the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis visit.www.nirmalmetro.com

તારા ચાંદ લોજિસ્ટિક્સ એનએસઈ એસએમઈ આઈપીઓ રિવ્યૂ (સબ્સ્ક્રાઇબ કરો)

તારા ચાંદ લોજિસ્ટિક્સ એનએસઈ એસએમઈ આઈપીઓ રિવ્યૂ (સબ્સ્ક્રાઇબ કરો)

તારા ચાંદ લોજિસ્ટિક સોલ્યુશન્સ લિમિટેડ (ટીસીએલએસએલ) એ વિશ્વસનીય તેમ જ સસ્તો માલસામાન અને સપ્લાય ચેઇન સેવાઓ પૂરી પાડી છે જેમાં ટ્રાન્સપોર્ટેશન અને વેરહાઉસિંગ, ઇક્વિપમેન્ટ રેન્ટલ અને સ્ટીલ પ્રોસેસિંગ અને વિતરણ સામેલ છે. કંપનીના બિઝનેસ વર્ટિકલ્સ સ્ટીલ, શહેરી અને ગ્રામ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓઇલ અને ગેસ, નવીનીકરણીય ઊર્જા વગેરે સહિત વ્યાપક ઉદ્યોગોની સેવા આપે છે. ૩૧ ડિસેમ્બર, ૨૦૧૭ સુધીમાં તેના પરિવહનના કાફલામાં ૪૨ માલિકીની ટ્રેલર્સ અને ભાડાની સાધનસામગ્રી કાફલામાં ૧૦૨ પોતાની ક્રેઈન કે જેની વજન ઉપાડવાની ક્ષમતા ૧૦ મે. ટન થી ૮૦૦ મે. ટન છે. કંપની પાસે ૩૨૫ જેટલી ઓટોમેટેડ સ્ટીલ પ્રોસેસીંગ મશીનરીજ જેવી કે શેર લાઇન, ટ્‌વીન માસ્ટર, રોબરો માસ્ટર, કોમ્પ્રેસર, ડી-કોઇલિંગ મશીન વગેરે છે. ટીસીએલએસએલના મુખ્ય ગ્રાહકોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ (સાત ઇન્ડિપેન્ડન્ટ કંપનીઓ), સ્ટીલ ઓથોરિટી ઈન્ડિયા લિમિટેડ, રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડ, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિ., ટાટા પ્રોજેક્ટ્‌સ લિમિટેડ, હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ, વેદાંત લિમિટેડ, જે કુમાર ઇન્ફ્રાપ્રોજેક્સ લિમિટેડ, એન.સી.સી. લિમિટેડ, વેલસ્પન કોર્પ, આઇટીડી સિમેન્ટેશન ઈન્ડિયા લિમિટેડ, ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ, ગાયત્રી પ્રોજેક્ટ્‌સ લિમિટેડ, મેઘા એન્જીનીયરીંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ લિમિટેડ વગેરે છે. તા. ૩૧ ડિસેમ્બર, ૨૦૧૭ ના રોજ તેઓ પાસે ૧૧૬૭ કર્મચારીઓ હતા.
તેના અંશતઃ રિપેમેન્ટ અને કેટલાક દેવા માટે, કેપિટલ ઈકવીટમેન્ટ ખરીદવા, કાર્યકારી મૂડીની જરૂરિયાત માટે ફંડ એકત્રિત કરવા આ કંપની મેઈડન આઈપીઓ દ્વારા તેનો રૂ. ૧૦ નો એક એવા ૩૭૨૦૦૦૦ ઈકવીટી શેર, શેર દીઠ રૂ. પપ ના ભાવે મુકરર ભાવે ઓફર કરીને બજારમાં રૂ. ૨૦.૪૬ કરોડ એકત્રિત કરવા માટે મૂડી બજારમાં આવેલ છે. જાહેર ભરણા માટે આ ઈસ્યુ તા. ૧૩.૦૩.૨૦૧૮ ના રોજ ખુલશે અને તા. ૧૫.૦૩.૨૦૧૮ના રોજ બંધ થશે. ઓછામાં ઓછી અરજી ૨૦૦૦ શેર્સ માટે અને તેના પછીના ગુણાંકમાં કરવાની રહેશે. ફાળવણી પછી તેમના શેર એન એસ ઈ એસ એમ ઈ પર લીસ્ટ થશે. આ ઈસ્યુના બુક રનીંગ લીડ મેનેજર હેમ સિકયુરીટીઝ લી છે અને રજીસ્ટ્રાર તરીકેની કામગીરી શેરેક્ષ ડાયરેનિક (ઈન્ડિયા) પ્રા. લી. કરી રહેલ છે. આ ઈસ્યુ ભરપાઈ થયા પછી તેની મૂડીના ૨૭.૨૬ ટકા હિસ્સો આપશે. પ્રમોટર દ્વાર શેર સંપાદનની કિંમત શેર દીઠ રૂ. ૧૦.૫૨ અને રૂ. ૧૪.૦૬ છે. આ કંપનીએ ર૦૧૪ ની સાલથી તેની સ્થાપના પછી બધા જ શેર ભાવોભાવ આપેલ છે. આ પછી ઓગષ્ટ ર૦૧૭ માં બીજા શેર રૂ. ૩ર ના ભાવે આપેલ છે. આ ઈસ્યુ પછી તેમની હાલની ભરપાઈ થયેલ મૂડી જે રૂ. ૯.૯૩ કરોડ છે તે વધીને ર. ૧૩.૬૫ કરોડ થશે.
કામગીરીના મોરચે, આ કંપનીએ ટર્નઓવર / ચોખ્ખો રૂ. રૂ. ૨૩.૯૮ કરોડ / રૂ. ૦.૬૬ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૪), રૂ. ૩૯.૨૫ કરોડ / રૂ. ૦.૬૯ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૫), રૂ. ૪૬.૨૨ કરોડ / રૂ. ૧.૧૯ કરોડ (નાણાકીય વર્ષ ૧૬) અને રૂ. ૫૨.૬૫ કરોડ / રૂ. ૨.૬૩ કરોડ (નાણાકીય વર્ષ ૧૭) નોધાવેલ છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિના માટે ૩૧.૧૨.૧૭ ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં રૂ. ૫૪.૧૮ કરોડ ટર્નઓવર પર રૂ. ૩.૬૬ કરોડ નફો કરેલ છે. આમ, પ્રથમ નવ મહિનાની ટોપ લાઈન અને બોટમ લાઈને અગાઉના વર્ષના સમગ્ર દેખાવને પાર કરી દીધેલ છે. નાણાકીય વર્ષ ૨૦૧૪ માં તેના ચોખ્ખા નફાના માર્જિન ૨.૭૭ ટકાથી વધીને ના. વ. ર૦૧૮ માં ૭.૦૪ ટકા થયો છે (પ્રથમ નવ મહિના). નાણાકીય વર્ષ ૨૦૧૩ થી નાણાકીય વર્ષ ર૦૧૭ માટે તેની આવક અને ચોખ્ખા નફામાં ૨૩.૧૭ ટકા અને ૪૭.૨૧ ટકા સીએજીઆર જોવા મળેલ છે. મુખ્ય ગ્રાહકોમાં ટીસીએલએસએલ તેમની આવકમાં આશરે ૫૫% યોગદાન આપે છે. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ માટે તેણે સરેરાશ ઇપીએસ રૂ. ૧.૯૬ અને આર ઓ એન ડબલ્યુ ૧૨.૯૫% નોંધાવેલ છે. તા. ૩૧.૧૨.૧૭ના રોજના એન એ વી ર૦.૭૮ના આધારે હમ ઇશ્યૂની કિંમત રૂ .૨.૬૫ ની પી / બીવી પર આવે છે, અને ઈસ્યુ પછીના એન એ વી રૂ. ૩૦.૧૧ મુજબ ૧.૮૩ પી/બીવીથી આવે છે. જો આપણે તેમની છેલ્લી કમાણીનું વાર્ષિકીકરણ કરીએ અને ઈસ્યુ પછીના તમામ શેરના આધારે વહેંચીઓ તો માગવામાં આવેલ ભાવ લગભગ ૧ર ના પી/ઈ રેશિયોથી આવે છે, જે સામે આ ઉદ્યોગનો કોમ્પોઝીટ ભાવ ૩૪+ છે. ઓફર ડોક્યુમેન્ટ્‌સ મુજબ, તે લૅન્સર કન્ટેઈનર અને ટાઈગર લોજિસ્ટિક્સને તેના લિસ્ટેડ પેઢીઓ તરીકે દર્શાવ્યું છે અને તે અનુક્રમે ૫૭ અને ૨૦ ની પી / ઇ પર વેપાર કરી રહ્યાં છે (૦૭.૦૩.૧૮ ના રોજ).તેમની પાસે ૩૦.૦૧.૧૮ ના રોજ રૂ. રૂ. ૧૫૪ કરોડની ઓર્ડર બુક છે
મર્ચન્ટ બેન્કરના મોરચે, છેલ્લાં ત્રણ વર્ષમાં આ તેમની આ પ્રકારની ૩પ મી કામગીરી છે. છેલ્લા ૧૦ લીસ્ટીંગ, લીસ્ટીંગના દિવસે ૨.૬૬% થી ૨૦% પ્રીમિયમ પર ખુલેલ હતા.
નિષ્કર્ષ / ઇન્વેસ્ટમેંટ સ્ટ્રેટેજી
સરકાર દ્વારા ઈન્ફ્રા પ્રોજેકટ પર ભારે ખર્ચ કરવામાં આવી રહેલ છે, તે જોતાં આ કંપની આગળ પર ઉજ્જવળ ભવિષ્ય ધરાવે છે. તેમની પાસે સારું ગ્રાહક વૃંદ છે અને ઓર્ડર બુકની સ્થિતિ સારી છે. રોકાણકારો ટૂંકા થી લાંબા ગાળા માટે રોકાણ કરવા વિચારી શકે.

 

Review Author

DISCLAIMER: No financial information whatsoever published anywhere here should be construed as an offer to buy or sell securities, or as advice to do so in any way whatsoever. All matter published here is purely for educational and information purposes only and under no circumstances should be used for making investment decisions. Readers must consult a qualified financial advisor prior to making any actual investment decisions, based on information published here. With entry barriers, SEBI wants only well informed investors to participate is such offers. With crazy recent listings, SME IPOs have started drawing attention of investors across the board. However, as SME issues have entry barriers and continued low preference from broking community, any reader taking decisions based on any information published here does so entirely at own risk. Above information is based on information available as on date coupled with market perceptions. Author has no plans to invest in this offer.

(SEBI registered Research Analyst-Mumbai).
About Dilip Davda

Dilip Davda (SEBI registered Research Analyst-Mumbai), a freelance journalist for more than 25 years, is a stock market analyst and news article writer. Since 1985, he has contributed to print media, electronic media and often appears on TV channels as visiting stock analyst. His articles are regularly publishes in Smart Investment (English and Gujarati weekly published from Ahmedabad), Free Press Journal and many other news papers & magazines. He is also a visiting stock analyst on DD News TV Channel.

Email: dilip_davda@rediffmail.com