કર્ડા કન્સ્ટ્રક્શન આઇપીઓ સમીક્ષા

કર્ડા કન્સ્ટ્રક્શન આઇપીઓ સમીક્ષા
–  દિલીપ દાવડા દ્વારા

Karda Construction IPO review

રોકાણકારો લાંબા ગાળા માટે રોકાણ કરવા વિચારી શકે. (સબસ્કાઈબ)

કર્ડા કન્સ્ટ્રકશન લિમિટેડ (કેસીએલ) એક સુસ્થાપિત નાસિક સ્થિત જૂથ છે, જે બે દાયકાથી વધુ સમયથી બાંધકામ ઉદ્યોગમાં હાજરી ધરાવે છે. આરંભથી જ જૂથે રેસિડેન્શિયલ સેગમેન્ટમાં પોષણક્ષમ હાઉસિંગ વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને વર્ષ ૨૦૦૧ થી, આ જૂથે કોમર્શિયલ સેગમેન્ટમાં વૈવિધ્યીકરણ કર્યું હતું. રિયલ એસ્ટેટ સેક્ટરમાં ગ્રૂપની પ્રવૃત્તિઓનું નિર્માણ કરવાના હેતુથી આ કંપની, કર્ડા કન્સ્ટ્રક્શન લિમિટ ૨૦૦૭ માં સ્થાપવામાં ં આવી હતી. કંપની ગુણવત્તા અને વાજબી વિકાસ પર કેન્દ્રિત છે કાર્ડા સાથે “હરિ” નામની પ્રતિષ્ઠિત બ્રાન્ડ છે અને રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં સમકાલીન સ્થાપત્ય, મજબૂત પ્રોજેક્ટ અમલીકરણ અને ગુણવત્તાસભર બાંધકામ પર ભાર મૂકવામાં આવે છે. કેસીએલ પાસે હાલમાં ૧૧ ચાલુ અને ૩ આયોજિત પ્રોજેક્ટ્‌સ છે, જે અંદાજે ૧૭,૧૩,૭૨૫ ચોરસફીટનું કુલ અંદાજપત્રીય ક્ષેત્ર પૂરું પાડશે તેવી અપેક્ષા છે. વ્યાપાર પ્રવૃત્તિઓના તેમના પોર્ટફોલિયોને વિસ્તૃત કરવા માટે વધુમાં વધુ કંપનીએ તાજેતરમાં બાંધકામના કોન્ટ્રાક્ટ્‌સમાં પ્રવેશ કર્યો છે જેથી અન્ય શહેરોમાં તેની હદોને વિસ્તૃત કરી શકાય છે. મુંબઈ અને પુણે જેવા મોટા શહેરોમાં નિકટતાને ધ્યાનમાં રાખીને ઝડપી વિકાસ માટે નાસિકની રિયલ્ટી માર્કેટ તૈયાર કરવામાં આવી છે અને બંને શહેરોમાં રિયલ્ટી બજારોની વર્તમાન સંતૃપ્તિ મુંબઈ અને પૂણે જેવા વિભિન્ન પરિબળોમાં નાસિકની રિયલ એસ્ટેટ વૃદ્ધિને અસર થવાની શક્યતા ઓછી છે.
તેના અંશતઃ રિપેમેન્ટ અને ઓવરડ્રાફટ લીમીટ માટે, લોનનું અંશતઃ ચુકવણું અને કારીકારી મૂડીની જરૂરિયાત માટે ફંડ એકત્રિત કરવા આ કંપની મેઈડન આઈપીઓ દ્વારા તેનો રૂ. ૧૦ નો એક એવા ૪૩૦૦૦૦૦ ઈકવીટી શેર, શેર દીઠ રૂ. ૧૭૫ થી રૂ. ૧૮૦ ના ભાવે ઓફર કરીને નીચેના અને .પરના પ્રાઈઝબેન્ડના આધારે બજારમાં રૂ. ૭૫.૨૫ કરોડથી રૂ. ૭૭.૪૦ કરોડ એકત્રિત કરવા માટે મૂડી બજારમાં આવેલ છે. આ ઈસ્યુમાં ૨૩૦૦૦૦૦ નવા ઈસ્યુ અને ૨૦૦૦૦૦૦ પ્રમોટર દ્વારા વેચાણ માટે શેર છે. જાહેર ભરણા માટે આ ઈસ્યુ તા. ૧૬.૦૩.૨૦૧૮ ના રોજ ખુલશે અને તા. ૨૧.૦૩.૨૦૧૮ના રોજ બંધ થશે. ઓછામાં ઓછી અરજી ૮૦ શેર્સ માટે અને તેના પછીના ગુણાંકમાં કરવાની રહેશે. ફાળવણી પછી તેમના શેર બી એસ ઈ અને એન એસ ઈ પર લીસ્ટ થશે. આ ઈસ્યુના બુક રનીંગ લીડ મેનેજર આર્યમાન ફાઈનાન્સિઅલ સર્વિસીસ લી છે અને રજીસ્ટ્રાર તરીકેની કામગીરી બીગ શેર સર્વિસીસ પ્રા. લી. આપી રહેલ છે. આ ઈસ્યુ ભરપાઈ થયા પછી તેની મૂડીના ૩૪.૯૬ ટકા હિસ્સો આપશમે. પ્રમોટર દ્વાર શેર સંપાદનની કિંમત શેર દીઠ રૂ. પ છે. કંપનીના બધા જ શેર ભાવોભાવ આપેલ છે. તેઓએ જુન ર૦૧૬ માં પ શેર પર ૪ શેર અને જુલાઈ ર૦૧૭ માં ૯ શેર પર એક શેર બોનસ આપેલ હતો. આ ઈસ્યુ પછી તેમની હાલની ભરપાઈ થયેલ મૂડી જે રૂ. ૧૦ કરોડ છે તે વધીને ર. ૧ર.૩૦ કરોડ થશે.
કામગીરીના મોરચે, આ કંપનીએ ટર્નઓવર / ચોખ્ખો રૂ. ૫૯.૦૭ કરોડ / રૂ. ૩.૬૧ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૪), રૂ. ૪૬.૫૩ કરોડ / રૂ. ૩.૦૮ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૫), રૂ. ૧૦૫.૯૩ કરોડ / રૂ. ૬.૩૭ કરોડ (નાણાકીય વર્ષ ૧૬) અને રૂ. ૧૧૦.૦૨ કરોડ / રૂ. ૮.૦૩ કરોડ (નાણાકીય વર્ષ ૧૭) નોધાવેલ છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિના માટે, રૂ. ટર્નઓવર રૂ.પર ૪૫.૭૦ કરોડ પર રૂ. પ.પર નફો નોંધાવેલ છે. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ માટે, તેમણે શેર દીઠ આવક રૂ. ૬.૬પ અને સરેરાશ આર ઓ એન ડબલ્યુ રપ.૮૧ ટકા નોંધાવેલ છે. તા. ૩૦.૯.૨૦૧૭ના રોજના એન એ વી ૩૫.૮૭ ના આધારે આ ઈસ્યુનો ભાવ પ.૦૧ ના પી/બીવીથી આવે છે. જો આપણે તેમણી છેલ્લી કમાણીનું વાર્ષિકીકરણ કરીએ અને આ ઈસ્યુ પછીના બધા જ શેરના આધારે વહેંચીએ તો માગવામાં આવેલ ભાવ ર૦+ ના પીઈ રેશિયોથી આવે છે જે સામે આ ઉદ્યોગનો સંયુક્ત પી/ઈ રેશિયો ૪૦ છે.
ઓફર ડોક્યુમેન્ટ્‌સ મુજબ, તમના હરિફો કોલ્ટે પાટિલ (૨૩), પ્રીના ઈન્ફ્રા (૫), અરિહંત સુપર (૨૦) તા.૦૯.૦૩.૧૮ ના રોજ કૌસમાં દર્શાવેલ પી / ઇ આસપાસ ટ્રેડ કરી રહ્યા છે. આ ઈસ્યુ સંપૂર્ણપણે કિંમતવાળી હોય છે.
મર્ચન્ટ બેન્કરના મોરચે, છેલ્લાં ત્રણ વર્ષમાં આ તેમની આ પ્રકારની ૨૬ મી કામગીરી છે (૧ મુખ્ય બોર્ડ આઇપીઓ અને બાકીના એસએમઈ સહિત) છેલ્લા ૧૦ લીસ્ટીંગમાંથી, ૪ ઈસ્યુ ઓફર ભાવથી ડિસ્કાઉન્ટમાં ખોલેલ છે, ૧ ભાવોભાવ અને ૪ ઈસ્યુ થી ૧% થી ૨૦% સુધીની પ્રીમિયમ સાથે ખુલેલ છે. . લિસ્ટિંગના દિવસે માત્ર એક જ મુખ્ય બોર્ડ લિસ્ટિંગ (એપોલો માઇક્રો) આશરે ૭૩.૮% પ્રીમિયમ પર ખોલવામાં આવેલ હતો.
નિષ્કર્ષ / ઇન્વેસ્ટમેંટ સ્ટ્રેટેજી
આ ઈસ્યુ પૂર્ણ ભાવનો છે. જો કે, આગળ જતાં પોષણક્ષમ ભાવના મકાનોના ભાવિની ઉજ્જવળતા જોતાં, અને કંપની પણ પોષણક્ષમ ભાવનાં (ઓછા ભાવનાં) મકાનો પર વધારે ભાર મુકતી હોઈ, રોકાણકારો લાંબા ગાળા માટે રોકાણ કરવા વિચારી શકે. (સબસ્કાઈબ)