યુનિઈન્ફો એન એસ ઈ એસએમઈ આઈપીઓ પૃથ્થકરણ (લાંબા ગાળા માટે સબસ્ક્રાઈબ કરો)

યુનિઈન્ફો એન એસ ઈ એસએમઈ આઈપીઓ પૃથ્થકરણ (લાંબા ગાળા માટે સબસ્ક્રાઈબ કરો)

યુનિઈન્ફો ટેલીકોમ સર્વિસીસ લી. (યુટીએસએલ) નેટવર્ક સર્વે અને આયોજન, ઇન્સ્ટોલેશન અને કમિશનિંગ, નેટવર્ક પરીક્ષણ અને ઑપ્ટિમાઇઝેશન, બિલ્ડિંગ સોલ્યુશન્સ અને Wi-Fi અને વ્યવસ્થાપિત સેવાઓ માટે નેટવર્ક જાળવણી માટે સેવાઓ પૂરી પાડે છે. તેની મજબૂત તકનીકી પૃષ્ઠભૂમિથી કંપની એન્ડ-ટુ-એન્ડ સેવાઓને અસરકારક રીતે ૫ુરી પાડી શકે છે, જેનાથી સમગ્ર નેટવર્ક રોલને નક્શામાં આવરી લેવામાં આવે છે. યુટીએસએલ ટેલિકોમ ઉદ્યોગના ઉત્પાદકો (OEM) થી ટેલિકોમ ઓપરેટરો સુધીના ટેલિકોમ ઉદ્યોગના ખેલાડીઓને સેવાઓ પૂરી પાડે છે. તે ટેલિકોમ ઉદ્યોગની નેટવર્ક લાઇફ સાયકલ જરૂરિયાતોને સંબોધવા માટે સમર્થન સેવાઓ અને ઉકેલો પ્રસ્તુત કરે છે.
તેમની દેવાની પુનઃચુકવણી, કાર્યકારી મૂડી અને સામાન્ય કોર્પસ ફંડની જરૂરિયાત માટે આ કંપની મેઈડન આઈપીઓ દ્વારા તેનો રૂ. ૧૦ નો એક એવા ૩૬૩૮૦૦૦ ઈકવીટી શેર શેર દીઠ રૂ. પપ ના મુકરર ભાવથી ઓફર કરીને બજારમાંથી રૂ. ૨૦.૦૧ એકત્રિત કરવા મૂડી બજારમાં આવેલ છે. જાહેર ભરણા માટે આ ઈસ્યુ તા. ૦પ.૦૩.૨૦૧૮ ના રોજ ખુલશે અને તા. ૦૭.૦૩.૨૦૧૮ના રોજ બંધ થશે. ઓછામાં ઓછી અરજી ૨૦૦૦ શેર્સ માટે અને તેના પછીના ગુણાંકમાં કરવાની રહેશે. ફાળવણી પછી તેમના શેર એન એસ ઈ એસ એમ ઈ પર લીસ્ટ થશે. આ ઈસ્યુના લીડમેનજર તરીકે સિસ્ટમેટિક્ષ કોર્પોરેટ સર્વિસીસ લી કાર્ય કરી રહેલ છે જયારે રજીસ્ટ્રાર તરીકેની કામગીરી લીન્ક ઈનટાઈમ પ્રા. લી કરી રહેલ છે. આ કંપનીએ ૮૦૪૦૦૦ શેર પ્રિ આઈપીઓ પ્લેસમેન્ટ માટે અનામત રાખેલ અને ઓ આ રીતે આ પબ્લિક ઈસ્યુ રૂ. ૧પ.પ૯ કરોડના મૂલ્યના ૨૮૩૪૦૦૦ શેરનો છે. આ ઈસ્યુ તેમની ભરપાઈ થયેલ મૂડીના ર૬.૫૦ ટકા હિસ્સો આપશે. શરુઆતમાં ભાવોભાવ શેર આપ્યા પછી તેમણે બીજા શેર રૂ. ૧રપ થી રૂ. ર૩પ ના ભાવે આપેલ. આ ઉપરાંત તેમણે એક શેર પર ૧પ શેર બોનસ આપેલ હતા. તેઓએ ફેબ્રુઆરી ર૦૧૮ માં શેર દીઠ રૂ. પપ ના ભાવે ૮૦૪૦૦૦ આપીને રૂ. ૪.૪ર કરોડ મેળવ્યા હતા. આ ઈસ્યટુ પછી તેમની ભરપાઈ થયેલ મૂડી જે હાલ રૂ. ૭.૦૬ કરોડ છે તે વધીને રૂ. ૧૦.૬૯ કરોડ થશે. પ્રમોટરો દ્વારા સંપાદિત શેરની સરેરાશ કિંમત રૂ. ૧.૧૯, રૂ. ૧૧.૨૫ અને રૂ. ૧૨.૬૮ છે.
કામગીરીના મોરચે, આ કંપનીએ ટર્નઓવર / ચોખ્ખો નફો રૂ. ૧.૫૧ કરોડ / રૂ. ૦.૦૧ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૪), રૂ. ૬.૨૩ કરોડ / રૂ. ૦.૧૦ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૫), રૂ. ૧૪.૩૧ કરોડ / રૂ. ૦.૨૩ કરોડ (નાણાકીય વર્ષ ૧૬) અને રૂ. ૨૭.૯૦ કરોડ / રૂ. ૧.૦૮ કરોડ (નાણાકીય વર્ષ ૧૭) નોંધાવેલ છે. તેમણે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા માટે રૂ. ૧૭.૦૨ કરોડના ટર્નઓવર પર રૂ. ૨.૧૬ કરોડ નફો કરેલ છે. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં આ કંપનીએ રૂ. ૦.ર૩ કરોડનનો ઈકવીટી બેઝ કે જે આ ઈસ્યુ પછી રૂ. ૧૦.૬૯ કરોડ થશે, તા. ૩૦.૯.૧૭ના એન એ વી રૂ. ૩૧૬.૮૮ના આધારે ઈસ્યુનો ભાવ ૦.૧૭ પી/બીવીથી આવે છે અને ઈસ્યુ પછીના એન એ વી રૂ. ૨૮.૧૩ના આધારે ૧.૯૬ આવે છે. જો આપણે તેની છેલ્લી કમાણીને ઈસ્યુ પછીના શેરના આધારે વાર્ષિક ધોરણે વહેંચીએ તો માગવામાં આવેલ ભાવ ૧૩+ ના પીઈ રેશિયોથી આવે છે. તેમની કોઈ હરીફ કંપની લીસ્ટેડ નથી.
મર્ચંટ બેંક મોરચે છેલ્લા ત્રણ વર્ષમાં આ તેમનો ત્રીજો ઈસ્યુ છે, છેલ્લા બે લીસ્ટીંગમાં બે ઈસ્યુ લીસ્ટીંગના દિવસે ૧૬% થી ર૦% ની રેન્જમાં ખુલેલ છે.
નિષ્કર્ષ / ઇન્વેસ્ટમેંટ સ્ટ્રેટેજી
જો કે કંપનીનો ટ્રેક રેકર્ડ પ્રભાવશાળી હોવા છતાં, ઈક્વીટીમાં રૂ. ૦.ર૩ કરોડથી રૂ. ૧૦.૬૯નો એકાએક વધારો ચિંતા જનક છે. લાંબા ગાળા માટે મધ્યમ રોકાણ વિચારી શકાય.

Review Author

DISCLAIMER: No financial information whatsoever published anywhere here should be construed as an offer to buy or sell securities, or as advice to do so in any way whatsoever. All matter published here is purely for educational and information purposes only and under no circumstances should be used for making investment decisions. Readers must consult a qualified financial advisor prior to making any actual investment decisions, based on information published here. With entry barriers, SEBI wants only well informed investors to participate is such offers. With crazy recent listings, SME IPOs have started drawing attention of investors across the board. However, as SME issues have entry barriers and continued low preference from broking community, any reader taking decisions based on any information published here does so entirely at own risk. Above information is based on information available as on date coupled with market perceptions. Author has no plans to invest in this offer.

(SEBI registered Research Analyst-Mumbai).
About Dilip Davda

Dilip Davda (SEBI registered Research Analyst-Mumbai), a freelance journalist for more than 25 years, is a stock market analyst and news article writer. Since 1985, he has contributed to print media, electronic media and often appears on TV channels as visiting stock analyst. His articles are regularly publishes in Smart Investment (English and Gujarati weekly published from Ahmedabad), Free Press Journal and many other news papers & magazines. He is also a visiting stock analyst on DD News TV Channel.

Email: dilip_davda@rediffmail.com