મેનપાવર સીએનસી મશીન્સ એન એસ ઈ એસ એમ ઈ આઈ પી ઓ પૃથ્થકરણ (અધર્સ)

મેનપાવર સીએનસી મશીન્સ એન એસ ઈ એસ એમ ઈ આઈ પી ઓ પૃથ્થકરણ (અધર્સ)

 રોકાણકારો પોતાના જોખમે રોકાણ વિચારી શકે છે.

 

મેકપાવર સીએનસી મશીન્સ લિમિટેડ (એમસીએનસી) સીનસી (કોમ્પ્યુટર ન્યુમેરિકલ કંટ્રોલ) ટર્નિંગ કેન્દ્રો, વર્ટિકલ મશિનિંગ સેન્ટર્સ, હોરિઝોન્ટલ મશીનિંગ સેન્ટર્સ, સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડર, વર્ટિકલ ટર્ઝર લેથ, ફેર મિલ કેન્દ્રો, ડ્રિલિંગ ટેપ સેન્ટર, ટ્‌વીન સ્પિન્ડલ વીએમએમ અને મેન્યુફેક્ચરીંગ પેટા સ્પિન્ડલ સાથે મલ્ટી ટાસ્કિંગ ૫-અક્ષ ટેક્નોલોજી આધારિત માગને પહોંચી વળવા માટે તેણે સીએનસી મશીનો સાથે સંકલિત રોબોટિક ઑટોમેશનની પણ ઓફર કરી છે. કંપની તેના ઉત્પાદનોને બનાવવા માટે વિવિધ ઘટકો અને ભાગો આયાત કરે છે
પાછળની એકીકરણ સુવિધાઓ માટે અને સામાન્ય કોર્પસ ફંડની જરૂરિયાતોને સુયોજિત કરવા માટેઆ કંપની મેઈડન આઈપીઓ બુક બિલ્ડીંગ દ્વારા તેનો રૂ. ૧૦ નો એક એવા આશરે ૨૬૧૫૦૦૦ ઈકવીટી શેર શેર દીઠ રૂ. ૧૨૬ થી ૧૪૦ ના પ્રાઈઝ બેન્ડથી ઓફર કરીને બજારમાંથી રૂ. ૩૨.૯૫ કરોડ થી રૂ. ૩૬.૬૧ કરોડ (નીચેની અને ઉપરની પ્રાઈઝ બેન્ડને આધારે )એકત્રિત કરવા મૂડી બજારમાં આવેલ છે. જાહેર ભરણા માટે આ ઈસ્યુ તા. ૧૨.૦૩.૨૦૧૮ ના રોજ ખુલશે અને તા. ૧૪.૦૩.૨૦૧૮ના રોજ બંધ થશે. ઓછામાં ઓછી અરજી ૧૦૦૦ શેર્સ માટે અને તેના પછીના ગુણાંકમાં કરવાની રહેશે. ફાળવણી પછી તેમના શેર એન એસ ઈ એસ એમ ઈ પર લીસ્ટ થશે. આ ઈસ્યુના લીડમેનજર તરીકે પેન્થોમેથ કેપિટલ એડવાઈઝર્સ પ્રા. લી કાર્ય કરી રહેલ છે જયારે રજીસ્ટ્રાર તરીકેની કામગીરી લીન્ક ઈનટાઈમ ઈન્ડિયા પ્રા. લી. કરી રહેલ છે. આ ઈસ્યુનું ખરેખર કદ ૩૦૪૦૦૦૦ ઈકવીટી શેર હતું, પરંતુ આ કંપનીએ શેર દીઠ રૂ. ૧ર૬ ના ભાવથી ૪૨૫૦૦૦ શેર પ્રિ- આઈપીઓ પ્લેસમેન્ટ તરીકે આપીને રૂ. પ.૩૬ કરોડ મેળવેલ છે, આ કારણે તેનું કદ ઘટેલ છે. શરુઆતમાં ભાવોભાવ શેર આપ્યાર પછી, જાન્યુઆરી ર૦૦૭ થી ફેબ્રુઆરી ર૦૧૮ વચ્ચે તેઓએ શેર દીઠ રૂ. ૩૭ થી રૂ. ૧ર૬ના ભાવે બીજા શેર આપેલ છે. આ ઉપરાંત તેઓએ નવેમ્બર ર૦૧૭ ના શેર હોલ્ડરોને દરેક એક શેર પર ૮.૪ બોનસ શેર આપેલ છે. આ ઈસ્યુ પછી તેમની હાલની ભરપાઈ થયેલ મૂડી જે રૂ. ૭.૧૯ કરોડ છે તે વધીને રૂ. ૯.૮૧ કરોડ થશે. પ્રમોટરો દ્વારા સંપાદિત શેરની સરેરાશ કિંમત રૂ. ૩.૮૪ અને રૂ. ૪.૪૯ છે. પ્રિ આઈપીઓ પ્લેસમેન્ટ પછી નેટ ઈસ્યુ આઈ પી ઓ પછીની મૂડીના ર૬.૭૧ ટકા હિસ્સો આપશે.
કામગીરીના મોરચે, આ કંપનીએ ટર્નઓવર / ચોખ્ખો નફો રૂ. રૂ. ૪૨.૩૭ કરોડ / રૂ. ૦.૨૮ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૪), રૂ. ૬૪.૨૬ કરોડ / રૂ. ૦.૨૯ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૫), રૂ. ૬૪.૧૬ કરોડ / રૂ. ૦.૪૯ કરોડ (નાણાકીય વર્ષ ૧૬) અને રૂ. ૬૯.૫૫ કરોડ / રૂ. ૦.૭૯ કરોડ (નાણાકીય વર્ષ ૧૭) નોંધાવેલ છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિના માટે, રૂ.૪૬.૪પ કરોડના ટર્નઓવર પર રૂ. ૪૬.૪૫ કરોડ નફો દર્શાવેલ છે. ઇશ્યૂની કિંમત તા. ૩૦.૯.૧૭ના રોજ ની ૧૦.૦૬ એન એ વી ના આધારે ૫.૩૭ ના પી / બીવી પર રાખવામાં આવેલ છે. પ્રથમ અડધી કામગીરી એ ખરેખર આશ્ચર્યજનક છે કે જેમાં ઈતિહાસનો શ્રેષ્ઠ ટર્નઓવર / નફો દર્શાવેલ છે, જે પ્રિ આઈ પી ઓ પ્લેસમેન્ટ માટે રાંધવામાં આવેલ હોય તેવું લાગે છે. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ માટે આ કંપનીએ ઈકવીટી બેઇઝ રૂ. ૦.૬૦ કરોડ, જે આ ઈસ્યુ પછી રૂ. ૯.૪૧ કરોડ થનાર છે તે પર સરેરાશ શેર દીઠ આવક રૂ. ૦.૯૨ અને સરેરાશ આર ઓ એનડબ્લ્યુએ ૧૯.૧૦% દર્શાવેલ છે. જો આપણે તેની છેલ્લી કમાણીનું વાર્ષિકીકરણ કરીએ અને પ્રિ-આઈપીઓ પ્લેસમેન્ટ દ્વારા (રાંધેલા) કામકાજ સાથેના ઈસ્યુ પછીના બધા શેર પર વહેંચીએ તો ભાગવામાં આવેલ ભાવ ૧૧ ના પી/ઈ રેશિયોથી આવે છે, આ રીતે આ શેરનો ભાવ વાજબી છે. ઓફર ડોકયુમેન્ટ અનુસાર, તેની સરખામણી લોકેશ મશીન્સ સાથે કરી શકાય કે જે તેમની લીસ્ટેડ હરિફ છે, જેના શેર તા. ૧.૩.૧૮ ના રોજ લગભગ ર૯ ના પી ઈ રેશિયોથી વેચાઈ રહેલ છે.
મર્ચંટ બેંક મોરચે , ઓફર ડોકયુમેન્ટ અનુસાર, છેલ્લા ત્રણ વર્ષમાં આ તેમનો ૬૩ મો ઈસ્યુ છે. તેમના છેલ્લા ૧૦ લીસ્ટીંગમાં, લીસ્ટીંગના દિવસે એક ડીસ્કાઉન્ટ ભાવે ખુલેલ છે, એકમાં ખુલવાનો ભાવ માત્ર રૂ. ૦.૦પ હતો, ૭ ૪% થી ર૦% પ્રિમિયમ સાથે ખુલેલ છે, અને એક (મેઈન બોર્ડ ઈસ્યુ) ઓફર ભાવ કરતાં રૂ. ૧૩૦ ના પ્રિમિયમથી ખુલેલ હતો.
નિષ્કર્ષ / ઇન્વેસ્ટમેંટ સ્ટ્રેટેજી
કંપની જે સ્થિર ટોપ લાઇન ધરાવે છે અને તેની સાથે સાથે બોટમ લાઈનમાં પણ સુધારો દર્શાવે છે, પરંતુ પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ટોપ અને બોટમ લીટીમાં અચાનક કૂદકો ખરેખર આશ્ચર્યજનક છે (આઈપીઓની આગળ રાંધવામાં આવે છે). ઈક્વિટી રૂ. ૦.૬૦ કરોડથી રૂ. ૯.૮૧ કરોડ થઈ જાય છે જે ચિંતા ઉભી કરે છે. રોકાણકારો પોતાના જોખમે રોકાણ વિચારી શકે છે.

Review Author

DISCLAIMER: No financial information whatsoever published anywhere here should be construed as an offer to buy or sell securities, or as advice to do so in any way whatsoever. All matter published here is purely for educational and information purposes only and under no circumstances should be used for making investment decisions. Readers must consult a qualified financial advisor prior to making any actual investment decisions, based on information published here. With entry barriers, SEBI wants only well informed investors to participate is such offers. With crazy recent listings, SME IPOs have started drawing attention of investors across the board. However, as SME issues have entry barriers and continued low preference from broking community, any reader taking decisions based on any information published here does so entirely at own risk. Above information is based on information available as on date coupled with market perceptions. Author has no plans to invest in this offer.

(SEBI registered Research Analyst-Mumbai).
About Dilip Davda

Dilip Davda (SEBI registered Research Analyst-Mumbai), a freelance journalist for more than 25 years, is a stock market analyst and news article writer. Since 1985, he has contributed to print media, electronic media and often appears on TV channels as visiting stock analyst. His articles are regularly publishes in Smart Investment (English and Gujarati weekly published from Ahmedabad), Free Press Journal and many other news papers & magazines. He is also a visiting stock analyst on DD News TV Channel.

Email: dilip_davda@rediffmail.com