PNB ફ્રોડઃ સરકારે ઉઠાવ્યું મોટું પગલું, બંધ થશે સરકારી બેંકોની 35 શાખા

પીએનબીના ગોટાળા બાદ સરકાર એક્શનમાં આવી ગઈ છે. સરકારે વિદેશોમાં સરકારી બેંકોની 35 વિદેશી સાખા બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે 69 વિદેશી શાખાઓની તપાસ પણ ચાલી રહી છે. આ સિવાય નુકશાનીમાં ચાલી રહેલ શાખા પણ બંધ કરવાની ભલામણ કરવામાં આવી છે. આયનાન્સ સેક્રેટરી રાજીવ કુમારે ટ્વીટ કરી કહ્યું છે કે, પીએસયુ બેંક પોતાની 35 વિદેશી શાખાને કંસાલિટેડ કરશે. આ એ રીતે કરવામાં આવશે, જેનાથી જે તે દેશમાં તેની હાજરીથી કોઈ અસર ન પડે. આ સિવાય પીએસયૂ બેંકોની 69 વિદેશી શાખાના કામ કાજની તપાસ કરવામાં આવી રહી છે.

15 દિવસમાં દૂર કરો સિસ્ટમની ખામીઓ
આ પહેલા ફાયનાન્સ મિનિસ્ટ્રીએ પીએસયૂ બેંકોને કહ્યું છે કે, તે 15 દિવસમાં સિસ્ટમમાં રિસ્ક અને ખામીઓને ઓલખી તેને ખતમ કરવા પગલા ભરે. આ સિવાય પાયનાન્સ મિનિસ્ટ્રીએ પીએસયૂ બેંકોને કુલ લોન અને એનપીએનો હિસાબ પણ આપવાનું કહ્યું છે.

પીએનબી ફ્રોડના કારણે સામે આવી બેંકિંગ સિસ્ટમની ખામીઓ

પીએનબી ફ્રોડ સામે આવ્યા બાદ બેંકિંગ સિસ્ટમની ખામીઓ સામે આવી ગઈ છે. સરકાર આ બાબતથી ચિંતામાં છે કે, વર્ષોથી કર્મચારીની મિલીભગતથી થઈ રહેલ ફ્રોડને બેંકની ઈન્ટરનલ સિસ્ટમ ઓળખવામાં અસફળ રહી. આ કારણે સરકાર હવે બેંકિંગ સિસ્ટમને નવી રીતે મજબૂત કરાવ માંગે છે. જેના કારણે ભવિષ્યમાં બેંકોમાં ફ્રોડ અને વધતા એનપીએ પર અંકુસ લગાવી શકાય.