the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

બંધન બેન્ક લિમિટેડ આઈપીઓ પૃથ્થકરણ ( સબસ્ક્રાઈબ કરો)

બંધન બેન્ક લિમિટેડ આઈપીઓ પૃથ્થકરણ ( સબસ્ક્રાઈબ કરો)

બંધન બેન્ક લિમિટેડ (બીબીએલ) એક માઇક્રો ફાઇનાન્સ કંપની છે, જેણે ૨૦૧૫ માં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાનું લાઇસન્સ પ્રાપ્ત કરેલ છે, તે માટે બેન્કે ૨૩ ઓગસ્ટ, ૨૦૧૫ થી બૅન્કમાં પરિવર્તિત કરેલ છે. બેંકિંગ ઓપરેશન્સ શરૂ કરવાના ત્રણ વર્ષમાં આઈપીઓ લાવવાનો તેનો આદેશ હતો; તે તેના પ્રથમ આઇપીઓ સાથે ખૂબ વહેલા આવી રહેલ છે. બીબીએલ એક વેપારી બૅન્ક છે જે ભારતના બેન્કડ અને અન્ડરપેન્ટેડ બજારોમાં સેવા આપવા તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે. બંધન બેન્ક પાસે બેન્કિંગ લાઇસન્સ છે જે ગ્રાહક સેગમેન્ટ્‌સમાં ભારતભરમાં બેન્કિંગ સેવાઓ પૂરી પાડવા માટે પરવાનગી આપે છે. તે અત્યારે માઇક્રો બેન્કિંગ અને સામાન્ય બૅન્કિંગ, તેમજ અન્ય બિન-વ્યાજની આવક પેદા કરવા માટે અન્ય બૅન્કિંગ પ્રોડક્ટ્‌સ અને સેવાઓ માટે રચાયેલ વિવિધ અસેટ્‌સ અને જવાબદારી ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરે છે.
બીબીએલની તાકાત માઇક્રોફાઇનાન્સમાં છે અને ૩૧ ડિસેમ્બર ૨૦૧૭ સુધીમાં ૨,૬૩૩ ડીએસસી અને ૯.૮૬ મિલિયન માઇક્રો લોન ગ્રાહકોની તાકાત ધરાવે છે. આ ઉપરાંત તેણે ૫૦૧ બેંક શાખાઓ અને ૫૦ ઓટોમેટેડ ટેલર મશીનો (“એટીએમ”) નું ગ્રીનફીલ્ડ નેટવર્ક ખોલ્યું છે, જે ૩૧ ડિસેમ્બર, ૨૦૧૭ માં ૮૮૭ બેંકની શાખાઓ અને ૪૩૦ એટીએમ ખોલવામાંં આવ્યા છે, આ બન્ને ૨.૧૩ મિલિયન સામાન્ય બેન્કિંગ ગ્રાહકોની સેવામાં છે. પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં બેન્કનું ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક ખાસ કરીને મજબૂત છે, તા. ૩૧મી ડીસેમ્બર, ર૦૧૭ ના રોજ પશ્ચિમ બંગાળ, આસામ અને બિહારમાં અનુક્રમે ૫૬.૩૭ ટકા અને તેની ૫૭.૫૮ ટકા શાખાઓ અને ડીએસસી છે. તે અત્યારે માઇક્રો બેન્કિંગ અને સામાન્ય બેન્કિંગ માટે રચાયેલ વિવિધ અસેટ અને લાઈબાલીટી પ્રોડક્ટ્‌સ અને સેવાઓ પ્રદાન કરે છે. તેના એસેટ પ્રોડક્ટ્‌સમાં માઇક્રો લોન્સના નોંધપાત્ર પોર્ટફોલિયો તેમજ માઇક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઈઝ (“જીસ્ઈ”) લોન્સ અને નાના એન્ટરપ્રાઇઝ લોન્સ સહિત રિટેલ લોનનો સમાવેશ થાય છે. ૩૧ મી ડિસેમ્બર, ૨૦૧૭ સુધીમાં, તેના કુલ એડવાન્સના ૯૬.૪૯% પ્રાયોરીટી ક્ષેત્રમાં કરેલ ધિરાણ (“પીએસએલ”) રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (“આરબીઆઇ”) પીએસએલની જરૂરિયાતો સાથે સુસંગત છે. ડિસેમ્બર ૩૧, ૨૦૧૭ સુધીમાં, બીબીએલના રિટેલ-ટુ-કુલ ડિપોઝિટ રેશિયો ૮૫.૦૭ ટકા હતો. એ જ તારીખે બેન્કની થાપણો અને કુલ એડવાન્સિસ (આઈબીપીસી / એસાઈનમેંટ સહિત) અનુક્રમે રૂ. ૨૫૨૯૪ કરોડ અને રૂ. ૨૪૩૬૪ કરોડ હતા.
આ કંપની તેના મેઈડન આઈપીઓ દ્વારા તેનો રૂ. ૧૦ નો એક એવા ૧૧૯૨૮૦૪૯૪ ઈકવીટી શેર શેર દીઠ રૂ. ૩૭૦ – ૩૭૫ના ભાવથી ઓફર કરીને બજારમાંથી રૂ. ૪૪૧૩.૩૮ કરોડથી થી રૂ. ૪૪૭૩.૦૨ કરોડ એકત્રિત (નીચેના અને ઉપરના પ્રાઈઝ બેન્ડના આધારે )કરવા મૂડી બજારમાં આવેલ છે. આ ઈસ્યુમાં નવા ઈસ્યુમાં ૯૭૬૬૩૯૧૦ ઈકવીટી શેર છે જયારે ૨૧૬૧૬૫૮૪ વેચાણ માટેના શેર છે. જાહેર ભરણા માટે આ ઈસ્યુ તા. ૧પ.૦૩.૨૦૧૮ ના રોજ ખુલશે અને તા. ૧૯.૦૩.૨૦૧૮ના રોજ બંધ થશે. ફ્રેશ ઇશ્યૂનો ઉપયોગ બેન્કના ટાયર -૧ પાયાના આધારને વધારવા માટે તેની ભાવિ મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે કરવામાં આવશે. છે. વધુમાં ઇશ્યુના સંબંધમાં ખર્ચ માટે પણ ઇશ્યૂમાંથી મળેલી રકમનો ઉપયોગ પણ કરવામાં આવશે. ઓછામાં ઓછી અરજી ૪૦ શેર માટે અને તે પછી તેના ગુણાંકમાં કરવાની રહેશે. ફાળવણી પછી તેમના શેર બી એસ ઈ અને એન એસ ઈ પર લીસ્ટ થશે.
કંપનીના પોસ્ટ ઇશ્યૂ તેની ભરપાઈ થયેલ મૂડીના ૧૦ % નો હિસ્સો આપશે. શરુઆતમાં ભાવોભાવ શેર આપ્યા પછી, તેમણે બીજા ઈકવીટી શેર દીઠ રૂ. ૪ર.૯૩ના ભાવે આપી વધારે ફંડ એકત્રિત કરેલ. આ ઈસ્યે પછી તેમની હાલની ભરપાઈ થયેલ મૂડી જે રૂ. ૧૦૯૫.૧૪ છે તે વધીને રૂ. ૧૧૯ર.૮૦ થશે. પ્રમોટરો દ્વારા સરેરાશશેર સંપાદનની કિંમત શેર દીઠ રૂ. ૨૬.૧૭ છે.
આ ઈસ્યુમાં બુક રનીંગ લીડ મેનેજર કોટક મહિન્દ્રા કેપિટલ કું. લિ., એક્સિસ કેપિટલ લિમિટેડ, ગોલ્ડમેન સેક્સ (ઈન્ડિયા) સિક્યોરિટીઝ પ્રા. લિમિટેડ, જે એમ ફાઇનાન્શિયલ લિમિટેડ અને જે પી મોર્ગન ઇન્ડિયા પ્રા. લિ. છે જયારે કાર્વી કોમ્પ્યુટરશરે પ્રા. લિ. ઇશ્યૂના રજિસ્ટ્રાર છે.
કામગીરીના મોરચે, આ કંપનીએ ટર્નઓવર / ચોખ્ખો નફો રૂ. ૭.૯૫ કરોડ / રૂ. ૦.૬૦ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૫), રૂ. ૧૭૩૧.૨૫ કરોડ / રૂ. ૨૭૫.૨૫ કરોડ (નાણાકીય વર્ષ ૧૬) અને રૂ. ૪૩૨૦.૧૨ કરોડ / રૂ. ૧૧૧૧.૯૫ કરોડ (નાણાકીય વર્ષ ૧૭) થયેલ છે.ચાલુ નાણાકીય વર્ષના ૩૧.૧૨.૧૭ ના રોજ પૂરા થયેલા પ્રથમ નવ મહિના માટે રૂ. ૩૯૫૪.૫૧ કરોડની કુલ આવક પર રૂ. ૯૫૭.૭૦ નફો કરેલ છે. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ માટે તેણે સરેરાશ ઇપીએસ રૂ. ૬.૨૧ અને સરેરાશ આર આર ઓ એન ડબલ્યુ ૧૫.૨૭% છે.તા. ૩૧.૧ર.૧૭ ના રોજની એનએવી ૪૯.૩૫ના આધારે ઈસ્યુનો ભાવ ૭.૬૦ના પી/બીવી થી આવે છે. જો આપણે તેની કમાણીનું વાર્ષિકીકરણ કરીએ અને ઈસ્યુ પછીના તમામ શેરના આધારે વહેંચીએ તો માગવામાં આવેલ ભાવ લગભગ ર૭+ ના પી ઈ રેશિયોથી આવે છે. આ રીતે આ ઈસ્યુ વાજબી જણાય છે. આ ઉદ્યોગનો સંયુક્ત પી ઈ રેશિયો ૩પ+ ની આસપાસ છે, અને કેટલીક લીસ્ટેડ હરિફ કંપનીઓ જેવી કે આરબીએલ બેન્ક (૩૦), ઉજ્જીવન ફાઇનાન્સ (૧૯૪), ઈક્વિટીઝ હોલ્ડિંગ્સ (૧૧૭૩), એયુ સ્મોલ બેન્ક (૭૯) લગભગ ૩પ ના પીઈ રેશિયોથી ટ્રેડ થાય છે. આ જી રીતે કોટક બેંક, એક્ષીસ બેંક, ઈન્ડસીન્ડ બેંક, યસ બેંક, બજાજ ફાઈનાન્સતે તેમના હરીફ તરીકે ગણી શકાય.
બી આર એલ એમ મોરચે આ ઓફર સાથે પાંચ મર્ચંન્ટ બેન્કર સંકળાયેલ છે છેલ્લા ત્રણ વર્ષમાં પ૭ ઈસ્યુનું સંચાલન કરેલ છે, જેમાંથી લીસ્ટીંગના દિવસે ૧૭ ઈસ્યુ ઓફર ભાવ નીચે બંધ આવેલ છે,
નિષ્કર્ષ / ઇન્વેસ્ટમેંટ સ્ટ્રેટેજી
ધિરાણમાં નાણાકિય ક્ષેત્રની વર્તમાન બજારની લાગણી ડોલડ્રમ હોવા છતાં, આ બેંક પાસે આ પ્રકારની કંઈ બાબત નથી અને માઇક્રો ફાઇનાન્સમાં વિશિષ્ટ ભાગ ભજવી રહેલ છે જ્યાં તે તેનું પ્રભુત્વ ચાલુ રાખશે. રોકાણ ટૂંકાથી લાંબા ગાળા માટે વિચારી શકાય.