કોન્ટીનેટલ સીડ્‌સ એનએસઈ એસએમઇ આઈપીઓ પૃથ્થકરણ (અન્ય)

કોન્ટીનેટલ સીડ્‌સ એનએસઈ એસએમઇ આઈપીઓ પૃથ્થકરણ (અન્ય)

 

કોન્ટિનેન્ટલ સીડ્‌સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (સીએસસીએલ) તમામ પ્રકારની કૃષિ ફાઉન્ડેશન અને પ્રમાણિત બીજ અને મેન્થા ઓઇલના વેપારની વિકાસ, પ્રક્રિયા, વર્ગીકરણ અને પુરવઠાની કામગીરીમાં સંકળાયેલી છે. કંપની બીજની જાતો, ફાઉન્ડેશન બીજ અને પ્રોસેસિંગની પ્રમાણિત બીજમાં પ્રોસેસિંગની પ્રક્રિયામાં સંકળાયેલી છે. વિશ્વની ઝડપણી વધતી જતી વસ્તીને ખોરાક પુરો પાડવા માટે જેનેટિક મરટેરીયલમાં સુધારો કરવામાટે જરુરી બીયારણ ઉત્પાદન માટે સીડ પ્રોસેસિંગ એક મહત્વપૂર્ણ ભાગ છે. ખેડૂતને એવા ગુણવત્તાસભર બીજ મળવા આવશ્યક છે કે જે બધી અનિચ્છિત સામગ્રીથી મુક્ત હોય, કારણ કે ખેડૂતનો સમગ્ર પાક તેના પર આધાર રાખે છે. બીજ જ્યાં ઉગાડાય છે તેમાં ભાગ્યે જ વાવેતર કરવામાં આવે છે. વાસ્તવમાં, ઘણાં બધાં ઘણાં બધાં બિયારણ એવાં છે કે જે તેના પર પ્રક્રિયા કર્યા વગર વેચાણ કરવા માટે યોગ્ય હોતાં નથી. . પાકના બીજમાં વારંવાર દાંડી, ટ્ઠુહજ, ક્લસ્ટરો અથવા અન્ય માળખાંઓ હોય છે, જે મુક્તપણે વહેતા અટકાવે છે. સીએસસીએલ તેના ઉત્પાદનો માટે સમય સમય પર ઉત્તરાખંડ રાજ્ય બીજ અને ઓર્ગેનીક પ્રોડક્શન સર્ટિફિકેશન એજન્સી પાસેથી બીજ પ્રમાણપત્ર મેળવે છે.
કાર્યકારી મૂડી અને સામાન્ય કોર્પસ ફંડની જરૂરિયાત માટે અંશતઃ ફંડ એકત્રિત કરવા માટે માટે આ કંપની મેઈડન આઈપીઓ દ્વારા તેનો રૂ. ૧૦ નો એક એવા ૧૬૨૦૦૦૦ ઈકવીટી શેર, શેર દીઠ રૂ. ૨૬ ના મુકરર ભાવથી ઓફર કરીને ૪.૨૧ કરોડ એકત્રિત કરવા મૂડી બજારમાં આવેલ છે. જાહેર ભરણા માટે આ ઈસ્યુ તા. ૨૧.૦૩.૨૦૧૮ ના રોજ ખુલશે અને તા. ૨૩.૦૩.૨૦૧૮ના રોજ બંધ થશે. ઓછામાં ઓછી અરજી ૪૦૦૦ શેર્સ માટે અને તેના પછીના ગુણાંકમાં કરવાની રહેશે. ફાળવણી પછી તેમના શેર એન એસ ઈ એસ ઈ એસ એમ ઈ પર લીસ્ટ થશે. આ ઈસ્યુના લીડ મેનેજર નેવીજન્ટ કોર્પોરેટ એડવાઈઝર્સ લી છે જયારે રજીસ્ટ્રાર માસ સર્વિસીઝ પ્રા. લિ છે. આ ઈસ્યુ, ઈસ્યુ પછીની તેમની ભરપાઈ થયેલ મૂડીના ર૬.૯૯ ટકા હિસ્સો આપશે. પ્રમોટરો દ્વારા સંપાદિત શેરની સરેરાશ કિંમત શેર દીઠ રૂ. ૨.૮૬ છે. શરુઆતમાં ૨૦૦૫થી ભાવોભાવ શેર આપ્યા પછી, તેમણે બીજા ઈક્વીટી ઓકટોબર ૨૦૧૨માં શેર દીઠ રૂ. ૧૦૦ ના ભાવે આપેલ છે. આ ઉપરાંત તેમણે જુન, ર૦૧૭ ના રોજ ર શેર પર પ બોનસ શેર પણ આપેલ છે. આ ઈસ્યુ પછી તેમની હાલની ભરપાઈ થયેલ મૂડી જે રૂ. ૪.૩૮ કરોડ છે તે વધીને રૂ. ૬.૦૦ કરોડ થશે.
દેખાવને મોરચે, આ કંપનીનું ટર્ન ઓવર /નફો અનુક્રમે રૂ. ૫૪.૯૩ કરોડ / રૂ. ૦.૨૨ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૪), રૂ. ૫૭.૯૦ કરોડ / રૂ. ૦.૨૭ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૫), રૂ. ૫૮.૪૪ કરોડ / રૂ. ૦.૧૬ કરોડ (નાણાકીય વર્ષ ૧૬) અને રૂ. ૫૮.૨૪ કરોડ / રૂ. ૦.૪૯ કરોડ (નાણાકીય વર્ષ ૧૭) નોંધાવેલ છે. આમ તેમની ટોપ લાઈન લગભગ સ્થિર છે જયારે બોટમ લાઈનમાં અસંગતતા જોવા મળેલ છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ નવ માસમાં આ કંપનીએ રૂ.૫૭.૬૫ કરોડના ટર્નઓવર પર રૂ. ૦.૬૬ કરોડ નફો દર્શાવેલ છે. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં, તેમણે તા. ૩૧.૧ર.૧૭ ના રોજ સરાસરીશેર દીઠ આવક રૂ. ૦.૯૧ અને સરેરાશ આર ઓ એન ડબલ્યુ, રૂ. ૬.૨૫ના દર્શાવેલ છે. જો આપણે તેમની છેલ્લી કમાણીને, ઈસ્યુ પછીના તમામ શેરને આધારે વહેંચીએ તો માગવામાં આવેલ ભાવ ૧૭ ના પી / ઈ રેશિયોથી આવે છે, જે સામે આ ઉદ્યોગનો કંપોઝીટ પી/ઈ રેશિયો ૧૬ છે. આ ઈસ્યુ પૂર્ણ ભાવનો છે. તેમણે મંગલમ સીડ્‌. અને કેમસનસીડ્‌સને તેમના નોંધાયેલા હરિફ તરીકે બતાવેલ છે જે અનુક્રમે ૩૮ અને ૧૪ ના પી ઈ રેશિયોથી ટ્રેડ થઈ રહેલ છે. (તા. ૧૬.૩.૧૮ના રોજ)
મર્ચંટ બેંક મોરચે, છેલ્લા ત્રણ વર્ષમાં આ તેમની ૧૦મી કામગીરી છે, તેમના ૯ લીસ્ટીંગમ લીસ્ટીંગના દિવસે ૩ ડીસ્કાઉન્ટ ભાવે, એક ભાવભાવ અને પ પ્રિમિયમ સાથે ખુલેલ છે.
નિષ્કર્ષ / ઇન્વેસ્ટમેંટ સ્ટ્રેટેજી
સ્થિર કામગીરી અને સંપૂર્ણ ભાવો આ ઈસ્યુને જોખમી સોદો બનાવે છે, કેશ સરપ્લસ અને જોખમ સમજશક્તિવાળા રોકાણકારો આ ઈસ્યુમાં લાંબા ગાળા માટે રોકાણ કરવા વિચારી શકે છે

 

Review Author

DISCLAIMER: No financial information whatsoever published anywhere here should be construed as an offer to buy or sell securities, or as advice to do so in any way whatsoever. All matter published here is purely for educational and information purposes only and under no circumstances should be used for making investment decisions. Readers must consult a qualified financial advisor prior to making any actual investment decisions, based on information published here. With entry barriers, SEBI wants only well informed investors to participate is such offers. With crazy recent listings, SME IPOs have started drawing attention of investors across the board. However, as SME issues have entry barriers and continued low preference from broking community, any reader taking decisions based on any information published here does so entirely at own risk. Above information is based on information available as on date coupled with market perceptions. Author has no plans to invest in this offer.

(SEBI registered Research Analyst-Mumbai).
About Dilip Davda

Dilip Davda (SEBI registered Research Analyst-Mumbai), a freelance journalist for more than 25 years, is a stock market analyst and news article writer. Since 1985, he has contributed to print media, electronic media and often appears on TV channels as visiting stock analyst. His articles are regularly publishes in Smart Investment (English and Gujarati weekly published from Ahmedabad), Free Press Journal and many other news papers & magazines. He is also a visiting stock analyst on DD News TV Channel.

Email: dilip_davda@rediffmail.com