ગીરીરાજ સિવિલ એનએસઈ એસએમઇ આઈપીઓ પૃથ્થકરણ (અન્ય)

ગીરીરાજ સિવિલ એનએસઈ એસએમઇ આઈપીઓ પૃથ્થકરણ (અન્ય)

ગિરિરાજ સિવિલ ડેવલપર્સ લિમિટેડ (જીસીડીએલ) એક સિવિલ વર્કસ કોન્ટ્રાક્ટીંગ અને એન્જિનિયરિંગ કંપની છે. તે હાલમાં રેલવે સેક્ટર પ્રોજેક્ટ્‌સ પર ધ્યાન કેન્દ્રિત કરી રહેલ છે, જ્યાં કંપની માટે કામનો વિશાળ અવકાશ છે જેમાં પુલની રચના, પ્લેટફોર્મ એક્સ્ટેંશનનો ખરાબ લાઇન શેડ, સ્ટેબલિંગ રેખાઓ વગરેનો સમાવેશ થાય છે; તે અન્ય સરકારી / અર્ધ-સરકારી સંસ્થાઓ જેમ કે એમ સી જી એમ અને એમઆરવીસી અને અન્ય ખાનગી કંપનીઓ માટે અન્ય માળખાકીય પ્રોજેક્ટ્‌સમાં પણ સાહસ ધરાવે છે. જીસીડીએલના મોટાભાગના પ્રોજેક્ટ્‌સ મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં છે. કંપનીએ ૨૦૦૫ માં સ્થાપનાથી ઘણા પ્રોજેક્ટ્‌સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે અને હાલમાં ૨૧ ચાલુ પ્રોજેક્ટ્‌સ છે.
તેમની લોન ભરપાઈ કરવા અને કાર્યકારી મૂડી માટે આ કંપની મેઈડન આઈપીઓ દ્વારા તેનો રૂ. ૧૦ નો એક એવા ૯૦૦૦૦૦ ઈકવીટી શેર, શેર દીઠ રૂ. ૧૦૦ ના મુકરર ભાવથી ઓફર કરીને ૯.૦૦ કરોડ એકત્રિત કરવા મૂડી બજારમાં આવેલ છે. જાહેર ભરણા માટે આ ઈસ્યુ તા. ૧૯.૦૩.૨૦૧૮ ના રોજ ખુલશે અને તા. ૨૧.૦૩.૨૦૧૮ના રોજ બંધ થશે. આ ઈસ્યુમાં ૩૦૦૦૦૦ શેર નવા અને ૬૦૦૦૦૦ શેર વેચાણ માટેના શેર છે. ઓછામાં ઓછી અરજી ૧ર૦૦ શેર્સ માટે અને તેના પછીના ગુણાંકમાં કરવાની રહેશે. ફાળવણી પછી તેમના શેર એન એસ ઈ એસ ઈ એસ એમ ઈ પર લીસ્ટ થશે. આ ઈસ્યુના લીડ મેનેજર આર્યમાન ફાઈનાન્સિઅલ સર્વિસીસ લી છે જયારે કેમિઓ કોર્પોરેટ સર્વિસીસ લિ આ ઈસ્યુના રજીસ્ટ્રાર છે. આ ઈસ્યુ, ઈસ્યુ પછીની તેમની ભરપાઈ થયેલ મૂડીના ૨૭.૭૪ ટકા હિસ્સો આપશે. પ્રમોટરો દ્વારા સંપાદિત શેરની સરેરાશ કિંમત શેર દીઠ રૂ. ૩.૨૯ અને રૂ. ૩.૮૯ છે. શરુઆતમાં તેમણે બધા જ શેર ભાવોભાવ આપ્યા પછી, તેમણે બીજા શેર રૂ. રપ થી ર. ૮પ ના ભાવે આપેલ અને નવેમ્બર ર૦૧૭ માં એક શેર પર એક શેર બોનસ આપેલ હતો. આ ઈસ્યુ પછી તેમની હાલની ભરપાઈ થયેલ મૂડી જે રૂ. ર.૯૪ કરોડ છે તે વધીનેર રૂ. ૩.ર૪ કરોડ થશે.

દેખાવને મોરચે, આ કંપનીનું ટર્ન ઓવર /નફો અનુક્રમે રૂ.૫૬.૭૪ કરોડ / રૂ. ૧.૯૭ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૪), રૂ. ૪૯.૯૫ કરોડ / આરએસ ૧.૮૯ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૫), રૂ. ૪૮.૨૧ કરોડ / રૂ. ૧.૭૫ કરોડ (નાણાકીય વર્ષ ૧૬) અને રૂ. ૪૫.૨૭ કરોડ / રૂ. ૧.૭૯ કરોડ ((નાણાકીય વર્ષ ૧૭) નોંધાવેલ છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ૯ માસમાં આ કંપનીએ રૂ.૩૩.૯૯ કરોડના ટર્નઓવર પર રૂ. ૧.૩૫ કરોડ નફો દર્શાવેલ છે. આમ તેમની ટોપ અને બોટમ લાઈન ઘટતી જરી રૂખ દર્શાવે છે. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં તેમની સરેરાશ શેર દીઠ આવક ૫.૯૧ છે અને આર ઓ એન ડબલ્યુ ૯.૨૬ છે. તા. ૩૧.૩.૧૭ના તેમને એન એવી રૂ. ૬૪.૨૨ મુજબ તેમના શેરનો ભાવ ૧.૫૬ ના પીઈ રેશિયોથી આવે છે, અને ઈસ્યુ પછીના એન એ વી ૬૭.૩૩ ના આધારે ૧.૪૮ના પી/બીવી થી આવે છે. જો આપણે તેમની છેલ્લી કમાણીને, ઈસ્યુ પછીના તમામ શેરને આધારે વહેંચીએ તો માગવામાં આવેલ ભાવ ૧૮ ના પી / ઈ રેશિયોથી આવે છે, જે સામે આ ઉદ્યોગનો સરેરાશ પીઈ રેશિયો ૩પ ની આસપાસ છે. તેમની કોઈ લીસ્ટેડ હરિફ નથી.કામગીરીની દ્રષ્ટિએ નફો ખૂબ નબળો અને ઈસ્યુના ભાવ વધારે જણાય છે. તેમના લીસ્ટેડ હરિફો સીએમએમ ઇન્ફ્રા (૨૯), દિલિપ બિલ્ડકોન (૨૨), કેએનઆર કન્સ્ટ્રક્શન (૧૭) (૧૫.૦૩.૧૮ ના રોજ) ના પીઈ રેશિયોથી વેચાઈ રહેલ છે. ઘટતી જતી દેખાવની રૂખ વિષે વિચારીએ તો આ ઈસ્યુ પૂર્ણ ભાવનો જણાય છે.
મર્ચંટ બેંક મોરચે, છેલ્લા ત્રણ વર્ષમાં આ તેમની ર૯ મી કામગીરી છે, (જેમાં એક મેઈનબોર્ડ આઈપીઓ અને બાકીના એસ એમ ઈ આઈપીઓનો સમાવેશ થાય છે. )તેમના ૧૦ લીસ્ટીંગમાં, લીસ્ટીંગના દિવસે ૪ ડીસ્કાઉન્ટ ભાવે, ૧ ભાવોભાવ, ૪ ઈસ્યુ ૧% થી ર૦%ના પ્રિમિયમથી ખુલેલ હતા. માત્ર એક મેઈનબોર્ડ આઈ પીઓ (એપોલો માઈક્રો) લીસ્ટીંગના દિવસે ૭૩.૦૮% ની આસપાસના પ્રિમિયમથી ખુલેલ હતો.
નિષ્કર્ષ / ઇન્વેસ્ટમેંટ સ્ટ્રેટેજી
દેખાવમાં ઘટતા વલણોને ધ્યાનમાં રાખીએ તો આ ઈસ્યુ સંપૂર્ણ કિંમતવાળો છે. કેશ સરપ્લસ જોખમી સમજશક્તિવાળા રોકાણકારો લાંબા ગાળે પોતાના જોખમે રોકાણ વિચારી શકે છે.

Review Author

DISCLAIMER: No financial information whatsoever published anywhere here should be construed as an offer to buy or sell securities, or as advice to do so in any way whatsoever. All matter published here is purely for educational and information purposes only and under no circumstances should be used for making investment decisions. Readers must consult a qualified financial advisor prior to making any actual investment decisions, based on information published here. With entry barriers, SEBI wants only well informed investors to participate is such offers. With crazy recent listings, SME IPOs have started drawing attention of investors across the board. However, as SME issues have entry barriers and continued low preference from broking community, any reader taking decisions based on any information published here does so entirely at own risk. Above information is based on information available as on date coupled with market perceptions. Author has no plans to invest in this offer.

(SEBI registered Research Analyst-Mumbai).
About Dilip Davda

Dilip Davda (SEBI registered Research Analyst-Mumbai), a freelance journalist for more than 25 years, is a stock market analyst and news article writer. Since 1985, he has contributed to print media, electronic media and often appears on TV channels as visiting stock analyst. His articles are regularly publishes in Smart Investment (English and Gujarati weekly published from Ahmedabad), Free Press Journal and many other news papers & magazines. He is also a visiting stock analyst on DD News TV Channel.

Email: dilip_davda@rediffmail.com