અક્ષર સ્પિન્ટેક્સ બીએસઈ એસએમઈ આઈપીઓ રિવ્યૂ (લાંબા ગાળાની સબ્સ્ક્રાઇબ કરો)

અક્ષર સ્પિન્ટેક્સ બીએસઈ એસએમઈ આઈપીઓ રિવ્યૂ (લાંબા ગાળાની સબ્સ્ક્રાઇબ કરો)

અક્ષર સ્પિનેટેક્સ લિમિટેડ (એસએસએલ) ૧૦૦% કોટન યાર્નના ઉત્પાદનમાં રોકાયેલ છે જેમાં કોમ્બાડ, અર્ધ કોમ્બેડ અને કાર્ડેડ યાર્નનો સમાવેશ થાય છે. તેણે કુલ ૨૪૪૮૦ સ્પિન્ડલ્સની ક્ષમતા સ્થાપિત કરી છે. પ્લાન્ટ કાલાવડ, જિલ્લા રાજકોટ, ગુજરાત ખાતે સ્થિત થયેલ છે. એએસએલની પ્રવૃત્તિઓમાં કાચી કપાસ, કપાસની ગાંસડી, કપાસના બીજ, યાર્ડ અને બાય-પ્રોડક્ટ્‌સના ઉત્પાદન, માર્કેટિંગનો સમાવેશ થાય છે. પ્લાન્ટ મુખ્ય કાચા માલની નજીકમાં આવેલું છે.
કાર્યકારી મૂડી માટે તેમ જ સામાન્ય કોર્પસ ફંડની જરૂરિયાત માટે ફંડ એકત્રિત કરવા આ કંપની મેઈડન આઈપીઓ દ્વારા તેનો રૂ. ૧૦ નો એક એવા ૬૭૪૭૦૦૦ ઈકવીટી શેર, રૂ. ૪૦ના મુકરર ભાવથી ઓફર કરીને રૂ. ર૭.૦૦ કરોડ એકત્રિત કરવા મૂડી બજારમાં આવેલ છે. આ ઈસ્યુમાં રૂ. ૪.૦૦ કરોડના ૯૯૯૦૦૦ નવી ઈકવીટી શેર , અને રૂ. ર૩ કરોડના ૫૭૪૮૦૦૦ વેચાણ માટેના શેર છે જાહેર ભરણા માટે આ ઈસ્યુ તા. ૨૭.૪.૨૦૧૮ ના રોજ ખુલશે અને તા. ૦૩.૦૫.૨૦૧૮ના રોજ બંધ થશે. ઓછામાં ઓછી અરજી ૩૦૦૦ શેર માટે અને તે પછી તેના ગુણાંકમાં કરવાની રહેશે. ફાળવણી પછી તેમના શેર બી એસ ઈ એસ એમ ઈ ઈમર્જ પર લીસ્ટ થશે. આ ઈસ્યુના લીડ પેન્થોમેથ કેપીટલ એડવાઈઝર્સ પ્રા. લી. છે જયારે રજીસ્ટ્રાર બીગ શેર સર્વિસીસ પ્રા. લી કાર્ય કરી રહેલ છે. આ ઈસ્યુ તેમની ભરપાઈ થયેલમૂડીના ૨૬.૯૯ % ટકા હિસ્સો આપશે. શરુઆત અત્યાર સુધીમાં માં ભાવોભાવ શેર આપેલ છે. પ્રમોટરો દ્વારા સંપાદિત શેરની સરેરાશ કિંમત રૂ.૧૦.૦૦, છે. આ ઈસ્યુ પછી તેમની હાલની ભરપાઈ થયેલ મૂડી જે રૂ. ર૪ કરોડ છે તે વધીને રૂ. રપ કરોડ થશે.
દેખાવની વાત કરીએ તો, આ કંપનીનુંં ટર્નઓવર અને ચોખ્ખો નફો, રૂ.૧૫.૬૨ કરોડ / રૂ. – (૦.૫૧) કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૫), રૂ. ૫૯.૮૪ કરોડ / રૂ. ૨.૬૭ કરોડ (નાણાકીય વર્ષ ૧૬), રૂ. ૯૦.૩૯ કરોડ / રૂ. ૫.૩૯ કરોડ (નાણાકીય વર્ષ ૧૭) થયેલ છે. નાણાકીય વર્ષ ર૦૧૮ ના તા. ૩૧.૧૦.૧૭ ના રોજ પુરા થતા પ્રથમ સાત માસમાં આ કંપનીએ રૂ. ૫૫.૬૦ કરોડ ના ટર્નઓવર પર રૂ. ૨.૭૯ કરોડ નફો કરેલ હતો. છેલ્લા ત્રણ વર્ષમાં તેમણે સરેરાશ શેર દીઠ આવક રૂ. ૧.૪૪ અને સરેરાશ આર ઓ એન ડબલ્યુ ૧૧.પ૦ ટકા બતાવેલ છે. તા. ૩૧.૧૦.૧૭ ના રોજના એન એ વી ૧૪.૩૦ અનુસાર માગવામાં આવેલ ભાવ ર.૮ ના પી ઈ રેશિયોથી આવે છે.અને ઈસ્યુ પછીના એન એ વી ૧પ.૩૩ ના આધારે ર.૬૧ ના પી ઈ રેશીયોથી આવે છે. જો આપણે તેમની છેલ્લી કમાણીને વાર્ષિક ધોરણે ગણીએ અને ઈસ્યુ પછીના બધા જ શેર મુજબ વહેંચીએ તો માગવામાં આવેલ ભાવ ર૦+ ના પી/ઈ રેશિયોથી આવે, જે સામે આ ઉદ્યોગની સરેરાશ ૯ છે. તેમના ઓફર ડોકયુમેન્ટ મુજબ તેમણે વીપ્પી સ્પીનપ્રો અને શ્રી નચમ્માઈને તેમના લિસ્ટેડ હરિફ તરીકે બતાવેલ છે જેઓ તાઈ ર૦.૪.૧૮ ના રાજ અનુક્રમે ૮ અને ૧૦ ના પી/ઈ રેશિયોથી ટ્રેડ કરતા હતા. આ રીતે આ ઈસ્યુનો ભાવ આક્રમક છે. જો કે, અહીં એ નોંધવું અર્થપૂર્ણ રહેશે કે હાલમાં આવેલ એસ એમ ઈ એન્ટરન્ટ એન્જલ ફાઈબર, જે તેમનો નજીકનો લીસ્ટેડ હરી છે( જેની ક્ષમતા ૧૯૫૮૪ સ્પિન્ડલ છે.) અને તેઓ રૂ. ર૭ ના ભાવથી આઈ પી ઓ લઈને આવેલ (લગભગ ૧૩ના પી/ઈ રેશિયોથી) છે, જે હાલમાં રૂ. ૪૧ (તા. ૨૦.૪.૨૦૧૮ના રોજ લગભગ ૩૧ના પીઈ રેશિયોથી) ટ્રેડ થઈ રહેલ છે.
નિષ્કર્ષ / ઇન્વેસ્ટમેંટ સ્ટ્રેટેજી
આ પૂર્ણ ભાવના ઈસ્યુમાં લાંબા ગાળા માટે રોકાણ કરવા વિચારી શકાય.