the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis visit.www.nirmalmetro.com

FB વિવાદઃ રવિ શંકરને કોંગ્રેસનો જવાબ, બીજેપી સાથે કામ કરે છે કેમ્બ્રિઝ એનાલિટિકા

ડેટા ચોરીના મામલામાં ફસાયેલા ફેસબુક પર ભારતના કાનૂન-ન્યાય અને સૂચના પ્રોદ્યૌગિક મંત્રી રવિશંકર પ્રસાદે ફેસબુકને કડક સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા કે જેમાં ફેસબુક પણ સામેલ છે. તેનો ઉપયોગ ચૂંટણી પ્રચારમાં કરવામાં આવ્યો તો સહન કરી લેવામાં નહિં આવે. તેમણે કહ્યું કે ફેસબુક આ વાતની ગાંઠ બાંધી લે કે જરૂર પડશે તો ભારત સરકાર તેના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરશે.

રવિશંકર પ્રસાદે ફેસબૂક સાથે જ કોંગ્રેસને પણ નિશાન તાક્યું હતું. તેમણે એક ખબરનો ઉલ્લેખ કરતાં સવાલ ઉઠાવ્યો કે કોંગ્રેસને કેમ્બ્રિઝ અનાલિટિકા સાથે કેમ પ્રેમ છે? કોંગ્રેસ તેનો ઉપયોગ કેમ કરી રહી છે? આ સંગઠન રાહુલની સોશિયલ મીડિયા પ્રોફાઈલ માં શું ભૂમિકા છે? શું કોંગ્રેસ હવે ચૂંટણી જીતવા માટે ડેટા ચોરીનો ઉપયોગ કરશે? શું સેક્સ, સ્લીઝ અને ફેક ન્યૂઝના રસ્તાને અપનાવશે. કે જેવી રીતે કેમ્બ્રિઝ એનાલિટિકાએ કર્યો?

આ સાથે જ પ્રસાદે કહ્યું કે હાલ તો રાહુલ ગાંધીના ટ્વિટર ફોલોવર ઘણા જ વધ્યા છે. ફેક ફોલોવર વધારવા માટે આનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પીએમ કહેતા હતા કે ડિજિટલી કનેક્ટ રહો અને ફિઝિકલી કનેક્ટ રહો. પરંતુ તે એવું નથી કરી રહ્યાં.

કોંગ્રેસનો રવિશંકર પ્રસાદને જવાબ

કાયદા મંત્રીના આરોપ અંગે જવાબ આપતા કોંગ્રેસના આઈટી સેલ પ્રભારી દિવ્યા સ્પંદનાએ કહ્યું કે, ‘કોંગ્રેસે ક્યારેય કેમ્બ્રિઝ એનાલિટિકાની સેવા નથી લીધી, અને ભવિષ્યમાં પણ નહીં લે. કંપની રાઈટ વિંગ પાર્ટીઓ સાથે કામ કરે છે, લિબરલ્સ સાથે નહીં. તેની વેબસાઈટ પોતે કહે છે કે તેઓ બીજેપી સાથે કામ કરે છે.’ જ્યારે ન્યૂઝ18એ તપાસ કરી તો માલુમ પડ્યું હતું કે કંપનીએ 2010ની બિહાર ચૂંટણીમાં કામ કરવાનો દાવો કર્યો છે. વેબસાઈટમાં લખવામાં આવ્યું છે કે અમારા ગ્રાહકને મોટી જીત મળી છે. અમે જેટલો ટાર્ગેટ કર્યો હતો તેના 90 ટકા સીટ અમારા ક્લાયન્ટને મળી હતી. નોંધનીય છે કે આ ચૂંટણી જેડૂયીએ જીતી હતી. એ સમયે બીજેપીએ જેડીયૂ સાથે ગઠબંધન કર્યું હતું.

કોંગ્રેસના રણદીત સુરજેવાલાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ ક્યારેય કેમ્બ્રિઝ એનાલિટિકાની સેવા નથી લીધી. આ વાત કાયદા મંત્રી રવિશંકર પ્રસાદનું સફેદ જુઠ્ઠાણું છે. આ કોંગ્રેસ વિરુદ્ધ તેમને એજન્ડા છે. સુરજેવાલાએ વધુમાં કહ્યું કે, બીજેપીની ફેક ન્યૂઝ ફેક્ટ્રીએ આજે વધુ એક ફેક પ્રોડક્ટ લોંચ કરી છે. એવું લાગે છે કે જાણે ફેક સ્ટેટમેન્ટ, ફેક પ્રેસ કોન્ફરન્સ અને ફેક એજન્ડા જ બીજેપીનું ચરિત્ર બની ગયું છે. બીજેપી અને જેડીયૂએ કંપનીની સેવા લીધી હતી. તેમણે કહ્યું કે ભારતમાં obi નામની કંપનીની પાર્ટનર છે. ઓબી બીજેપીના ગઠબંધનવાળી એક પાર્ટીના નેતાના પુત્રની કંપની છે.