હોમ ક્રેડિટ ઈન્ડિયાએ લકી ડ્રો કોન્ટેસ્ટમાં બાઈક વિજેતાની ઘોષણા કરીને ગ્રાહકોને ઈએમઆઈ સમયસર ચૂકવવા પ્રોત્સાહિત કર્યા

હોમ ક્રેડિટ ઈન્ડિયાએ લકી ડ્રો કોન્ટેસ્ટમાં બાઈક વિજેતાની ઘોષણા કરીને ગ્રાહકોને ઈએમઆઈ સમયસર ચૂકવવા પ્રોત્સાહિત કર્યા

– સમગ્ર ભારતમાં યોજાયેલી સ્પર્ધામાં ૭૭ શહેરોમાંથી લોકો સામેલ થયા
– એક જવાબદાર ઋણ સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવા માટેની સ્પર્ધા

અમદાવાદ, ૩૦ માર્ચ, ૨૦૧૮ઃ ભારતની ઝડપથી વિકસી રહેલી નોન-બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓમાંની એક હો ક્રેડિટ ઈન્ડિયા ફાઈનાન્સ પ્રા. લિ.એ ઈનોવેટિવ અને પ્રથમ એવા પ્રકારની લકી ડ્રો કોન્ટેસ્ટના વિજેતાઓની ઘોષણા કરી હતી. ગ્રાહકોને સમયસર ઈએમઆઈ ચૂકવવા માટે પ્રોત્સાહિત કરવા અને એ માટેની આદત પડે એ હેતુથી યોજાયેલી આ સ્પર્ધાને ભારતભરમાંથી હોમ ક્રેડિટ કસ્ટમર્સ દ્વારા જોરદાર પ્રતિસાદ મળ્યો હતો.
બાઈકના મેગા પ્રાઈઝનાં પાંચ વિજેતાઓમાનાં એક અમદાવાદના ઓઢવ ખાતેના લોહાર વિક્રમકુમાર હિમ્મતજી સામેલ હતા. તેઓને હોમ ક્રેડિટ ઈન્ડિયાના અમદાવાદ ખાતેના રિજિયોનલ સેલ્સ મેનેજર અબરાર નવાબ દ્વારા બાઈકની ચાવી સોંપવામાં આવી હતી.
પંજાબના મોગાથી લઈને તામિલનાડુના મદુરાઈ સુધી અને ગુજરાતના ભરૂચથી લઈને પૂર્વમાં કોલકાતા સુધી, આ કોન્ટેસ્ટમાં દેશભરના ૭૭ શહેરોમાંથી ૩.૩ મિલિયનથી વધુ લોકોએ ભાગ લીધો હતો. કોન્ટેસ્ટમાં સામેલ થવાની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે ગ્રાહકોએ હોમ ક્રેડિટ પાસેથી ૧૫ નવેમ્બર, ૨૦૧૭થી ૩૧ ડિસેેમ્બર, ૨૦૧૭ સુધી ઓછામાં ઓછી એક લોન સફળતાપૂર્વક ચાલુ રહી હોય એ જરૂરી હતું.
આ સ્પર્ધામાં ગ્રાહકોને આકર્ષક ઈનામો જેમકે મોબાઈલ ફોન્સ, વોશિંગ મશીન્સ અને હોમ થિયેટર સિસ્ટમ્સ જીતવાની અનેરી તક અપાઈ હતી. તેમા પાંચ બાઈક્સના મેગા પ્રાઈઝીસ પણ સામેલ હતા. બે મહિનાથી વધુ સમયની આકરી કામગીરી પછી, લકી ડ્રો માટે ૨૩૬ ગ્રાહકોને પસંદ કરવામાં આવ્યા હતા. વોશિંગ મશીન્સ, મોબાઈલ ફોન્સ અને હોમ થિયેટર્સની ત્રણ એવોર્ડ કેટેગરીઝમાંથી દરેકમાં ૭૭ વિજેતાઓની પસંદગી કરાઈ હતી.
હોમ ક્રેડિટ ઈન્ડિયાના ચીફ માર્કેટીંગ ઓફિસર ટોમસ હર્ડલિકાએ કહ્યું હતું, ‘લકી ડ્રો કોન્ટેસ્ટ હોમ ક્રેડિટનું વધુ એક અનોખું કદમ અમારા એક જવાબદાર ઋણ સંસ્કૃતિને પ્રોત્સાહિત કરતા કદમોમાંનું એક છે. આ કોન્ટેસ્ટથી અમને અમારા ગ્રાહકો સાથેનો નાતો વધુ મજબૂત કરવામાં તો મદદ મળી જ પરંતુ સાથે લોન મેળવતા અને તેની પરત ચૂકવણી વખતે પારદર્શી પ્રક્રિયા અને ઉત્તમ વ્યવહાર એમ સમગ્રપણે રિસ્પોન્સિબલ લેન્ડિંગ અગે જાગૃતિ સર્જાઈ તે વધુ નોંધપાત્ર છે. આનાથી વિશેષ, અમારા પ્રયાસો એ સુનિશ્ચિત કરવા માટેનાં છે કે અમારા ગ્રાહકો તેમનો સારો ક્રેડિટ સ્કોર સર્જી શકે કે જેથી તેઓ ભવિષ્યમાં પણ ઉત્તમ ફાઈનાન્સિયલ વિકલ્પો પ્રાપ્ત કરી શકે.’
એક જવાબદાર લેન્ડર તરીકે ભારત અને વિશ્વભરમાં, હોમ ક્રેડિટ ઈન્ડિયાનો હેતુ લોન લેનાર વ્યક્તિને લોન આસાનીથી પરત કરવામાં સહયોગ આપવા, પારદર્શી પ્રોસેસ દ્વારા તેમની આ માટેની અનુકૂળતા વધારવાનો છે. ફેબ્રુઆરીમાં આઈઆઈએમ, લખનૌ તથા ફાઈનાન્સિયલ પ્લાનિંગ સ્ટાન્ડડ્‌ર્સ બોર્ડ ઈન્ડિયા દ્વારા સંયુક્ત રીતે કરાયેલા અભ્યાસ અનુસાર ચાવીરૂપ પેરામીટર્સ શોધીને અને ઈન્ડસ્ટ્રીમાં સંસ્થાકિય મેટ્રિક્સ સર્જીને તથા સેલ્ફ રેગ્યુલેશનના સંસાધનથી રિસ્પોન્સિબલ લેન્ડિંગને નવેસરથી વ્યાખ્યાયિત કરી શકાય છે.