેલ હતો, જે તા. ૨૨ માર્ચ, ૨૦૧૮ના એનએસઈ ઈમર્જ પર લિસ્ટેડ થયેલ હતો.

આ આઈપીઓના બુક રનિંગ લીડ મેનેજર, શ્રેણી ૧ મર્ચન્ટ બેન્કર પેન્ટોમેથ કેપિટલ એડવાઈઝર્સ પ્રાઈવેટ લિમિટેડ હતા. આ અવસરની ઉજવણી કરવા માટે એક ભવ્ય લિસ્ટિંગ સમારંભનું આયોજન હોટેલ હયાત રીજન્સી, અમદાવાદ ખાતે કરવામાં આવેલ હતું, જેમાં ગુજરાતના સન્માનનીય મુખ્ય મંત્રી શ્રી વિજય રૂપાણીએ હાજરી આપી હતી.

મેકપાવરનો એન્કર રોકાણકાર હિસ્સો સેબી નોંધણીકૃત ક્લોઝ- એન્ડેડ કેટેગરી ૩ એઆઈએફ ઓલ્ડ બ્રિજીસ વેન્ટેજ ઈક્વિટી ફંડ દ્વારા સબ્સ્ક્રાઈબ કરાયો છે. ઓલ્ડ બ્રિજ કેપિટલ- વેન્ટેજ ઈક્વિટીએ એન્કર રોકાણકાર તરીકે રૂ. ૧૦ કરોડનું રોકાણ કરીને કંપનીનો ૭.૨૮ ટકા હિસ્સો લીધો છે. કંપનીએ પ્રી આઈપીઓ પ્લેસમેન્ટમાં કંપનીમાં ૩.૨૪ ટકા હિસ્સો લઈને એચએસબીસી મ્યુચ્યુઅલ ફંડ સાથે રૂ. ૫.૩૫ કરોડનું પ્રી- આઈપીઓ પ્લેસમેન્ટ પણ સફળતાથી પૂર્ણ કર્યું છે.

૨૦૦૩માં સ્થાપિત મેકપાવર સીએનસી ટર્નિંગ સેન્ટર્સ, વર્ટિકલ મશીનિંગ સેન્ટર્સ, હોરિઝોન્ટલ મશીનિંગ સેન્ટર્સ, સિલિંડ્રિકલ ગ્રાઈન્ડર, વર્ટિકલ ટુર્રેટ લેથ, ટર્ન મિલ સેન્ટર્સ, ડ્રિપ ટેપ સેન્ટર, ટિવન સ્પિંડર વીએમસી અને મલ્ટી- ટાસ્કિંગ, સબ સ્પિંડલ સાથે ૫- એક્સિસના ઉત્પાદનમાં સંકળાયેલ છે. સીએનસી મશીનિંગમાં સીએનસીનો અર્થ કોમ્પ્યુટર ન્યુમેરિકલ કંટ્રોલ છે. કંપની હાલમાં કાચા માલના ઘટકોનું મશીનિંગ અને એન્ક્‌લોઝર ગાર્ડસનું આઉટસોર્સ બહારી વેન્ડર્સને કરી રહી છે. ઉપરાંત કંપની તેની પ્રોડક્ટોનું ટેસ્ટિંગ તેના તૃતીય પક્ષના વેન્ડરોને પણ આઉટસોર્સ કરી રહી છે.

આ અવસરે મેકપાવરના એમડી શ્રી રૂપેશ મહેતાએ જણાવ્યું હતું સૌરાષ્ટ્ર પ્રદેશમાં આ સૌથી મોટા એસએમઈ આઈપીઓમાંથી એક છે અને આ આઈપીઓને ભવ્ય સફળ બનાવવા માટે અમે બધા રોકાણકારોના આભારી છીએ. અમે કુલ રૂ. ૪૨.૫૬ કરોડ ઊભા કર્યા છે. આઈપીઓ ૪.૯૨ ગણો છલકાયો હતો.

મેકપાવર મશીન્સ લિમિટેડને લિસ્ટેડ થયેલી જોઈને મને બેહદ ખુશી થાય છે. રોકાણકારો, સંસ્થાઓ અને રિટેઈલ રોકાણકારોએ કંપનીમાં વિશ્વાસ મૂક્યો છે અને તેથી તેને અદભુત પ્રતિસાદ મળ્યો છે. અમે એસએમઈ આઈપીઓ થકી ગુજરાતની વધુ એસએમઈ કંપનીઓને જનતા પાસે લઈ જવા કામ કરી રહ્યા છીએ. બજારમાં ચાલતી બધી ગતિવિધિઓ વચ્ચે એસએમઈ બજાર વિશે અમે અત્યંત હકારાત્મક છીએ, એમ પેન્ટોમેથ એડવાઈઝર્સ પ્રા. લિ.ના ગ્રુપ મેનેજિંગ ડાયરેક્ટર મહાવીર લુણાવતે જણાવ્યું હતું.