the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

RBIએ ICICIને ૫૯ કરોડનો દંડ ફટકાર્યો

RBIએ ICICIને ૫૯ કરોડનો દંડ ફટકાર્યો

બેંકે તેના બોન્ડ પોર્ટફોલિયોના હેલ્ડ-ટુ-મેચ્યુરીટી કેટેગરીમાં સરકારી સિકયોરીટીઝ સંબંધિત નિયમોનું કર્યું ઉલ્લંઘન : બેંકની સીઇઓ ચંદા કોચરને ‘મોટો ઝાટકો’: પરિવારવાદ – ભ્રષ્ટાચારનો આરોપઃ ICICI અને વિડીયોકોને સાથે મળી ભ્રષ્ટાચાર આચર્યો? : વિડીયોકોનના માલિક વેણુગોપાલ ધૂતે બેંકની સીઇઓ ચંદા કોચરના પતિ દીપક કોચર અને બે સંબંધીઓ સાથે મળી કંપની ઉભી કરેલ

>નવી દિલ્હી તા. ૨૯ : પ્રાઇવેટ ક્ષેત્રની સૌથી મોટી બેંક આઇસીઆઇસીઆઇની સીઇઓ ચંદા કોચરને બીજો ઝાટકો લાગ્યો છે. આરબીઆઇના નિયમોનું ઉલ્લંઘન કરવા પર તેના પર અંદાજે ૫૯ કરોડ રૂપિયાનો દંડ ફટકારાયો છે. બીજી બાજુ વીડિયોકોન કંપની સાથે મળીને ભ્રષ્ટાચાર કરવાનો આરોપ પણ લાગ્યો છે.

રીઝર્વ બેંકે પત્રકાર પરિષદમાં કહ્યું છે કે, બેંકે પોતાના એચટીએમ પોર્ટફોલિયોની સિકયોરીટીઝના વેચાણ અંગે દંડ ફટકાર્યો હતો પરંતુ આ અંગે કોઇ જાણકારી અપાઇ નહોતી. કેન્દ્રીય બેંકે બેંકિંગ રેગ્યુલેશન કાયદો ૧૯૪૯ના સેકશન ૪૭એ(૧) સી અને સેકશન ૪૬(૪) હેઠળ દંડ ફટકાર્યો છે.

ઉલ્લેખનીય છે કે, ચંદા કોચર પર ભ્રષ્ટાચાર અને પરિવારવાદનો આરોપ લાગ્યો છે. એક અહેવાલ મુજબ વર્ષ ૨૦૦૮ના ડિસેમ્બરમાં વીડિયોકોન સમુહના માલીક વેણુગોપાલ ધુતે બેંકની સીઇઓ અને એમડી ચંદા કોચરના પતિ દિપક કોચર અને તેના બે સંબંધીઓ સાથે મળીને એક કંપની બનાવી હતી. કહેવામાં આવ્યું છે કે, ૬૫ કરોડની આ કંપનીને પહેલા માત્ર ૯ લાખ રૂપિયામાં વેચી દેવામાં આવી અને ત્યારબાદ આ જ કંપનીને વેણુગોપાલ ધુતની કંપની દ્વારા ૬૪ કરોડની લોન પણ આપવામાં આવી.

બાદમાં આ કંપનીનો માલીકીનો હક અંદાજે ૯ લાખ રૂપિયામાં તે ટ્રસ્ટને સોંપી દેવામાં આવ્યો, જેની કમાન ચંદા કોચરના પતિ દીપક કોચરના હાથોમાં હતી