લેક્સ નિમ્બલ બીએસઈ એસએમઈ આઈપીઓ રીવ્યૂ (ટાળો)

લેક્સ નિમ્બલ બીએસઈ એસએમઈ આઈપીઓ રીવ્યૂ (ટાળો)

લેક્સ નિમ્બલ સોલ્યુશન્સ લિમિટેડ (એલએનએસએલ) એ લેક્સ નિમ્બલ સોલ્યુશન્સ ઇન્ક, યુએસએની પેટાકંપની છે, જે કંપનીમાં ૯૭.૮૧ ટકા હિસ્સો ધરાવે છે. કંપની મૂલ્યાંકન સલાહકાર, સર્ટિફિકેશન, તાલીમ અને સંબંધિત સેવાઆ, આઈટી પ્રોડક્ટ અને વિકાસ અને સેવાઓ ના વ્યવસાય સાથે સંકળાયેલી છે, આઈટી એપ્લિકેશન, વિકાસ, જાળવણી અને સપોર્ટ, કોર્પોરેટ તાલીમ અને કન્સલ્ટિંગ જેવી મુખ્ય આવક છે. કંપની હવે આઇએસઓ પ્રમાણપત્ર અને સીએમએમઆઇ કન્સલ્ટિંગ ક્ષેત્રમાં નવી તકોનું નિરીક્ષણ કરવાની યોજના ધરાવે છે.
સીએમએમઆઇ કન્સલ્ટિંગમાં કાર્યરત થવાની યોજના, ભારતીય બજારો માટે ઉત્પાદન સરળ કાયદાનું કસ્ટમાઇઝેશન, આઇએસઓ પ્રમાણિત સંસ્થા અને સામાન્ય કોર્પસ ફંડની જરૂરિયાતની યોજનાઓનો ભાગ લેવો વગેરે માટે ફંડની જરૂરિયામાટેઆ કંપની મેઈડન આઈપીઓ દ્વારા તેનો રૂ. ૧૦ નો એક એવા ૧૧૧૨૦૦૦ ઈકવીટી શેર, શેર દીઠ રૂ. પ૭ ના મુકરર ભાવથી ઓફર કરીને બજારમાંથી રૂ. ૬.૩૪ એકત્રિત કરવા મૂડી બજારમાં આવેલ છે. જાહેર ભરણા માટે આ ઈસ્યુ તા. ૧૨.૦૩.૨૦૧૮ ના રોજ ખુલશે અને તા. ૧૬.૦૩.૨૦૧૮ના રોજ બંધ થશે. ઓછામાં ઓછી અરજી ર૦૦૦ શેર્સ માટે અને તેના પછીના ગુણાંકમાં કરવાની રહેશે. ફાળવણી પછી તેમના શેર બી એસ ઈ એસ એમ ઈ પર લીસ્ટ થશે. આ ઈસ્યુના લીડમેનજર તરીકે કોન્ટીસેન્સ એન્ટરપ્રાઈસીસ પ્રા. લી કાર્ય કરી રહેલ છે જયારે રજીસ્ટ્રાર તરીકેની કામગીરી બીગશેર સર્વિસીસ પ્રા. લી. કરી રહેલ છે. આ ઈસ્યુ આ કંપનીની ભરપાઈ થયેલ મૂડીના ૨૬.૫૪ ટકા હિસ્સો આપશે. પ્રમોટરો દ્વારા સંપાદિત શેરની સરેરાશ કિંમત રૂ. ૧૪.૨૬ છે. શરુઆતમાં ભાવોભાવ શેર આપ્યા પછી, તેમણે બાકીના શેર જુન ર૦૧ર થી ઓક્ટોબર ર૦૧૭ દરમ્યાન રૂ. ૪૮.૪૨ થી રૂ. ૧૦૦.૩૧ની રેન્જમાં આપેલ છે. આ ઉપરાંત તેઓએ જુલાઈ ર૦૧૭ માં એક શેર પર પાંચ શેર બોનસ આપેલ છે. આ ઈસ્યુ પછી કંપનીની હાલની ભરપાઈ થયેલ મૂડી જે રૂ. ૩.૦૮ કરોડ છે તે વધીને રૂ. ૪.૧૯ કરોડ થશે.
કામગીરીના મોરચે, આ કંપનીએ ટર્નઓવર / ચોખ્ખો નફો રૂ. ૨.૧૯ કરોડ / રૂ. ૦.૧૧ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૪), રૂ. ૧.૪૨ કરોડ / રૂ. ૦.૧૨ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૫), રૂ. ૧.૪૩ કરોડ / રૂ. ૦.૧૨ કરોડ (નાણાકીય વર્ષ ૧૬) અને રૂ. ૧.૭૪ કરોડ / રૂ. ૦.૦૫ કરોડ (નાણાકીય વર્ષ ૧૭) થયેલ છે. આમ જ્યારે ટોચની લાઇનમાં અસંગતતા જોવા મળે છે, ત્યારે નાણાકીય વર્ષ ર૦૧૪ થી નાણાકીય વર્ષ ર૦૧૬ સુધી બોટમ લાઈન લગભગ સ્થિર રહી છે. નાણાકીય વર્ષ ૧૭ માં તેમણે ચોખ્ખા નફામાં ઘટાડો નોંધાવ્યો છે. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ માટે રૂ. ૦.પ૧ કરોડના ઈકવીટી બેઈઝ પર તેણે સરેરાશ શેર દીઠ આવક રૂ. ૧.૮૬ અને સરેરાશ આર ઓ એન ડબલ્યુ રૂ. ૨ ટકા દર્શાવેલ છે. તા. ૩૧.૧૦.૧૭ ના રોજના એન એ વી રૂ. ૧૬.ર૪ ના આધારે આ ઈસ્યુની કિંમત ૩.૫૧ ની પી / બી.વી. થી આવે છે, અને ઈસ્યુ પછીના એન એ વી ર૩.૦૬ના આધારે ઈસ્યુ ભાવ ર.૪૭ પી / બીવી થી આવે છે. ચાલુ નાણાકીય વર્ષના ૩૧.૧૦.૧૭ ના રોજ સમાપ્ત થતા સમયગાળા માટે, તેણે રૂ. ૧.૦૧ કરોડ ના ટર્નઓવર પર રૂ .૦.૧ર કરોડના નફો કરેલ છે. જો આપણે તેમની છેલ્લી કમાણીનું વાર્ષિકીકરણ કરીએ અને તેને ઈસ્યુ પછીના સંપૂર્ણ શેર આધારે વહેંચીએ તો માગવામાં આવેલ ભાવ લગભગ ૧૧૪ ના પી ઈ રેશિયોથી આવે છે જે ભાવ અતિશય વધારેછે. ઓફર ડોકયુમેન્ટના આધારે તા. ૧.૩.૧૮ ના રોજ તેમની લીસ્ટેડ હરિફ કંપની લગભગ ર૮ (એક્ષેલ રિઆલીટી), ૧૯૭૧ (ઈટ્રાસોફટ ટેકનો અને ર૮૦ (એચ ઓ વી) થી વેચાઈ રહેલ છે. જો કે આ બધી કંપનીઓ તેમની સાથે સંપૂર્ણરીતે સરખાવી શકાય તેવી નથી કારણ કે ધંધાની લાઈન સરખી નથી. આ ઉદ્યોગ રર ની આસપાસ પી ઈ રેશીયો ધરાવે છે.
મર્ચન્ટ બેન્કરના મોરચે, આ અત્યાર સુધીની તેમની બીજી કામગીરી છે અને એક માત્ર ઈસ્યુ ‘લ્યુબ્લડ વેન્ચર્સ’ લીસ્ટ થયેલ છે જે લીસ્ટીંગના દિવસે ર ટકા પ્રિમિયમથી ખુલેલ હતો.
નિષ્કર્ષ / ઇન્વેસ્ટમેંટ સ્ટ્રેટેજી
અત્યાર સુધીના અસાતત્યભર્યા દેખાવને જોતાં આ ઈસ્યુનો ઉંચા ભાવનો છે. ભરપાઈ થયેલ ઈકવીટી રૂ. ૦.પ૧ કરોડથી વધીને રૂ. ૪.૧૯ કરોડ થયેલ છે. આ ઇસ્યુ છોડી દેવામાં કોઈ નુકશાન નથી.

Review Author

DISCLAIMER: No financial information whatsoever published anywhere here should be construed as an offer to buy or sell securities, or as advice to do so in any way whatsoever. All matter published here is purely for educational and information purposes only and under no circumstances should be used for making investment decisions. Readers must consult a qualified financial advisor prior to making any actual investment decisions, based on information published here. With entry barriers, SEBI wants only well informed investors to participate is such offers. With crazy recent listings, SME IPOs have started drawing attention of investors across the board. However, as SME issues have entry barriers and continued low preference from broking community, any reader taking decisions based on any information published here does so entirely at own risk. Above information is based on information available as on date coupled with market perceptions. Author has no plans to invest in this offer.

(SEBI registered Research Analyst-Mumbai).
About Dilip Davda

Dilip Davda (SEBI registered Research Analyst-Mumbai), a freelance journalist for more than 25 years, is a stock market analyst and news article writer. Since 1985, he has contributed to print media, electronic media and often appears on TV channels as visiting stock analyst. His articles are regularly publishes in Smart Investment (English and Gujarati weekly published from Ahmedabad), Free Press Journal and many other news papers & magazines. He is also a visiting stock analyst on DD News TV Channel.

Email: dilip_davda@rediffmail.com